Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 22:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તો હવે કૃપા કરીને આવ, આ લોકને મારે અર્થે શાપ આપ! કેમ કે તેઓ મારા કરતાં બળવાન છે. કદાચ હુમ તેઓને હારવીને તેઓને એવી રીતે મારું કે હું તેઓને દેશમાંથી હાંકી કાઢી શકું; કેમ કે હું જાણું છું કે જેને તું આશીર્વાદ આપે છે તે આશીર્વાદિત થાય છે, ને જેને તું શાપ આપે છે તે શાપિત થાય છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તેમની લશ્કરી તાક્ત અમારા કરતાં વધારે છે. તેથી કૃપા કરીને જલદી આવ અને આ લોકોને શાપ દે; કદાચ એમ હું તેમને હરાવી શકીશ અને તેમને દેશમાંથી હાંકી કાઢી શકીશ. કારણ, હું જાણું છું કે તું જેને આશિષ આપે છે તે આશીર્વાદિત થાય છે અને તું જેને શાપ દે છે તે શાપિત થાય છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 કૃપા કરીને આવ અને મારા માટે આ રાષ્ટ્રને શાપ આપ, કેમ કે તેઓ મારા કરતાં વધારે બળવાન છે. કદાચ હું આ લોકોને હુમલો કરીને એવી રીતે મારું કે તેઓને દેશમાંથી હાંકી કાઢી શકું. હું જાણું છું કે જેને તું આશીર્વાદ આપે છે તે આશીર્વાદિત થાય છે અને જેને તું શાપ આપે છે તે શાપિત થાય છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 એ લોકો અમાંરા કરતાં વધારે મજબૂત છે, તેથી કૃપા કરીને તરત આવો અને એ લોકોને શ્રાપ આપો, તો કદાચ હું એ લોકોને હરાવીને દેશમાંથી હાંકી કાઢી શકું, મને ખબર છે કે, તમે જેને આશીર્વાદ આપો છો તેઓની સાથે સારું થાય છે અને તમે જેને શ્રાપ આપો છો તેઓની સાથે ખોટું થાય છે.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 22:6
23 Iomraidhean Croise  

અને જેઓ તને આશીર્વાદ આપે તેઓને હું આશીર્વાદ આપીશ, ને જેઓ તને શાપ આપે તેઓને હું શાપ આપીશ; અને તારામાં પૃથ્વીનાં સર્વ કુટુંબ આશીર્વાદ પામશે.


લોકો તારી સેવા કરો, ને દેશજાતિઓ તારી આગળ નમો; તારા ભાઈઓનો ધણી થા, ને તારી માના દિકરા તારી આગળ નમો; જે હરેક તને શાપ આપે તે શાપિત થાય, ને જે તને આશીર્વાદ આપે તે આશીર્વાદ પામે.”


જે સંદેશવાહક મિખાયાને તેડવા ગયો હતો, તેણે મિખાયાને કહ્યું, “હવે પ્રબોધકોની વાણી સર્વાનુમતે રાજાને માટે સારું ભવિષ્ય કહે છે; તો કૃપા કરીને તમારું વચન પણ તેઓમાંના એકના વચન જેવું હોય, ને તમે પણ હિતવચન ઊચ્ચારજો.”


ત્યારે ઇઝરાયલના રાજાએ પ્રબોધકોમાંના આશરે ચાર સો જણને ભેગા કરીને તેમને પૂછ્યું, “હું યુદ્ધ કરવા માટે રામોથ-ગિલ્યાદ પર ચઢાઈ કરું કે પાછો રહું?” તેઓએ તેને કહ્યું, “ચઢાઈ કરો; કેમ કે યહોવા રામોથ-ગિલ્યાદને રાજાના હાથમાં સોપશે.”


ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “હજી એક માણસ છે કે, જેની મારફતે આપણે યહોવાને પૂછી જોઈએ. એ તો યિમ્લાનો દીકરો મિખાયા છે. પણ હું તેને ધિક્કારું છું, કેમ કે તે મારે વિષે સારું નહિ પણ માઠું ભવિષ્ય કહે છે. “યહોશાફાટે કહ્યું, “રાજાએ એમ ન બોલવું જોઈએ.”


કેમ કે તેઓ અન્‍નપાણી લઈને ઇઝરાયલપુત્રોને મળવા ન આવ્યા, પણ તેઓની વિરુદ્ધ, તેમને શાપ આપવા માટે, બલામને લાંચ આપીને તેઓએ રાખ્યો; તોપણ આપણા ઈશ્વરે તે શાપનો આશીર્વાદ કરી નાખ્યો.


તેઓ શાપ આપે, પણ તમે આશીર્વાદ આપો; તેઓ [સામા] ઊઠે ત્યારે તેઓ ફજેત થઈ જશે, પણ તમારો સેવક હર્ષ કરશે.


જેમ ભટકતી ચકલી, અથવા જેમ ઊડતું અબાબીલ પક્ષી છે, તેમ વિનાકારણ આપેલો શાપ [કોઈને માથે] ઊતરતો નથી.


જેઓને યહોવાએ મોકલ્યા નથી તેમ છતાં તેઓ કહે છે કે યહોવા આમ આમ કહે છે, તેઓને વ્યર્થતાનું તથા જૂઠા શકૂનનું દર્શન થયું છે અને તેઓએ માણસોમાં એવી આશા ઉત્પન્ન કરી છે કે તેમનું વચન ફળીભૂત થશે.


હે મારા લોકો, એ તો યાદ કરો કે મોઆબના રાજા બાલાકે શી મસલત કરી, ને બયોરના દીકરા બલામે તેને શો ઉત્તર આપ્યો. શિટ્ટીમથી ગિલ્ગાલ સુધી જે બન્યું [તે યાદ કરો]. જેથી તમે યહોવાનાં ન્યાયી કૃત્યો જાણો.”


અને ઈશ્વરે બલામને કહ્યું, “તું તેઓની સાથે જતો ના. તું તે લોકોને શાપ ન આપ. કેમ કે તેઓ આશીર્વાદિત લોક છે.”


કેમ કે હું ખચીત તને માનવંતા હોદા પર ચઢાવીશ, ને જે કંઈ તું મને કહેશે તે હું કરીશ. માટે કૃપા કરીને આવ. મારે માટે આ લોકને શાપ આપ.’”


અને બાલાકે તેને કહ્યું, “કૃપા કરીને મારી સાથે બીજે ઠેકાણે આવ કે, જ્યાંથી તું તેઓને જોઈ શકે. તું ફક્ત તેઓના સૌથી છેડા પરના ભાગને જ જોઈશ, ને તેઓ સર્વને તું નહિ જુએ. અને ત્યાંથી મારે માટે તેઓને શાપ આપ.”


અને બાલાકે બલામને કહ્યું, “ચાલ ત્યારે, હું તને બીજે ઠેકાણે લઈ જઈશ. કદાચ ઈશ્વર એવી કૃપા કરે કે ત્યાંથી તું મારે માટે તેઓને શાપ આપે.”


તે સિંહની માફક તથા સિંહણની માફક લપાઈને સૂતો; તેને કોણ ઉઠાડશે? જે તને આશીર્વાદ આપે તે સર્વ આશીર્વાદિત થાઓ, અને જે તને શાપ આપે તે સર્વ શાપિત થાઓ.”


અમે પ્રાર્થનાસ્થાને જતા હતા, ત્યારે એક જુવાન દાસી અમને મળી, તેને અગમસૂચક આત્મા વળગ્યો હતો, અને તે ભવિષ્યકથન કરીને પોતાના માલિકોને ઘણો લાભ કરતી હતી.


કારણ કે જ્યારે તમે મિસરમાંથી નીકળ્યા, ત્યારે તેઓ માર્ગમાં રોટલી તથા પાણી લઈને તમારી સામે આવ્યા નહિ. અને એને લીધે કે તેઓએ અરામ-નાહરઈમના પથોરથી બેઓરના દીકરા બલામની સાથે કરાર કરીને તને શાપ આપવા તેને બોલાવ્યો.


પછી મોઆબના રાજા સિપ્પોરના દીકરા બાલાકે ઊઠીને ઇઝરાયલની સાથે યુદ્ધ કર્યું; અને તેણે તમને શાપ આપવા માટે બયોરના દીકરા બલામને બોલાવી મંગાવ્યો;


અને તે પલિસ્તીએ દાઉદને કહ્યું, “શું હું કૂતરો છું કે લાકડી લઈને મારી સામે આવે છે?” અને તે પલિસ્તીએ પોતાના દેવોને નામે દાઉદને શાપ આપ્યો.


Lean sinn:

Sanasan


Sanasan