Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 20:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને મૂસાએ પોતાનો હાથ ઉપાડીને ખડકને બે વાર પોતાની લાકડી મારી. અને પાણી પુષ્કળ ફૂટી નીકળ્યું, ને લોકોએ તથા તેઓનાં ઢોરોએ [પણ] પીધું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 ત્યાર પછી મોશેએ હાથ ઉગામીને ખડક પર બે વાર લાકડી ફટકારી. એટલે ખડકમાંથી પુષ્કળ પાણી વહેવા લાગ્યું અને બધા લોકોએ તથા ઢોરોએ તે પીધું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પછી મૂસાએ પોતાનો હાથ ઊંચો કરીને પોતાની લાકડી ખડકને બે વાર મારી, પુષ્કળ પાણી બહાર વહી આવ્યું. આખી જમાતે પાણી પીધું અને તેઓનાં જાનવરોએ પણ પીધું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 પછી મૂસાએ હાથ ઊચો કરીને લાકડી બે વખત ખડક પર પછાડી એટલે ખડકમાંથી પુષ્કળ પાણી ધસારા સાથે બહાર નીકળ્યું. તે સૌએ તથા પશુઓએ ધરાઈને પીધું.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 20:11
24 Iomraidhean Croise  

તમે પહેલે વખતે તેને ન [ઊંચક્યો] , માટે આપણા ઈશ્વર યહોવા આપણા પર તૂટી પડ્યા, કેમ કે આપણે નિયમ પ્રમાણે તેમની હજૂરમાં ગયા નહિ.”


એ વખતે તેણે કહ્યું, “લેવીઓ સિવાય કોઈએ ઈશ્વરનો કોશ ઊંચકવો નહિ; કેમ કે તેમનો કોશ ઊંચકવા માટે તથા સદા તેમની સેવા કરવા માટે યહોવાએ તેમને જ પસંદ કર્યાં છે.”


તેમણે ખડક તોડ્યો, એટલે પાણી નીકળી આવ્યું; તે નદી થઈને સૂકા પ્રદેશમાં વહેવા લાગ્યું,


તેમણે ખડકમાંથી સરોવર કર્યું, અને ચકમકમાંથી ઝરો બનાવ્યો.


ઝરાઓ તથા નાળાંઓમાં તમે રસ્તા પાડ્યા; તમે નિરંતર વહેનારી નદીઓને સૂકવી નાખી.


તેમણે અરણ્યમાં ખડકોને ફાડી નાખીને, જાણે ઊંડાણમાંથી કાઢયું હોય તેમ કરીને તેઓને પુષ્કળ [પાણી] પાયું.


વળી તેમણે ખડકમાંથી [પાણીની] ધારો કાઢી, અને નદીઓની જેમ પ્રવાહ ચલાવ્યો.,


તેમણે ખડકને [લાકડી] મારી, અને પાણી વહી નીકળ્યું, અને વહેળા પુષ્કળ ચાલ્યા; પણ શું તે રોટલીયે આપી શકે છે? પોતાના લોકોને માટે તે માંસ પૂરું પાડી શકશે?”


જો, હું ત્યાં હોરેબમાં ખડક ઉપર તારી સામો ઊભો રહીશ. અને તું ખડકને મારજે, એટલે લોકોને પીવા માટે પાણી નીકળશે.” અને મૂસાએ ઇઝરાયલના વડીલોના જોતાં એ પ્રમાણે કર્યું.


જુઓ, હું નવું કામ કરનાર છું; તે હમણાં નીકળી આવશે; શું તમે તે જાણશો નહિ? હું તો અરણ્યમાં માર્ગ અને ઉજજડ પ્રદેશમાં નદીઓ કરી આપીશ.


તે તેઓને રણમાં દોરી લઈ ગયા, તોપણ તેઓ તરસ્યા રહ્યા નહિ; તેમણે તેઓને માટે ખડકમાંથી પાણી વહેતું કર્યું; વળી તેમણે ખડક ફાડયા, અને [તેમાંથી] પાણી ખળખળ વહ્યું.”


અરણ્યમાં, એટલે મહાન સુકવણાના દેશમાં, મેં તને ઓળખ્યો.


અને હારુનના પુત્રો નાદાબ તથા અબિહૂએ પોતપોતાનું ધૂપપાત્ર લઈને, ને તેમાં અગ્નિ મૂકીને, ને તે પર ધૂપ નાખીને યહોવાની સમક્ષ પારકો, એટલે જે વિષે યહોવાએ તેઓને આજ્ઞા કરી ન હતી, એવો અગ્નિ ચઢાવ્યો.


“લાકડી લે, ને તું તથા તારો ભાઈ હારુન લોકોને એકત્ર કરીને તેઓના જોતાં ખડકને કહો કે તે પોતાનું પાણી આપે; અને તું ખડકમાંથી તેઓને માટે પાણી વહેતું કર. એમ તું પ્રજાને તથા ઢોરઢાંકને પા.”


મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”


અને સર્વએ એક જ આત્મિક પાણી પીધું; કેમ કે તેમની પાછળ ચાલનાર આત્મિક ખડકનું [પાણી] તેઓએ પીધું; તે ખડક તો ખ્રિસ્ત હતા.


જેમણે તને આગિયા સર્પ તથા વીંછીઓવાળા તથા પાણી વગરની સૂકી જમીનવાળા વિશાળ તથા ભયંકર અરણ્યમાં સંભાળીને ચલાવ્યો, જેમણે તારે માટે ચકમકના ખડકમાંથી પાણી વહેવડાવ્યું,


કેમ કે માણસના ક્રોધથી ઈશ્વરનું ન્યાયીપણું પાર પડતું નથી.


ત્યારે લેહીમાં એક ખાડો છે તેમાં ઈશ્વરે ફાટ પાડી, ને તેમાંથી પાણી નીકળ્યું; અને પીધા પછી તે પાછો શુદ્ધિમાં આવ્યો, ને સાવચેત થયો; માટે તેણે તે જગાનું નામ એન-હાકકોરે પાડ્યું, તે આજ સુધી લોહીમાં છે.


તો યહોવાનું કહેવું તેં કેમ માન્યું નહિ, પણ લૂટ કરવા તૂડી પડ્યો, ને યહોવાની દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું?”


ત્યારે શાઉલે શમુએલને કહ્યું, “મેં પાપ કર્યું છે, કેમ કે મેં યહોવાની આજ્ઞાનું તથા તમારાં વચનનું ઉલ્‍લંઘન કર્યું છે; કારણ કે લોકોથી બીને મેં તેઓનું કહ્યું, માન્યું.


Lean sinn:

Sanasan


Sanasan