Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 23:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 કેમ કે ખડકોનાં શિખર પરથી હું તેને જોઉં છું, ને ડુંગરો પરથી તેને નિહાળું છું. જુઓ, તેઓ અલાહિદા રહેનારા લોક છે, અને દેશજાતિઓ ભેગા તેઓ ગણાશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 ખડકોનાં શિખરો ઉપરથી હું તેમને જોઉં છું. પર્વત પરથી હું તેમને નિહાળું છું. એ તો અલાયદી રહેનાર પ્રજા છે, અને બીજી પ્રજાઓ કરતાં પોતાને વિશિષ્ટ ગણે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 કેમ કે ખડકોના શિખર પરથી હું તેને જોઈ શકું છું; ટેકરીઓ પરથી હું તેને જોઉં છું. જુઓ, ત્યાં એકલા રહેનારા લોકો છે અને પોતાની જાતને સાધારણ પ્રજા ગણતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 હું ઊચા ખડકની ટોચ પરથી તે લોકોને નિહાળું છું, એ પ્રજા એકલી રહે છે, તે અન્ય પ્રજાઓથી પોતાને ભિન્ન ગણે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 23:9
15 Iomraidhean Croise  

કારણ કે તેઓ પોતે તથા તેઓના પુત્રો આ લોકોની દીકરીઓ સાથે પરણ્યા છે. તેથી પવિત્ર વંશ દેશના લોકોની સાથે મિશ્ર થઈ ગયો છે: હા, એ ઉલ્લંઘનમાં મુખ્યત્વે સરદારોના તથ સત્તાવાળાઓના હાથ એ.”


ત્યારે હામાને અહાશ્વેરોશ રાજાને કહ્યું, “તમારા રાજ્યના સર્વ પ્રાંતોના લોકોમાં પ્રસરેલી તથા વિખરાયેલી એક પ્રજા છે. તેઓના નિયમો સર્વ લોકોનાથી જુદા છે. તેઓ રાજાના કાયદા પણ પાળતા નથી; તેથી તેઓને જીવતા રહેવા દેવા એ રાજાને હિતકારક નથી.


કેમ કે હવે કેમ જણાય કે હું તથા તમારા લોક તમારી દષ્ટિમાં કૃપા પામ્યા છીએ? શું એથી નહિ કે, તમે અમારી સાથે આવો છો, એથી હું તથા તમારા લોક પૃથ્વી ઉપરના સર્વ લોકથી જુદા છીએ?”


યહોવા કહે છે, હે મારા સેવક યાકૂબ, તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું. જે જે દેશોમાં મેં તને વિખેરી નાખ્યો છે તે સર્વનું સત્યાનાશ હું વાળીશ, પણ તારું સત્યાનાશ હું વાળીશ નહિ, પણ હું ન્યાયની રૂએ તને શિક્ષા કરીશ, ને ખચીત તને શિક્ષા કર્યા વગર જવા દઈશ નહિ.”


યહોવા કહે છે, ઊઠો, ને જે લોકો સ્વસ્થ અને નિશ્ચિંત રહે છે, જેઓને દરવાજા નથી તથા ભૂંગળો નથી, જેઓ એકલા વસે છે, તેઓની સામે ચઢી જાઓ.


કેમ કે હું આજ્ઞા કરીશ, ને જેમ ચારણીમાં ચળાય છે તેમ હું ઇઝરાયલના વંશજોણે સર્વ પ્રજાઓમાં ચાળીશ, તોપણ તેમાંનો નાનામાં નાનો કણ પણ જમીન પર પડશે નહિ.


[હે પ્રભુ] તમારા લોકો જેઓ તમારા વારસાનું ટોળું છે, ને જેઓ એકાંતમાં રહે છે તેઓને તમારી લાકડી તમારી પાસે રાખીને કાર્મેલના વનમાં ચારો. પુરાતન કાળથી જેમ તેઓને બાશાનમાં તથા ગિલ્યાદમાં ચરવા દો.


માટે “તમે તેઓમાંથી નીકળી આવો, અને અલગ થાઓ.” એમ પ્રભુ કહે છે, “મલિન વસ્તુને અડકો નહિ; એટલે હું તમારો અંગીકાર કરીશ,


જ્યારે પરાત્પર યહોવાએ દેશજાતિઓને તેઓનો વારસો આપ્યો, જ્યારે તેમણે માનવપુત્રોને જુદા કર્યા, ત્યારે તેમણે ઇઝરાયલનાં છોકરંની ગણતરી પ્રમાણે લોકોને સીમાઓ ઠરાવી આપી.


અને ઇઝરાયલ સલામતીમાં રહે છે, યાકૂબનો ઝરો એક્લો, ધાન્ય તથા દ્રાક્ષારસના દેશમાં રહે છે; હા, તેના પર આકાશમાંથી ઝાકળ પડે છે.


તેમણે આપણે માટે પોતાનું સ્વાર્પણ કર્યું, જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને માટે ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોકો તૈયાર કરે.


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા તથા [પ્રભુના] ખાસ લોક છો કે, જેથી જેમણે અંધકારમાંથી પોતાના આશ્વર્યકારક પ્રકાશમાં [આવવાનું] આમંત્રણ આપ્યું છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો.


Lean sinn:

Sanasan


Sanasan