Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 22:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને ઈશ્વરે બલામને કહ્યું, “તું તેઓની સાથે જતો ના. તું તે લોકોને શાપ ન આપ. કેમ કે તેઓ આશીર્વાદિત લોક છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 ઈશ્વરે બલામને કહ્યું, “આ લોકો સાથે તું જઈશ નહિ અને ઇઝરાયલીઓને શાપ આપીશ નહિ. કારણ, મેં તેમને આશીર્વાદિત કરેલા છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ઈશ્વરે બલામને કહ્યું, “તારે તે માણસો સાથે જવું નહિ. તારે ઇઝરાયલ લોકોને શાપ આપવો નહિ કેમ કે તેઓ આશીર્વાદિત છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 દેવે બલામને કહ્યું, “તારે એમની સાથે જવાનું નથી કે તે લોકોને શ્રાપ આપવાનો નથી, કારણ કે મેં તેઓને આશીર્વાદ આપેલા છે.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 22:12
27 Iomraidhean Croise  

અને હું તારામાંથી એક મોટી કોમ ઉત્પન્‍ન કરીશ, ને તને આશીર્વાદ આપીશ, ને તારું નામ મોટું કરીશ; અને તું આશીર્વાદરૂપ થશે:


સાદોકના કુટુંબના મુખ્ય યાજક અઝાર્યાએ તેને ઉત્તર આપ્યો, “યહોવાના મંદિરમાં [લોકો] અર્પણો લાવવા લાગ્યા ત્યારથી અમે ધરાઈને ખાધું છે, અને વળી પુષ્કળ વધીપડ્યું છે; કેમ કે યહોવાએ પોતાના લોકને આશીર્વાદ આપ્યો છે અને જે વધી પડેલું છે તેનો આ મોટો સંગ્રહ છે.”


જે લોકો આવા હોય છે તેઓ સુખી હોય છે; જેઓના ઈશ્વર યહોવા છે તેઓને ધન્ય છે.


જેની સહાય યાકૂબનો ઈશ્વર છે, જેની આશા પોતાના ઈશ્વર યહોવા પર છે, તેને ધન્ય છે.


તેમનાં સંતાન વિદેશીઓમાં, ને તેમની સંતતિ લોકોમાં ઓળખાશે; જેઓ તેમને જોશે તેઓ સર્વ કબૂલ કરશે કે, જે સંતાનને યહોવાએ આશીર્વાદ આપેલો છે તે તેઓ છે.


હે મારા લોકો, એ તો યાદ કરો કે મોઆબના રાજા બાલાકે શી મસલત કરી, ને બયોરના દીકરા બલામે તેને શો ઉત્તર આપ્યો. શિટ્ટીમથી ગિલ્ગાલ સુધી જે બન્યું [તે યાદ કરો]. જેથી તમે યહોવાનાં ન્યાયી કૃત્યો જાણો.”


‘જો, જે પ્રજા મિસરમાંથી નીકળી આવી છે તેણે પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે. હવે આવીને મારે માટે તેઓને શાપ આપ. કદાચ હું તેઓની સાથે યુદ્ધ કરીને તેઓને હાંકી કાઢી શકું, ’”


અને બલામે સવારે ઊઠીને બાલાકના આગેવાનોને કહ્યું, “તમારા દેશમાં પાછા જાઓ; કેમ કે મને તમારી સાથે આવવાને યહોવા ના કહે છે.”


તો હવે કૃપા કરીને આવ, આ લોકને મારે અર્થે શાપ આપ! કેમ કે તેઓ મારા કરતાં બળવાન છે. કદાચ હુમ તેઓને હારવીને તેઓને એવી રીતે મારું કે હું તેઓને દેશમાંથી હાંકી કાઢી શકું; કેમ કે હું જાણું છું કે જેને તું આશીર્વાદ આપે છે તે આશીર્વાદિત થાય છે, ને જેને તું શાપ આપે છે તે શાપિત થાય છે.”


યાકૂબ પર નિશ્ચે કંઈ મંત્ર નહિ ચાલે, અને ઇઝરાયલ પર કંઈ શકુન નહિ ચાલે. હવે યાકૂબ તથા ઇઝરાયલ વિષે કહેવાશે, કે ઈશ્વરે કેવું કર્યું છે!


અને બલામે બાલાકને કહ્યું, “તારા દહનીયાર્પણની પાસે ઊભો રહે, ને હું જાઉં. કદાચ યહોવા મને મળવા આવશે; અને જે વાત તે મને કહેશે તે હું તને કહીશ.” અને તે એક ઉજ્જડ ટેકરી પર ગયો.


જેને ઈશ્વરે શાપ આપ્યો નથી તેને હું શાપ કેમ આપું? ને જેને યહોવાએ તુચ્છકાર્યો નથી તેને હું કેમ તુચ્છકારું?


તે સિંહની માફક તથા સિંહણની માફક લપાઈને સૂતો; તેને કોણ ઉઠાડશે? જે તને આશીર્વાદ આપે તે સર્વ આશીર્વાદિત થાઓ, અને જે તને શાપ આપે તે સર્વ શાપિત થાઓ.”


અને ન્યાયાસન પર તે બેઠો હતો, ત્યારે તેની સ્‍ત્રીએ તેને કહેવડાવી મોકલ્યું કે, તે ન્યાયીને તમે કંઈ કરતા ના, કેમ કે આજે મને સ્વપ્નમાં તેમને લીધે ઘણું દુ:ખ થયું છે.”


કેમ કે ઈશ્વરનાં કૃપાદાન તથા તેડું રદ જાય એવાં નથી.


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા સ્તુત્ય હો, તેમણે સ્વર્ગીય [સ્થાનો] માં દરેક આત્મિક આશીર્વાદથી આપણને ખ્રિસ્તમાં આશીર્વાદિત કર્યાં છે;


કેમ કે યહોવા તારા ઈશ્વરે તારા હાથનાં સર્વ કામ પર આશીર્વાદ આપ્યો છે. આ મોટા અરણ્યમાં તારું ચાલવું તેણે જાણ્યું છે. આ ચાળીસ વર્ષ સુધી યહોવા તારા ઈશ્વર તારી સાથે રહ્યા છે. તને કશાની ખોટ પડી નથી.


તોપણ યહોવા તારા ઈશ્વરે બલામનું સાંભળવા ચાહ્યું નહિ; પણ યહોવા તારા ઈશ્વરે તારે માટે શાપને બદલીને આશીર્વાદ આપ્યો, કેમ કે યહોવા તારા ઈશ્વર તારા પર પ્રેમ રાખતા હતા.


તું અંદર આવતાં તેમજ બહાર જતાં આશીર્વાદિત થશે.


હે ઇઝરાયલ, તને ધન્ય છે; યહોવા જે તારી સાહ્યની ઢાલ તથા તારી ઉત્તમતાની તરવાર, તેનાથી તારણ પામેલી તારા જેવી પ્રજા બીજી કઈ છે! અને તારા શત્રુઓ તારે તાબે થશે; અને તું તેઓનાં ઉચ્ચસ્થાનો ખૂંદી નાખશે.”


સર્વ લોકો કરતાં તું આશીર્વાદિત થશે. તમારી મધ્યે અથવા તમારાં ઢોર મધ્યે નર કે નારી વાંઝિયાં રહેશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan