Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 24:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને અદોમ [તેનું] વતન થશે, અને સેઈર પણ [તેનું] વતન થશે, [તે બન્‍ને દેશ] તેના શત્રુ હતા. અને ઇઝરાયલ પરાક્રમ કરનાર થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 તે અદોમીઓના પ્રદેશને, અને પોતાના દુશ્મન સેઈરના લોકોને જીતી લેશે, ત્યારે ઇઝરાયલ પોતાના શૌર્યથી વિજેતા બનશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 અદોમ ઇઝરાયલનું વતન પ્રાપ્ત કરશે. અને સેઈર પણ તેનું વતન પ્રાપ્ત કરશે, તે બન્ને ઇઝરાયલના શત્રુઓ હતા, જેના પર ઇઝરાયલ વિજેતા થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 ઇસ્રાએલ મજબૂત બનશે! તેને અદોમની ભૂમિ પ્રાપ્ત થશે. તેને તેના દુશ્મન સેઈરની ભૂમિ પ્રાપ્ત થશે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 24:18
15 Iomraidhean Croise  

લોકો તારી સેવા કરો, ને દેશજાતિઓ તારી આગળ નમો; તારા ભાઈઓનો ધણી થા, ને તારી માના દિકરા તારી આગળ નમો; જે હરેક તને શાપ આપે તે શાપિત થાય, ને જે તને આશીર્વાદ આપે તે આશીર્વાદ પામે.”


અને તું તારી તરવારથી જીવશે, ને તું તારા ભાઈની સેવા કરશે; પણ એમ થશે કે, જ્યારે તું છૂટી જશે, ત્યારે તું તારી ગરદન પરથી તેની ઝૂસંરી કાઢી નાખશે.”


અને યાકૂબે પોતાની આગળ સેઈર દેશ જે અદોમની ભૂમિ છે, ત્યાં તેના ભાઈ એસાવની પાસે સંદેશિયાઓને મોકલ્યા.


તેણે અદોમમાં થાણાં બેસાડ્યાં. આખા અદોમમાં તેણે થાણાં બેસાડ્યાં, ને સર્વ અદોમીઓ દાઉદના તાબેદાર થયા. દાઉદ જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યામ યહોવાએ તેને ફતેહ પમાડી.


યહોવાએ અદોમી હદાદને સુલેમાનના શત્રુ તરીકે ઊભો કર્યો. તે અદોમના રાજાના વંશનો હતો.


દાઉદ જ્યારે અદોમમાં હતો, ને યોઆબ સેનાપતિ મારી નંખાયેલાને દાટવા ત્યાં ગયો હતો, ત્યારે તેણે અદોમના દરેક પુરુષને મારી નાખ્યો હતો.


હે ઈશ્વર, તમે અમને તજી દીધા છે, તથા પાયમાલ કરી નાખ્યા છે: તમે કોપાયમાન થયા છો; અસલ સ્થિતિમાં અમને પાછા સ્થાપો.


કેમ કે મારી તરવાર આકાશમાં પીને ચકચૂર થઈ છે; જુઓ, તે અદોમને, ને મારાથી શાપિત થયેલા લોકોને શાસન કરવા માટે ઊતરશે.


આ જે અદોમથી, હા, બોસરાથી કિરમજી રંગનાં વસ્ત્ર પહેરીને જે આવે છે, આ જે પોશાકથી દેદીપ્યમાન, પોતાના પુષ્કળ સામર્થ્યમાં મહાલતો આવે છે, તે કોણ છે? “હું જે ન્યાયીપણાથી બોલનાર, ને તારવાને શક્તિમાન, તે હું છું.”


તે દિવસે દાઉદનો પડી ગયેલો મંડપ હું પાછો ઊભો કરીશ, ને તેની તૂટફાટો પૂરી દઈશ. હું તેનાં ખંડિયેરોની મરામત કરીશ, ને હું તેને પ્રાચીન કાળમાં [હતો] તેવો બાંધીશ.


જેથી અદોમના બાકી રહેલાનું, તથા જે બધી પ્રજાઓ મારા નામથી ઓળખાતી હતી તેઓનું પણ તેઓ વતન પામે.” આ કરનાર જે યહોવા તે એમ કહે છે.


જો, મેં તને પ્રજાઓમાં છેક નાનો બનાવ્યો છે; તને તદ્દન તુચ્છ ગણવામાં આવે છે.


અને અદોમે તેને કહ્યું, “મારા [દેશ] માં થઈને જતો ના, રખેને હું તરવાર લઈને તારી સામે નીકળી પડું.”


યાકૂબમાંથી એક પુરુષ અધિકાર ધારણ કરશે, અને નગરમાંથી બાકીનાનો નાશ કરશે.”


Lean sinn:

Sanasan


Sanasan