Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 21:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને લોકોએ મૂસાની પાસે આવીને કહ્યું, “અમે પાપ કર્યું છે, કેમ કે અમે યહોવાની તથા તારી વિરુદ્ધ બોલ્યા છીએ. યહોવાની પ્રાર્થના કર કે, તે અમારી પાસેથી સર્પોને દૂર કરે.” અને મૂસાએ લોકોને માટે પ્રાર્થના કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 એટલે લોકો મોશે પાસે આવ્યા અને કહ્યું, “પ્રભુની વિરૂધ અને તમારી વિરુધ બોલીને અમે પાપ કર્યું છે. તમે અમારે માટે પ્રભુને પ્રાર્થના કરો કે પ્રભુ અમને આ સાપોથી બચાવી લે,” તેથી મોશેએ લોકોને માટે પ્રાર્થના કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેથી લોકોએ મૂસા પાસે આવીને કહ્યું, “અમે પાપ કર્યું છે કેમ કે અમે તારી અને યહોવાહની વિરુદ્ધ બોલ્યા છીએ. યહોવાહને પ્રાર્થના કર કે તેઓ અમારી મધ્યેથી સાપો દૂર કરે.” તેથી મૂસાએ લોકો માટે પ્રાર્થના કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તેથી લોકો મૂસા પાસે આવ્યા અને કહેવા લાગ્યા, “અમે યહોવાની અને તારી વિરુદ્ધ બોલીને પાપ કર્યુ છે, તું અમને આ સર્પોથી છોડાવવા માંટે યહોવાને પ્રાર્થના કર.” તેથી મૂસાએ લોકો માંટે પ્રાર્થના કરી.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 21:7
30 Iomraidhean Croise  

ઇબ્રાહિમે ઈશ્વરની પ્રાર્થના કરી; અને ઈશ્વરે અબીમેલેખને તથા તેની પત્નીને તથા તેની પત્નીને તથા તેની દાસીઓને સાજાં કર્યાં. અને તેઓને છોકરાં થયાં.


માટે હવે તું તે માણસની પત્ની તેને પાછી આપ; કેમ કે તે પ્રબોધક છે, ને તારે માટે તે પ્રાર્થના કરશે, ને તું જીવશે. પણ જો તું તેને પાછી નહિ આપે, તો તું તારા સર્વ લોક સહિત નિશ્વય મરેલો જાણજે.”


રાજાએ ઈશ્વરભક્તને ઉત્તર આપીને કહ્યું, “તારા ઈશ્વર યહોવાની કૃપા માટે આજીજી કરીને મારે માટે પ્રાર્થના કર કે, મારો હાથ ફરીથી સાજો થાય.” અને ઈશ્વરભક્તે યહોવાની આજીજી કરી, એટલે રાજાનો હાથ સાજો થઇને અગાઉના જેવો થઈ ગયો.


યહોઆહાઝે યહોવાને વિનંતી કરી, ને યહોવાએ તેનું સાંભળ્યું; કેમ કે અરામનો રાજા ઇઝરાયલ પર કેવો જુલમ કરતો હતો, તે તેમણે જોયું.


જ્યારે અયૂબે પોતાના મિત્રોને માટે પ્રાર્થના કરી, ત્યારે યહોવાએ તેની દુર્દશા ફેરવી નાખી. અને અગાઉ હતું તે કરતાં યહોવાએ અયૂબને બમણુ આપ્યું.


તેથી તમારે માટે સાત ગોધા અને સાત ઘેટા લો, અને મારા સેવક અયૂબ પાસે જઈને પોતાને માટે દહનીયાર્પણ ચઢાવો. મારો સેવક અયૂબ તમારે માટે પ્રાર્થના કરશે. તેને સ્વીકારીને હું તમારી મૂર્ખાઈ પ્રમાણે તમારી વલે નહિ કરું. મારો સેવક અયૂબ બોલ્યો છે તેમ મારે વિષે જે ખરું છે તે તમે બોલ્યા નથી.


માટે તેમણે તેઓનો સંહાર કરવાને કહ્યું; પણ તેઓનો સંહાર કરવાને થયેલા આ કોપને શમાવવાને તેમનો પસંદ કરેલો મૂસા વચ્ચે પડ્યો, અને પ્રભુની સમક્ષ આવીને ઊભો રહ્યો.


તેમણે તેઓને માર્યા ત્યારે જ તેઓએ તેમને શોધ્યા; તેઓ પાછા વળ્યા, અને આતુરતાથી ઈશ્વરને શરણે આવ્યા.


એ માટે ફક્ત આટલો જ વખત મારા અપરાધની ક્ષમા કરીને તમારા ઈશ્વર યહોવાની વિનંતી કરો કે તે માત્ર આ મરો મારાથી દૂર કરે.”


અને મૂસાએ પોતાના ઈશ્વર યહોવાની વિનંતી કરીને કહ્યું, “હે યહોવા, તમારા જે લોકોને તમે મોટા પરાક્રમ વડે તથા બળવાન હાથે મિસર દેશમાંથી કાઢી લાવ્યા છો, તેઓની વિરુદ્ધ તમારો કોપ કેમ તપી ઊઠે છે?


અને બીજે દિવસે એમ થયું કે મૂસાએ લોકોને કહ્યું, “તમે મોટું પાપ કર્યું છે, મે પોતાને માટે સોનાનો દેવ બનાવ્યો છે.


અને ફારુને કહ્યું, “હું તમને તમારા ઈશ્વર યહોવાની આગળ અરણ્યમાં યજ્ઞ કરવા માટે જવા દઈશ. ફકત તમારે ઘણે દૂર જવું નહિ; મારે માટે વિનંતી કરો.”


અને તે દેડકાં તારા ઉપર તથા પ્રજા ઉપર તથા તારા સર્વ સવકો ઉપર ચઢી આવશે.”


ત્યારે ફારુને મૂસાને તથા હારુનને બોલાવીને કહ્યું, “તમે યહોવાની વિનંતી કરો કે તે મારી પાસેથી તથા મારી પ્રજા પાસેથી દેડકાંને દૂર કરે. અને હું લોકોને યહોવા માટે યજ્ઞ કરવાને જવા દઈશ.”


હે યહોવા, સંકટસમયે તેઓ તમારી તરફ ફર્યા છે, તમારી શિક્ષા તેઓને લાગી ત્યારે તેઓએ [તમારી] પ્રાર્થના કરી છે.


પછી યહોવાએ મને કહ્યું, “જો મૂસા તથા શમુએલ મારી આગળ ઊભા રહેત, તોપણ મારું મન આ લોકોની તરફ થાત નહિ. મારી આગળથી તેઓને કાઢી મૂક, તેઓ દૂર જતા રહે.


સિદકિયા રાજાએ શેલેમ્યાના પુત્ર યહૂકાલને તથા માસેયાના પુત્ર સફાન્યા યાજકને યર્મિયા પ્રબોધકની પાસે મોકલીને તેઓની મારફત કહેવડાવ્યું, “તું અમારે માટે આપણા ઈશ્વર યહોવાને વિનંતી કર.”


તેઓ પોતાનો ગુનો કબૂલ કરીને મારું મુખ શોધશે ત્યાં સુધી હું દૂર જઈને મારે પોતાને સ્થળે પાછો જઈશ; પોતાના સંકટને સમયે તેઓ મને આતુરતાથી શોધશે.


અને લોકોએ મૂસાની પ્રત્યે પોકાર કર્યો, અને જ્યારે મૂસાએ યહોવાની પ્રાર્થના કરી ત્યારે અગ્નિ હોલવાઈ ગયો.


કહ્યું, “નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે.” ત્યારે તેઓએ તેને કહ્યું, “તેમાં અમારે શું? તે તું જાણે.”


ત્યારે સિમોને ઉત્તર આપ્યો, “તમારી કહેલી વાતોમાંની કોઈ પણ મારા પર ન આવે માટે તમે મારે માટે પ્રભુને વિનંતી કરો.”


ભાઈઓ, [ઇઝરાયલ તારણ પામે] એવી મારા અંત:કરણની ઇચ્છા તથા ઇશ્વર પ્રત્યે મારી પ્રાર્થના છે.


અને યહોવા હારુન પર પણ એટલા બધા કોપ્યા કે તેમણે તેનો નાશ કરી નાખ્યો હોત, અને તે જ વખતે મેં હારુનને માટે પણ પ્રાર્થના કરી.


તમે નીરોગી થાઓ માટે તમારાં પાપ એકબીજાની આગળ કબૂલ કરો, અને એકબીજાને માટે પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે.


ત્યારે શાઉલે શમુએલને કહ્યું, “મેં પાપ કર્યું છે, કેમ કે મેં યહોવાની આજ્ઞાનું તથા તમારાં વચનનું ઉલ્‍લંઘન કર્યું છે; કારણ કે લોકોથી બીને મેં તેઓનું કહ્યું, માન્યું.


ત્યારે શાઉલે કહ્યું, “મેં પાપ તો કર્યું છે, તોપણ કૃપા કરીને હાલ મારા લોકોના વડીલોની આગળ તથા ઇઝરાયલની આગળ મારું માન રાખો, ને તમારા ઈશ્વર યહોવાનું હું ભજન કરું, માટે મારી સાથે પાછા આવો.”


Lean sinn:

Sanasan


Sanasan