Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 23:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 જુઓ, લોક સિંહણની પેઠે ઊઠે છે, અને સિંહની પેઠે ઊંચા થાય છે. તે શિકાર ખાય, અને મારીને રક્ત પીએ ત્યાં લગી તે સૂઈ જશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 ઊભી થયેલી સિંહણ અને તરાપ મારનાર સિંહ જે પોતાનો શિકાર મારીને ખાય નહિ અને તેનું લોહી પીએ નહિં ત્યાં સુધી નિરાંતે બેસતાં નથી, તેમના જેવી ઇઝરાયલી પ્રજા છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 જુઓ, લોકો સિંહણની જેમ ઊઠે છે, જેમ સિંહ બહાર નીકળીને હુમલો કરે છે. તે મારેલો શિકાર ખાય અને તેનું રક્ત પીવે નહિ ત્યાં સુધી તે સૂઈ જશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 એ પ્રજા તો સિંહની જેમ છલાંગ માંરવાને તાકી રહી છે; એ શિકારને ફાડી ખાધા વિના અને તેનું લોહી પીધા વિના જંપીને બેસનાર નથી.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 23:24
20 Iomraidhean Croise  

બિન્યામીન ફાડી ખાનાર વરુ છે. સવારે તે શિકાર ખાશે, ને સંધ્યાકાળે લૂટ વહેંચશે.”


યહૂદા સિંહનું બચ્ચું છે; મારા દિકરા, તું શિકાર પરથી આવ્યો છે. તે સિંહની પેઠે, તથા સિંહણની પેઠે લપાઈ ગયો, તે લપાઈ ગયો. તેને કોણ ઉઠાડશે?


છ પગથિયાં પર આ બાજુએ તથા બીજી બાજુએ બાર સિંહો ઊભેલા હતાં. આના જેવું [સિંહાસન] કોઈ પણ રાજ્યમાં બનાવવામાં આવ્યું ન હતું.


સિંહાસનને છ પગથિયાં તથા સોનાનું એક પાયાસન હતું. તેઓ સિંહાસનની સાથે જડેલાં હતાં, ને બેઠકની જગા પાસે બન્ને બાજુએ હાથા હતાં, ને હાથાઓની બન્ને બાજુએ બે સિંહ ઊભા હતા.


તે શિકારના ભૂખ્યા સિંહના જેવા, અને સંતાઈ રહેલા સિંહના બચ્ચાના જેવા છે.


એટલે સિંહ જે પશુઓમાં સૌથી બળવાન છે, અને કોઈને લીધે પોતાનો માર્ગ મરડતો નથી;


કેમ કે યહોવાએ મને કહ્યું છે, “જ્યારે સિંહ તથા સિંહનો બચ્ચો પોતાના શિકાર પર ઘૂરકે છે, ત્યારે જો તેની સામા ભરવાડોનો મોટો જથો બોલાવવામાં આવે, તો તેઓની બૂમ સાંભળીને તે બી જતો નથી, અને તેમના હોકારાથી તે ભયભીત થતો નથી; તેમ સૈન્યોના યહોવા સિયોન પર્વત પર, તથા તેના ડુંગર પર યુદ્ધ કરવાને ઊતરી આવશે.


તે રાજાઓની કારકિર્દીમાં આકાશના ઈશ્વર એક રાજ્ય સ્થાપન કરશે, જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકૂમત તે આ સર્વ રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો નાશ કરશે, ને તે સર્વકાળ ટકશે.


સિંહે ગર્જના કરી છે, તો કોણ નહિ બીહે? પ્રભુ યહોવા બોલ્યા છે, તો પ્રબોધ કર્યા વગર કોણ રહી શકે?


જ્યાં સિંહ ને સિંહણ [તથા] સિંહના બચ્ચાં ફરતાં હતાં ને તેઓને બીવડાવનાર કોઈ નહોતું તે સિંહોનું બિલ તથા જે જગાએ જુવાન સિંહો ભક્ષ કરતા હતા તે જગા ક્યાં છે?


સિંહ પોતાના બચ્ચાંને માટે જોઈએ તેટલાં [જાનવરો] ફાડી નાખતો, ને પોતાની સિંહણોને માટે ગળાં પડકીને મારી નાખતો, ને પોતાનાં કોતરો શિકારોથી તથા પોતાનાં બિલો મારી નાખેલાં [જાનવરો] થી ભરતો


તે દિવસે હું યહૂદિયાના અમલદારોને લાકડાંમાં અગ્નિથી ભરેલી ચિનગારી સમાન તથા પૂળીઓમાં બળતી મશાલ સમાન કરીશ. તેઓ આસપાસના સર્વ લોકોને, ડાબે હાથે તથા જમણે હાથે, સ્વાહા કરી નાખશે. અને યરુશાલેમ [ના લોકો] હજી પણ ફરીથી પોતાની જગાએ, એટલે [અસલના] યરુશાલેમમાં, વસશે.


અને બાલાકે બલામને કહ્યું, “તેમને બિલકુલ શાપ ન આપ, તેમ જ તેમને બિલકુલ આશીર્વાદ પણ ન આપ.”


હું તેને જોઉં છું, પણ હમણાં નહિ; હું તેને નિહાળું છું, પણ સન્‍નિધ નહિ. યાકૂબમાંથી તારો ઝબકી નીકળશે, અને ઇઝરાયલમાંથી રાજદંડ ઊભો થશે, અને મોઆબના ખૂણાઓને વીંધી નાખશે, અને શેથના સર્વ દિકરાઓનો નાશ કરશે.


ગાદ વિષે તેણે કહ્યું: “ગાદને વૃદ્ધિ પમાડનાર પુરુષ આશીર્વાદિત થાઓ; તે સિંહણની માફક રહે છે, અને ભુજને, હા, માથાના તાલકાને ફાડી નાખે છે.


ત્યારે વડીલોમાંના એકે મને કહ્યું, “તું રડ નહિ, જો યહૂદાના કુળમાંનો જે સિંહ છે, જે દાઉદનું થડ છે, તે ઓળિયું ઉઘાડવાને તથા તેની સાત મુદ્રા [તોડવાને] વિજયી થયો છે.”


Lean sinn:

Sanasan


Sanasan