Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 22:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને ગધેડીએ યહોવાના દૂતને પોતાની તરવાર હાથમાં લઈને ઊભેલો જોયો. અને ગધેડી માર્ગમાંથી મરડાઈને ખેતરમાં વળી; અને બલામે ગધેડીને પાછી વાળીને રસ્તામાં લાવવાને તેને મારી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 ગધેડીએ પ્રભુના દૂતને ખુલ્લી તલવાર લઈને ઊભેલો જોયો એટલે તે માર્ગમાંથી ફંટાઈને ખેતરમાં વળી ગઈ. બલામ તેને ફટકારીને પાછી રસ્તા પર લઈ આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 ગધેડીએ યહોવાહના દૂતને રસ્તામાં પોતાની તલવાર ખેંચીને ઊભેલો જોયો. તેથી ગધેડી પોતાનો રસ્તો બદલીને ખેતરમાં વળી ગઈ. બલામ ગધેડીને મારીને ફરી પછી રસ્તા પર લઈ આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 અચાનક રસ્તાની વચ્ચે તરવાર ખેચીને ઊભેલા યહોવાના દૂતને ગધેડીએ જોયો, તેથી ગધેડીએ પોતાનો રસ્તો બદલ્યો અને ખેતરમાં વળી ગઈ. બલામ તેને માંરીને ફરી રસ્તા પર લઈ આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 22:23
11 Iomraidhean Croise  

પછી એલિશાએ પ્રાર્થના કરી, “હે યહોવા, કૃપા કરીને એની આંખો ઉઘાડ કે એ જુએ.” ત્યારે યહોવાએ તે જુવાનની આંખો ઉઘાડી. અને તેણે જોયું, તો જુઓ, એલિશાની આસપાસ અગ્નિઘોડાઓથી તથા અગ્નિરથોથી પર્વત ભરાઈ ગયો હતો.


દાઉદે ઊંચી નજર કરી તો પૃથ્વી પર તથા આકાશની વચમાં યહોવાના દૂતને ઊભેલો જોયો, ને યરુશાલેમ ઉપર તેના લંબાવેલા હાથમાં ખુલ્લી તરવાર હતી. ત્યારે દાઉદે તથા વડીલોએ ટાટ પહેરીને જમીન પર લાંબા થઈને તેને દંડવત કર્યા.


વાયુચર બગલો પણ પોતાનો નીમેલો વખત જાણે છે; હોલો, અબાબીલ તથા સારસ પોતપોતાનો આવવાનો સમય સાચવે છે. પણ મારા લોકો યહોવાનો નિયમ સમજતા નથી.


મેં દાનિયેલે એકલાએ તે સંદર્શન જોયું. કેમ કે મારી સાથેના માણસોએ એ સંદર્શન જોયું નહિ. પણ તેઓને મોટી ધ્રૂજારી‍ ચઢી આવી, ને તેઓ નાસીને સંતાઈ ગયા.


અને તે ગયો, માટે ઈશ્વરનો કોપ સળગી ઊઠ્યો; અને તેની સામે થવાને માટે યહોવાનો દૂત રસ્તામાં ઊભો રહ્યો. તે તો પોતાની ગધેડી પર બેઠેલો હતો, ને તેની સાથે તેના બે ચાકર હતા.


અને યહોવાનો દૂત દ્રાક્ષાવાડીઓની વચમાંના ઊંડા રસ્તામાં ઊભો રહ્યો, આ તરફ ભેખડ, તેમ તે તરફ પણ ભેખડ હતી.


મારી સાથે જેઓ હતા તેઓએ તે પ્રકાશ જોયો તો ખરો, પણ મારી સાથે બોલનારની વાણી તેઓના સાંભળવામાં આવી નહિ.


અને યહોશુઆ યરીખો પાસે ઊભો હતો ત્યારે એમ થયું કે, તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ, તેની સામે એક પુરુષ ઊભો રહેલો હતો, ને તેના હાથમાં તાણેલી તરવાર હતી. અને યહોશુઆએ તેની પાસે જઈને તેને પૂછ્યું, “તું અમારી બાજુનો છે કે, અમારા શત્રુઓની બાજુનો?”


પણ તેને પોતાના અધર્મને લીધે ઠપકો આપવામાં આવ્યો. મૂંગા ગધેડાએ માણસની વાણીથી પ્રબોધકની ઘેલછાને અટકાવી.


તેઓને અફસોસ! કેમ કે તેઓ કાઈનને માર્ગે ચાલ્યા, તેમ જ દ્રવ્યલાલસાને માટે બલામની ભૂલમાં ઘસી ગયા, અને કોરાના બંડમાં નાશ પામ્યા.


Lean sinn:

Sanasan


Sanasan