Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 21:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને તેઓ હોર પર્વતથી સૂફ સમુદ્રને માર્ગે, અદોમ દેશની હદની બહાર રહીને ચકરાવો ખાઈને ચાલ્યા. અને રસ્તા [ની લંબાઈ] ના કારણથી લોકોનો જીવ બહુ અધીરો થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 ઇઝરાયલીઓ હોર પર્વતથી સૂફ સમુદ્રે જતા માર્ગે ચાલી નીકળ્યા કે જેથી તેઓ અદોમની સરહદની બહાર થઈને જઈ શકે. રસ્તો લાંબો હોવાથી લોકોની ધીરજ ખૂટી ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેઓ હોર પર્વત તરફથી રાતા સમુદ્રને રસ્તે થઈને અદોમ દેશની ફરતે આગળ ગયા. રસ્તામાં લોકોનાં હૃદય ઘણાં નાહિંમત થઈ ગયાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 ઇસ્રાએલીઓ હોર પર્વત પાછા ફર્યા, ત્યાંથી તેઓ દક્ષિણ તરફ રાતા સમુદ્રને રસ્તે થઈને અદોમ દેશ ફરતાં આગળ ગયા; હવે લોકોની ધીરજ ખૂટી ગઈ હતી.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 21:4
14 Iomraidhean Croise  

યહોશાફાટે પૂછ્યું, “આપણે કયે માર્ગે ચઢાઈ કરીશું?” યહોરામે ઉત્તર આપ્યો, “અદોમના અરણ્યને માર્ગે.”


અને મૂસાએ ઇઝરાયલીઓને એમ કહ્યું; પણ મનની વેદના તથા ઘાતકી ગુલામીના કારણથી તેઓએ મૂસાનું ગણકાયું નહિ.


અમાલેકીઓ તથા કનાનીઓ તો મેદાનમાં રહે છે. કાલે તમે પાછા ફરો, ને સૂફ સમુદ્રને માર્ગે અરણ્યમાં જાઓ.”


અને જેમ યહોવાએ આજ્ઞા આપી હતી, તેમ મૂસાએ કર્યું. અને આખી પ્રજાના જોતાં તેઓ હોર પર્વત પર ચઢ્યા.


અને ઇઝરાયલીઓને યહોવાએ જે દેશ આપ્યો છે તેમાં પેસવા વિષે તમે તેઓનું મન કેમ નિરાશ કરી નાખો છો?


કેમ કે જ્યારે તેઓએ એશ્કોલના નીચાણમાં જઈને તે દેશ જોયો ત્યારે તેઓએ ઇઝરાયલી લોકોનું મન નિરાશ કરી નાખ્યું, એ માટે કે યહોવાએ તેમને જે દેશ આપ્યો હતો તેમાં તેઓ જાય નહિ.”


અને હોર પર્વતથી નીકળીને તેઓએ સાલ્મોનામાં છાવણી કરી.


તેઓએ શિષ્યોનાં મન દઢ કરતાં તેઓને વિશ્વાસમાં ટકી રહેવાને સુબોધ કર્યો, અને [કહ્યું કે,] “આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવું પડે છે.”


પણ તમે તો પાછા ફરો, ને અરણ્યમાં સૂફ સમુદ્રને રસ્તે થઈને ચાલો.


ત્યાર પછી યહોવાએ મને કહ્યું હતું તે પ્રમાણે આપણે પાછા ફરીને સૂફ સમુદ્રને રસ્તેથી અરણ્યમાં ચાલ્યા. અને આપણે ઘણા દિવસ સુધી સેઈર પર્વતની આસપાસ ફરતા રહ્યા.


ત્યાર પછી અરણ્યમાં થઈને તેઓ ચાલ્યા, ને અદોમ દેશ તથા મોઆબ દેશની સરહદ ઉપર ચકરાવો ખાઈને, મોઆબ દેશની પૂર્વ બાજુએ ફરી આવીને, આર્નોનની પેલે પાર તેઓએ છાવણી કરી; પણ તેઓ મોઆબની સરહદની અંદર આવ્યા નહોતા, કેમ કે મોઆબની સરહદ આર્નોન હતું.


Lean sinn:

Sanasan


Sanasan