Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 25:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને ઇઝરાયલ શિટ્ટીમમાં રહેતા હતા, તેવામાં મોઆબની દીકરીઓની સાથે લોક વ્યભિચાર કરવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 ઇઝરાયલીઓએ શિટ્ટીમના ખીણપ્રદેશમાં પડાવ નાખ્યો હતો ત્યારે એ લોકો ત્યાંની મિદ્યાની યુવતીઓ સાથે વ્યભિચાર કરવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ઇઝરાયલ શિટ્ટીમમાં રહેતા હતા ત્યારે પુરુષોએ મોઆબની સ્ત્રીઓ સાથે સૂવાનું શરૂ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 જયારે ઇસ્રાએલીઓએ શિટ્ટીમમાં મુકામ કર્યો હતો, ત્યારે એ લોકો મોઆબી સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 25:1
22 Iomraidhean Croise  

યહોવાના મંદિરમાં આવેલું પુંમૈથુનીઓનાં ઘરો જેઓની અંદર સ્ત્રીઓ અશેરાને માટે પડદા વણતી હતી, તેઓને તેણે તોડી પાડ્યા.


પેઓરના બઆલ [ની પૂજા] માં તેઓ સામેલ થયા; અને મૂએલાંનાં‍ શ્રાદ્ધ ખાધાં.


જાનવરની સાથે જે કોઈ કુકર્મ કરે તે નક્કી માર્યો જાય.


રખેને તું દેશનઅ રહેવાસીઓની સાથે કરાર કરે, ને તેઓ તેમના દેવોની પાછળ ભટકી જઈને તેમના દેવોને યજ્ઞ ચઢાવે, અને કોઈના નોતર્યાથી તું તેના નૈવેદમાંથી ખાય.


તો મને એવું માલૂમ પડયું કે મોતના કરતાં પણ એક ચીજ વધારે દુ:ખદાયક છે, તે એ છે કે જેનું અંત:કરણ ફાંદા તથા જાળરૂપ છે તથા જેના હાથ બંધનરૂપ છે તેવી સ્ત્રી! જે કોઈ ઈશ્વરને પ્રસન્ન કરે છે તે તેનાથી નાસી છૂટશે; પણ પાપી તેનાથી પકડાઈ જશે.


જે યહૂદીઓ મોઆબમાં, આમ્મોનીઓ ભેગા, અદોમમાં તથા બીજા જે જે દેશોમાં હતા, તેઓ સર્વે સાંભળ્યું કે બાબિલના રાજાએ યહૂદિયામાંના કેટલાકને બાકી રહેવા દીધા છે, ને તેઓ પર શાફાનના પુત્ર અહીકામના પુત્ર ગદાલ્યાને અધિકારી ઠરાવ્યો છે,


પણ તે છોકરાંઓએ પણ મારી વિરુદ્ધ બંડ કર્યું. તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નહિ, તેમ જ તેઓએ મારી આજ્ઞાઓ પાળીને તેમનો અમલ કર્યો નહિ. તે વિધિઓ તો એવા છે કે જો કોઈ માણસ તેઓને પાળે તો તે તેઓ વડે જીવે, તેઓએ મારા સાબ્બાતથોને ભ્રષ્ટ કર્યા. ત્યારે મેં કહ્યું કે, હું મારો કોપ તેમના પર રેડીને તેમના પર મારો રોષ અરણ્યમાં પૂરો કરીશ.


અરણ્યમાં દ્રાક્ષા [મળે] તેમ ઇઝરાયલ મને મળ્યા. અંજીરીની પહેલી મોસમમાં તેનું પ્રથમફળ [જોવામાં આવે] તેમ મેં તમારા પૂર્વજોને જોયા, પણ તેઓ બાલ-પેઓર પાસે જઈને તે લજ્જાકારક વસ્તુને સમર્પિત થયા, ને તેઓ પોતાની પ્રિય વસ્તુના જેવા ધિક્કારપાત્ર થયા.


હે મારા લોકો, એ તો યાદ કરો કે મોઆબના રાજા બાલાકે શી મસલત કરી, ને બયોરના દીકરા બલામે તેને શો ઉત્તર આપ્યો. શિટ્ટીમથી ગિલ્ગાલ સુધી જે બન્યું [તે યાદ કરો]. જેથી તમે યહોવાનાં ન્યાયી કૃત્યો જાણો.”


“મિદ્યાનીઓને હેરાન કરો, ને તેઓને મારો.


“ઇઝરાયલી લોકોનો બદલો મિદ્યાનીઓની પાસેથી લે. પછી તું તારા લોકમાં મળી જઈશ.”


અને તેઓએ યર્દનને કાંઠે, બેથ-યશીમોથથી આબેલ-શિટ્ટીમ સુધી મોઆબના મેદાનમાં છાવણી કરી.


દહનીયાર્પણને માટે એક વાછરડો, એક ઘેટો, પહેલા વર્ષનો એક હલવાન.


જેમ તેઓમાંના કેટલાકે વ્યભિચાર કર્યો, અને એક દિવસમાં ત્રેવીસ હજાર માર્યા ગયા, તેમ આપણે ન કરીએ.


એમ આપણે બેથ-પેઓરની સામેની ખીણમાં પડાવ નાખ્યો.


જેઓએ તેઓના યજ્ઞની ચરબી ખાધી, [અને] તેઓનાં પેયાર્પણનો દ્રાક્ષારસ પીધો તેઓ ક્યાં ગયા? તેઓ ઊઠીને તમને મદદ કરે, તેઓ તમારો આશરો થાય!


બાલ-પેઓરને લીધે યહોવાએ જે કર્યું તે તમારી નજરે તમે જોયું છે. કેમ કે જે માણસો બાલ-પેઓરના ઉપાસકો હતા તે સર્વનો યહોવા તમારા ઈશ્વરે મારી મધ્યેથી વિનાશ કર્યો છે.


અને નૂનના પુત્ર યહોશુઆએ શિટ્ટિમમાંથી બે માણસોને જાસૂસો તરીકે, છૂપી રીતે એમ કહીને મોકલ્યા, “તમે જઈને દેશની તથા યરીખોની બાતમી કાઢો.” અને તેઓ જઈને રાહાબ નામે એક વેશ્યાને ઘેર ઊતર્યા.


પેઓરનો અન્યાય કે, જેને લીધે યહોવાએ આખી પ્રજા ઉપર મરકી મોકલી હતી તોપણ તેમાંથી આજ સુધી આપણે પોતાને શુદ્ધ કર્યો નથી, તે આપણો અપરાધ કંઈ નાનોસૂનો છે શું


અને યહોશુઆ વહેલી સવારે ઊઠ્યો, ને તે તથા સર્વ ઇઝરાયલી લોકો શિટ્ટિમમાંથી નીકળ્યા ને યર્દન આગળ આવ્યા. અને તેઓ પેલે પાર ઊતર્યા તે પહેલાં તેઓએ ત્યાં છાવણી કરી.


તોપણ મારે તારી વિરુદ્ધ થોડીક વાતો છે, કેમ કે બલામના બોધને વળગી રહેનારા ત્યાં મારી પાસે છે. એણે બાલાકને ઇઝરાયલપુત્રોની આગળ ઠોકર મૂકવાને શીખવ્યું કે તેઓ મૂર્તિઓનાં નૈવેદ ખાય અને વ્યભિચાર કરે.


Lean sinn:

Sanasan


Sanasan