Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 27:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 “અમારા પિતા અરણ્યમાં મરી ગયા, ને જેઓ કોરાની સાથે યહોવાની વિરુદ્ધ એકત્ર થયા હતા તેઓની ટોળીમાંના તે ન હતા. પણ તે પોતાના પાપમાં મરી ગયા. અને તેમને દિકરા ન હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 “અમારા પિતા રણપ્રદેશમાં મરણ પામ્યા. તેમને કોઈ પુત્ર નહોતો. કોરાની સાથે પ્રભુની વિરૂધ બળવો કરનાર જૂથમાં તે સામેલ નહોતા. તે તો પોતાને પાપે જ મૃત્યુ પામ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 “અમારો પિતા અરણ્યમાં મૃત્યુ પામ્યો. યહોવાહ વિરુદ્ધ ઊઠનાર કોરાહની ટોળીમાં તે ન હતા. તે તેના પોતાના પાપમાં મૃત્યુ પામ્યા; તેને કોઈ દીકરા ન હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 “અમાંરા પિતા રણમાં મૃત્યુ પામ્યા હતા. યહોવા સામે બળવો કરનાર કોરાહની ટોળીમાં તે ન્હોતા. તે તેમના પોતાના પાપે જ મૃત્યુ પામ્યા હતા અને તેમને કોઈ પુત્ર ન્હોતો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 27:3
16 Iomraidhean Croise  

જુઓ, સર્વ જીવો મારા છે; જેમ પિતાનો જીવ તેમ જ પુત્રનો જીવ પણ મારો છે. જે જીવ પાપ કરશે તે માર્યો જશે.


મેં યહોવાએ કહ્યું છે કે, નિશ્ચય આ દુષ્ટ પ્રજા જે મારી સામે એકત્ર થઈ છે તેઓના ઉપર હું તે વિતાડીશ. આ અરણ્યમાં તેઓનો ક્ષય થશે, ને ત્યાં તેઓ મરશે.”


અને કોરાએ તેઓની વિરુદ્ધ સમગ્ર પ્રજાને મુલાકાતમંડપના દ્વારની પાસે એકત્ર કરી; અને સમગ્ર પ્રજાને યહોવાના ગૌરવનાં દર્શન થયાં.


અને કોરાનિ બાબતમાં જેઓ મરી ગયા હતા તેઓ ઉપરાંત મરકીથી ચૌદ હજાર ને સાતસો માણસો મરણ પામ્યા.


અને હેફેરના દિકરા સલોફહાદને દિકરા નહોતા, પણ દીકરીઓ હતી. અને સલોફહાદની દીકરીઓનાં નામ માહલા તથા નોઆ, હોગ્લા, મિલ્કા તથા તિર્સા હતાં.


અને મૂસાની રૂબરૂ તથા એલાઝાર યાજકની રૂબરૂ તથા અધિપતિઓ તથા સર્વ સભાની રૂબરૂ મુલાકાતમંડપના દ્વારની પાસે તેઓએ ઊભી રહીને કહ્યું,


તેમને દિકરો ન હતો માટે અમારા પિતાનું નામ તેમના કુળમાંથી લોપ કેમ થાય? અમારા પિતાના ભાઈઓ મધ્યે અમને વારસો આપો.”


તેથી તેમણે તેઓને ફરીથી કહ્યું, “હું જવાનો છું, અને તમે મને શોધશો, અને તમે તમારાં પાપમાં મરશો. જ્યાં હું જવાનો છું, ત્યાં તમે આવી શકતા નથી.”


એ માટે મેં તમને કહ્યું કે, તમે તમારાં પાપમાં મરશો; કેમ કે હું [તે] છું, એવો જો તમે વિશ્વાસ નહિ કરો, તો તમે તમારાં પાપમાં મરશો.”


તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પ્રવેશ્યું, ને પાપથી મરણ! અને બધાંએ પાપ કર્યું, તેથી સર્વ માણસોમાં મરણનો પ્રસાર થયો.


જેથી જેમ પાપે મરણ [રૂપી રાજ્ય] માં રાજ કર્યું, તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણે કરીને સર્વકાળના જીવનને અર્થે કૃપા પણ રાજ કરે.


કેમ કે પાપનું વેતન મરણ છે; પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરનું કૃપાદાન અનંતજીવન છે.


Lean sinn:

Sanasan


Sanasan