Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 20:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું, “મારા પર વિશ્વાસ ન કરતાં ઇઝરાયલી લોકોની દષ્ટિમાં તમે મને પવિત્ર મનાવ્યો નહિ, માટે જે દેશ મેં આ મંડળીને આપ્યો છે, તેમાં તમે તેઓને પહોંચાડશો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 પણ પ્રભુએ મોશે અને આરોનને ઠપકો આપ્યો, “તમે મારા પર વિશ્વાસ કર્યો નથી અને ઇઝરાયલી લોકો સમક્ષ મારી પવિત્રતાનું સન્માન કર્યું નહિ. તેથી આ લોકોને જે દેશ આપવાનું મેં વચન આપ્યું હતું, તેમાં તમે તેમને લઈ જઈ શકશો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પછી યહોવાહે મૂસાને અને હારુનને કહ્યું, કેમ કે તમે મારા પર ભરોસો ન કર્યો, કે ઇઝરાયલ લોકોની દ્રષ્ટિમાં મને પવિત્ર મનાવ્યો નહિ, માટે જે દેશ મેં આ સભાને આપ્યો છે તેમાં તમે તેઓને પહોંચાડશો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 પણ યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું, “બધા ઇસ્રાએલીઓ સમક્ષ તમે તમાંરું માંરા પ્રત્યે સન્માંન બતાવ્યું નહિ. તમે તેઓને બતાવ્યું નહિ કે પાણી કાઢવાની શક્તિ માંરામાંથી આવી હતી તેઓને તમે બતાવ્યું નહિ કે તમે માંરામાં વિશ્વાસ કર્યો હતો તેથી મેં તેઓને જે ભૂમિ આપવાનું વચન આપ્યું હતું ત્યાં તમે તે લોકોને લઈ જશો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 20:12
26 Iomraidhean Croise  

તેઓ સવારમાં વહેલા ઊઠીને અકોઆના અરણ્યમાં ગયા. તેઓ ચાલતા હતા તે દરમ્યાન યહોશાફાટે ઊભા રહીને કહ્યું, “હે યહૂદિયા તથા યરુશાલેમનાં રહેવાસીઓ, મારું સાંભળો. તમારા ઈશ્વર યહોવા પર વિશ્વાસ રાખો, ને તમે સ્થિર થશો; તેમના પ્રબોધકોનું માનો ને તમે આબાદ થશો.”


મરીબાના પાણીના સંબંધમાં પણ તેઓએ ઈશ્વરને ખીજવ્યા, કેમ કે તેઓએ તેમના આત્માની વિરુદ્ધ બંડ ઉઠાવ્યું;


હે યહોવા, અમારા ઈશ્વર, તમે તેઓને ઉત્તર આપ્યો; જો કે તમે તેઓનાં કામનો બદલો વાળ્યો, તોપણ તેઓને ક્ષમા કરનાર ઈશ્વર તો તમે હતા.


વળી એફ્રાઈમનું શિર સમરુન છે, ને સમરુનનું શિર રમાલ્યાનો દીકરો છે. જો તમે વિશ્વાસ રાખશો નહિ તો તમે સ્થિર થશો નહિ.”


સૈન્યોના [ઈશ્વર] યહોવાને પવિત્ર માનો; અને તેમનાથી બીઓ તથા તેમનાથી ડરો.


હું તમને [બીજી] ‍ પ્રજાઓમાંથી કાઢી લાવીશ, ને જે દેશોમાં તમે વિખેરાઈ ગયા છોતેઓમાંથી તમને ભેગા કરીશ, ત્યારે હું તમને સુવાસની જેમ સ્વીકારીશ.અને વિદેશીઓના દેખતા હું તમારામાં પવિત્ર મનાઈશ.


અન્ય પ્રજાઓમાં તમે મારા મહાન નામને બટ્ટો લગાડ્યો છે, તેને હું પવિત્ર મનાવીશ. અને પ્રભુ યહોવા કહે છે કે, જ્યારે હું તે પ્રજાઓની નજર આગળ તમારામાં પવિત્ર મનાઈશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.


પ્રભુ યહોવા કહે છે કે, તે દિવસે તારા મનમાં કેટલીક વાતો ના વિચાર આવશે, ને તું દુષ્ટ યોજના તજીને


અને મૂસાએ હારુનને કહ્યું, “યહોવાએ જે ફરમાવ્યું છે તે આ છે કે, જેઓ મારી પાસે આવે તેઓ મધ્યે હું પવિત્ર મનાઉં ને હું સર્વ લોકોની આગળ ગૌરવવાન મનાઉં.” અને હારુન છાનો રહ્યો.


અને જો તમે મારી સાથે એ પ્રમાણે વર્તો, ત્યારે તો, જો હું તમારી દષ્ટિમાં કૃપા પામ્યો હોઉં, તો મને મારી નાખો કે, મને મારું દુ:ખ જોવું ન પડે.”


હારુન પોતાના પૂર્વજોની સાથે મળી જશે; કારણ કે જે દેશ મેં ઇઝરાલી લોકોને આપ્યો છે તેમાં તે જવા પામશે નહિ, કેમ કે તમે મરીબાનાં પાણી પાસે મારા વચન વિરુદ્ધ બંડ કર્યું,


કેમ કે સીનના અરણ્યમાં પ્રજાના ઝઘડામાં, પાણીની પાસે (એટલે સીનના અરણ્યમાંના કાદેશમાં મરીબાનાં પાણી પાસે) તેઓની આગળ મને પવિત્ર માનવા વિષે મારી આજ્ઞાની વિરુદ્ધ તમે ફિતૂર કર્યું.”


ત્યારે ઈસુએ તેને કહ્યું, “ઓ અવિશ્વાસી તથા આડી પેઢી, ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહીશ? તેને મારી પાસે અહીં લાવો.”


ત્યારે તેમણે તેઓને કહ્યું “તમારા અવિશ્વાસને લીધે, કેમ કે હું તમને ખચીત કહું છું કે, તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે, તું અહીંથી ત્યાં ખસી જા, ’ ને તે ખસી જશે, અને તમને કંઈ અશક્ય થશે નહિ. [


અને જો, એ વાત બનશે તે દિવસ સુધી તું મૂંગો રહેશે ને બોલી શકશે નહિ, કેમ કે મારી વાતો જે ઠરાવેલે સમયે પૂરી થશે તેઓનો વિશ્વાસ તેં કર્યો નહિ.”


જેણે વિશ્વાસ કર્યો તેને ધન્ય છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂરી થશે.”


કેમ કે નિયમશાસ્‍ત્ર મૂસાની મારફતે આપવામાં આવ્યું; પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે આવી.


હા, ઈશ્વરનું વચન ધ્યાનમાં રાખીને, તેણે અવિશ્વાસથી સંદેહ આણ્યો નહિ, પણ ઈશ્વરને મહિમા આપીને,


વળી તમારે લીધે મારા પર પણ યહોવાએ કોપાયમાન થઈને કહ્યું કે, ‘તું પણ તેમાં પ્રવેશ કરશે નહિ.


અને યહોવાએ તેને કહ્યું, “જે દેશ વિષે મેં ઇબ્રાહિમ તથા ઇસહાક તથા યાકૂબની આગળ પ્રતિજ્ઞા લઈને કહ્યું કે, તારા સંતાનને હું તે આપીશ તે આ છે: તે મેં નજરોનજર તને દેખાડ્યો છે; પણ તું ત્યાં પેલી બાજુ જવા નહિ પામે.”


વળી યહોવા તમારે લીધે મારા પર કોપાયમાન થયા, ને તેમણે એવી પ્રતિજ્ઞા લીધી, કે તું યર્દનની પેલી બાજુ જવા પામશે નહિ ને યહોવા તારા ઈશ્વર જે ઉત્તમ દેશનો વારસો તને આપે છે, તેમાં તું પ્રવેશ કરશે નહિ.


“મારો સેવક મૂસા મરી ગયો છે; માટે હવે તું તથા આ સર્વ લોક ઊઠો, ને જે દેશ હું તેઓને, એટલે ઇઝરાયલ પ્રજાને, આપું છું તેમાં આ યર્દન ઊતરીને જાઓ.


પણ ખ્રિસ્તને તમારા પ્રભુ તરીકે તમારાં અંત:કરણમાં પવિત્ર માનો. અને જે આશા તમે રાખો છો તેનો ખુલાસો જો કોઈ માગે તો તેને નમ્રતાથી તથા સત્યતાથી પ્રત્યુત્તર આપવાને સદા તૈયાર રહો.


Lean sinn:

Sanasan


Sanasan