Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 24:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જે ઈશ્વરની વાત સાંભળે છે, અને જે પોતાની આંખો ઉઘાડી છતાં ઊંધો પડીને સર્વસમર્થનું દર્શન પામે છે, તે કહે છે:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 જે ઈશ્વરનાં વચન સાંભળે છે, અને ઉઘાડી આંખે સર્વસમર્થ તરફથી દિવ્યદર્શન પામે છે તેની આ વાણી છે:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તે બોલે છે અને ઈશ્વરના શબ્દો સાંભળે છે. જે પોતાની ખુલ્લી આંખે ઊંધો પડીને સર્વસમર્થનું દર્શન પામે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 દેવના શબ્દો સાંભળનારની વાણી છે. સમાંધિમગ્ન છતાં ખુલ્લાં અંતઃચક્ષુથી સર્વસમર્થ દેવે બતાવેલાં દિવ્યદર્શનો જોનારની વાણી છે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 24:4
20 Iomraidhean Croise  

એ વાતો પછી દર્શનમાં યહોવાનું વચન ઇબ્રામ પાસે આવ્યું, “ઇબ્રામ, તું બીશ નહિ. હું તારી ઢાલ તથા તારો મહા મોટો બદલો છું.”


અને સૂર્ય આથમતો હતો, ત્યારે ઇબ્રામ ભર ઊંઘમાં પડયો; અને જુઓ, મોટો ઘોર અંધકાર તેના પર પડયો; અને જુઓ, મોટો ઘોર અંધકાર તેના પર પડયો.


મિખાયાએ કહ્યું, “મેં સર્વ ઇઝરાયલને પાળક વગરનાં ઘેટાંની માફક પર્વતો ઉપર વિખેરાઈ ગયેલા જોયા. અને યહોવાએ કહ્યું, ‘એમનો કોઈ ધણી નથી; તેઓ પ્રત્યેક પોતપોતાને ઘેર શાંતિએ પાછા જાય.’


ત્યારે તમે દર્શનમાં તમારા ભક્તોને કહ્યું, “જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે; અને લોકોમાંથી પસંદ કરેલાને મેં ઊંચો કર્યો છે.


અને એ ચળકાટ ચોમાસામાં થતા મેઘધનુષના દેખાવ જેવો હતો.


અને તેમણે કહ્યું, “હવે મારી વાત સાંભળો. જો તમારી મધ્યે પ્રબોધક હોય, તો હું યહોવા તેને સંદર્શનમાં પ્રગટ થઈશ. હું સ્વપ્નમાં તેની સાથે બોલીશ.


અને રાત્રે ઈશ્વરે બલામની પાસે આવીને તેને કહ્યું, “જો તે માણસો તને બોલાવવાને આવ્યા હોય, તો તેઓની સાથે જા. તોપણ જે વાત હું તને કહું તે જ તારે કરવી.”


ત્યારે યહોવાએ બલામની આંખો ઉઘાડી, ને તેણે યહોવાના દૂતને પોતાની તરવાર હાથમાં લઈને માર્ગમાં ઊભેલા જોયો; અને તેણે માથું નમાવીને તેને દંડવત કર્યા.


અને તેણે દ્દષ્ટાંતરૂપે કહ્યું, “બયોરનો દિકરો બલામ કહે છે, અને જેની આંખ બંધ હતી તે કહે છે.


હે યાકૂબ, તારા તંબુઓ, હે ઇઝરાયલ, તારા માંડવા કેવા સારા છે!


તે ભૂખ્યો થયો, અને તેને ખાવાની ઇચ્છા થઈ; પણ તેઓ તૈયાર કરતા હતા એટલામાં તે મૂર્છાંગત થયો.


હવે પિતર તે દર્શન વિષે વિચાર કરતો હતો ત્યારે [પવિત્ર] આત્માએ તેને કહ્યું “જો, ત્રણ માણસો તને શોધે છે.


પછી હું યરુશાલેમ પાછો આવ્યો અને મંદિરમાં પ્રાર્થના કરતો હતો, એવામાં હું મૂર્છાગત થઈ ગયો,


પ્રભુને દિવસે હું આત્મામાં હતો, ત્યારે મેં મારી પાછળ રણશિંગડાના અવાજ જેવી મોટી વાણી સાંભળી,


જયારે મેં તેમને જોયા ત્યારે મરેલા જેવો થઈને હું તેમના ચરણ આગળ પડી ગયો. પછી તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું, “ગભરાઈશ નહિ, પ્રથમ તથા છેલ્લો હું છું.


અને તેણે પણ પોતાનાં વસ્‍ત્ર ઉતારી નાખ્યાં, ને તે પણ શમુએલની આગળ પ્રબોધ કરવા લાગ્યો, ને એ આખો દિવસ તથા આખી રાત નગ્નાવસ્થામાં પડી રહ્યો. એ પરથી લોકોમાં કહેવત ચાલે છે, “શું શાઉલ પણ પ્રબોધકોમાં છે?”


Lean sinn:

Sanasan


Sanasan