Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 21:34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 અને યહોવાએ મૂસાને કહ્યું, “તેનાથી બીતો ના; કેમ કે મેં તેને તથા તેના સર્વ લોકને તથા તેના દેશને તારા હાથમાં સોંપ્યાં છે. અને તેં હેશ્બોનમાં રહેનાર અમોરીઓના રાજા સીહોનને કર્યું, તેમ તું તેને કર.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

34 પણ પ્રભુએ મોશેને કહ્યું, “તેનાથી બીશ નહિ. કારણ, મેં તેને, તેના બધા લોકોને અને તેના દેશને તમારા હાથમાં સોંપી દીધા છે. તું હેશ્બોનમાં રાજ કરતા અમોરીઓના રાજા સિહોનના જેવી તેમની દશા પણ કર.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 યહોવાહે મૂસાને કહ્યું, “તેનાથી બીતો નહિ, કેમ કે મેં તને તેના પર, તેના આખા સૈન્ય પર અને તેના દેશ પર વિજય આપ્યો છે. હેશ્બોનમાં રહેતા અમોરીઓના રાજા સીહોનની સાથે જેવું તેં કર્યું તેવું જ તેની સાથે કરજે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 યહોવાએ મૂસાને કહ્યું, “એનાથી ડરતો નહિ, કારણ કે મેં તેને, એની પ્રજાને અને તેના દેશને તમાંરા હાથમાં સોંપી દીધાં છે. હેશ્બોનમાં રહેતાં અમોરીઓના રાજા સીહોનની જેવી હાલત કરી, તેવી જ હાલત તમે તેની કરજો.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 21:34
24 Iomraidhean Croise  

અને યહોવાએ તેને કહ્યું, “ચઢાઈ કર, કેમ કે હું નક્‍કી પલિસ્તીઓને તારા હાથમાં સોંપી દઈશ.


અને જુઓ, એક પ્રબોધકે ઇઝરાયલના રાજા આહાબ પાસે આવીને કહ્યું, “યહોવા એમ કહે છે, ‘આ બધી મોટી મેદની તેં જોઈ? જો, હું આજે તેને તારા હાથમાં સોંપી દઈશ; અને તું જાણશે કે હું યહોવા છું, ‘”


અને એક ઈશ્વરભકતે પાસે આવીને ઇઝરાયલના રાજાને કહ્યું, “યહોવા એમ કહે છે કે, અરામીઓએ કહ્યું છે કે, યહોવા તો પર્વતોનો દેવ છે, પણ તે મેદાનનો દેવ નથી; એ માટે હું આ આખો મોટો સમુદાય તારા હાથમાં સોંપીશ, ને તમે જાણશો કે હું જ યહોવા છું.”


અને આ તો યહોવાની‍ ર્દષ્ટિમાં ફક્ત જૂજ જેવું છે; વળી તે મોઆબીઓને પણ તમારા હાથમાં સોંપી દેશે.


કેમ કે હું યહોવા તારો ઈશ્વર તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું કે, તું બીશ નહિ; હું તને સહાય કરીશ.


ફક્ત યહોવાની વિરુદ્ધ તમે બંડ ન કરો, તેમ જ દેશના લોકોથી તમે ડરી જશો નહિ; કેમ કે તેઓ તો આપણો કોળિયો છે. તેઓનો આશ્રય તેઓની પાસેથી જતો રહ્યો છે, ને યહોવા આપણી સાથે છે. તેઓથી ડરશો નહિ.”


એટલે ઇઝારયલ પ્રજાની આગળ જે દેશ યહોવાએ માર્યો, તે દેશ ઢોરને માટે અનુકૂળ છે, ને તારા દાસોની પાસે ઢોર છે.”


પણ હેશ્બોનના રાજા સિહોને પોતાના [દેશ] માં થઈને આપણને જવા દેવાની ના પાડી. કેમ કે યહોવા તારા ઈશ્વરે તેનું મન કઠણ કર્યું હતું, ને તેનું હ્રદય હઠીલું કર્યું હતું કે, તે તેને તારા હાથમાં સોંપે, જેમ આજ છે તેમ.


અને તેઓને કહે કે, હે ઇઝરાયલ, સાંભળો, આજે તમે તમારા શત્રુઓની સામે યુદ્ધ કરવાને આવ્યા છો. તો તમે નાહિમ્મત ન થાઓ. બીહો નહિ, ને ધ્રૂજો નહિ, તેમજ તેઓથી ભયભીત ન થાઓ;


ત્યાર પછી આપણે વળીને બાશાનના રસ્તે આગળ ચાલ્યા. અને બાશાનનો રાજા ઓગ પોતે તથા તેના સર્વ લોકો એડ્રેઈ આગળ આપણી સામે યુદ્ધ કરવા માટે નીકળી આવ્યા.


[કેમ કે રફાઈઓમાંના બચેલામાંથી બાશાનનો રાજા ઓગ એકલો જ જીવતો રહ્યો હતો. જુઓ, તેનો પલંગ લોઢાનો પલંગ હતો. શું તે આમ્મોનપુત્રોના રાબ્બામાં નથી? મનુષ્યના હાથના માપ પ્રમાણે તેની લંબાઈ નવ હાથ તથા તેની પહોળાઈ ચાર હાથ હતી.]


બળવાન તથા હિમ્મતવાન થાઓ, બીહો નહિ, ને તેઓથી ભયભીત ન થાઓ; કેમ કે જે તારી સાથે જાય છે તે તો યહોવા તારા ઈશ્વર છે. તને તે છોડી દેશે નહિ ને તને તજી દેશે નહિ.”


જો તું તારા મનમાં એમ ધારે કે આ પ્રજા મારા કરતાં મોટી છે; હું કેવી રીતે તેઓનું વતન તેમની પાસેથી છીનવી લઈ શકું?


તો પણ તું તેઓથી બીશ નહિ. યહોવા તારા ઈશ્વરે ફારુન પર તથા આખા મિસર પર જે વિતાડ્યું તે તારે સારી રીતે યાદ રાખવું.


તું તેઓને જોઈને ગભરાઈશ નહિ; કેમ કે યહોવા તારા ઈશ્વર તારી મધ્યે છે, તે મહાન તથા ભયંકર ઈશ્વર [છે].


અને તે તેઓના રાજાઓને તારા હાથમાં સોંપી દેશે, ને તું તેઓનું નામ આકાશ નીચેથી નાશ કરશે; ને તું તેઓનો વિનાશ કરી રહેશે નહિ ત્યાં સુધી કોઈ માણસ તારી આગળ ટકી શકશે નહિ.


અને યહોશુઆએ તેઓને કહ્યું, “બીહો નહિ, તથા ગભરાઓ નહિ; બળવાન થાઓ ને હિમ્મત રાખો; કેમે કે જે જે શત્રુઓ સાથે તમે લડશો તે સર્વને યહોવા એમ જ કરશે.”


અને યહોવાએ યહોશુઆને કહ્યું, “તેઓથી બીશ નહિ; કેમ કે મેં તેઓને તારા હાથમાં સોંપ્યા છે. તેઓમાંનો એકે તારી સામે ટકી શકનાર નથી.”


અને તમે સંતાવવાની જગાએથી ઊઠીને નગરને કબજે કરજો. કેમ કે તમારા ઈશ્વર યહોવા તમાર હાથમાં તે આપશે.


અને યિફતાએ યહોવાની આગળ પ્રતિજ્ઞા લઈને કહ્યું, “જો તમે આમ્મોનપુત્રોને મારા હાથમાં જરૂર સોંપો,


પછી દાઉદે બીજી વાર પણ યહોવાની સલાહ પૂછી. અને યહોવાએ તેને ઉત્તર આપ્યો, “ઊઠીને કઈલા પર ચઢાઈ કર; કેમ કે હું પલિસ્તીઓને તારા હાથમાં સોંપી દઈશ.”


Lean sinn:

Sanasan


Sanasan