Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 19:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને એક શુદ્ધ માણસ તે વાછરડીની રાખ એકત્ર કરે, ને છાવણી બહાર કોઈ સ્વચ્છ જગાએ તેની ઢગલી કરે, ને ઇઝરાયલની સમગ્ર પ્રજાને માટે શુદ્ધિના પાણી તરીકે તે રાખી મૂકવામાં આવે; તે પાપાર્થાર્પણ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 હવે એક શુદ્ધ માણસે તે વાછરડીની રાખ એકઠી કરવી અને છાવણી બહાર કોઈ સ્વચ્છ જગ્યાએ રાખી મૂકવી. ઇઝરાયલીઓની અશુદ્ધતા દૂર કરવા માટે શુદ્ધિકરણનું પાણી બનાવવા તેનો ઉપયોગ કરવામાં આવે. એ તો શુદ્ધિકરણ માટે પાપનિવારણનો બલિ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 જે શુદ્ધ હોય તેવી વ્યક્તિ વાછરડીની રાખ ભેગી કરે, છાવણીની બહાર સ્વચ્છ જગ્યાએ તેની ઢગલી કરે. ઇઝરાયલ લોકોના સમુદાય માટે આ રાખને રાખી મૂકવી. પાપથી શુદ્ધ થવા માટે આ રાખનું તેઓ પાણીમાં મિશ્રણ કરે, તે પાપાર્થાપર્ણ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “તે પછી વિધિ મુજબ જે શુદ્ધ ન હોય તેવી વ્યક્તિએ ગાયની રાખ ભેગી કરવી, અને છાવણી બહાર શુદ્ધ કરેલી જગ્યાએ તેની ઢગલી કરવી. અને તે રાખ વ્યક્તિના પાપ દૂર કરવાની વિધિ માંટેનું પાવકજળ બનાવવા રાખી મૂકવી.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 19:9
16 Iomraidhean Croise  

અને અલગ રહેલી હોય તે વેળાએ જે પર તે સૂએ, તે અશુદ્ધ ગણાય. વળી જે પર તે બેસે તે પણ અશુદ્ધ ગણાય.


સૈન્યોના ઈશ્વર પ્રભુ કહે છે: “તે દિવસે દાઉદના વંશજોનાં તથા યરુશાલેમના રહેવાસીઓનાં પાપ તથા અશુદ્ધતા [દૂર કરવા] ને માટે એક ઝરો ઉઘાડવામાં આવશે.


જો કોઈ મરેલા માણસના મુડદાનો સ્પર્શ કરે, ને તેમ છતાં પોતાને શુદ્ધ ન કરે, તો તે યહોવાના મંડપને વટાળે છે; અને તે માણસ ઇઝરાયલમાંથી અલગ કરાય; કેમ કે તેના પર શુદ્ધિનું પાણી છંટાયું નહોતું, તે અશુદ્ધ ગણાય. હજી તેના પર પોતાનું અશુદ્ધપણું છે.


અને તે અશુદ્ધ માણસને માટે તેઓ પાપાર્થાર્પણના દહનની રાખ લઈને તેને એક વાસણમાં ઝરાના પાણી સાથે મેળવે.


અને કોઈ શુદ્ધ માણસ ઝૂફો લઈને તેને પાણીમાં બોળીને તંબુ પર, ને [તેમાંનાં] સર્વ પાત્રો ઉપર, ને જે લોકો ત્યાં હોય તેઓના ઉપર, ને જેણે હાડકાનો કે મારી નંખાયેલાનો, કે મરેલાનો, કે કબરનો સ્પર્શ કર્યો હોય, તેના ઉપર તે છાંટે.


અને તમે એલાઝાર યાજકને તે આપો, ને તે તેને છાવણી બહાર લાવે, ને તેની નજર આગળ કોઈ તેને કાપે.


અને જે માણસ તેનું દહન કરે તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને સ્નાન કરે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય.


અને તે યહોવાની સેવાને માટે પોતાના વૈરાગના દિવસો અર્પણ કરે, ને દોષર્થાર્પણને માટે પહેલાં વર્ષનો નર હલવાન લાવે, અને આગલા દિવસો રદ જાય, કેમ કે તેનું વૈરાગ [વ્રત] ભંગ થયું હતું.


અને તેઓને શુદ્ધ કરવા માટે તું તેઓને આ પ્રમાણે કર:શુદ્ધિકરણનું પાણી તેઓના ઉપર છાંટ, ને તેઓ પોતાનું આખું શરીર મૂંડાવે, ને પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પોતાને સ્વચ્છ કરે.


પણ જે માણસ શુદ્ધ હોવા છતાં, ને મુસાફરીમાં ન હોવા છતાં પાસ્ખાપર્વ પાળવાનું ચૂકે, તે પોતાના લોકોમાંથી અલગ કરાય; કેમ કે તેણે યહોવાનું અર્પણ તેને માટે ઠરાવેલે સમયે કર્યું નહિ, તે માણસનું પાપ તેને માથે.


આપણે તેમનામાં ઈશ્વરના ન્યાયીપણારૂપ થઈએ, માટે જેમણે પાપ જાણ્યું નહોતું તેમને તેમણે આપણે માટે પાપરૂપ કર્યા.


તેથી, વહાલાઓ, આપણને એવા વચન મળેલાં છે માટે આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ, અને ઈશ્વરનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ.


વળી આપણને એવા પ્રમુખયાજકની જરૂર હતી કે, જે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી અલગ છે, અને જેમને આકાશ કરતાં વધારે ઊંચે ચઢાવેલા છે.


કેમ કે જો બકરાઓનું તથા ગોધાઓનું રક્ત તથા વાછરડીની રાખ અપવિત્રો પર છાંટવાથી શરીરને શુદ્ધ કરીને પવિત્ર કરે છે,


Lean sinn:

Sanasan


Sanasan