Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 19:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ત્યાર પછી યાજક પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્નાન કરે, ને પછી છાવણીમાં આવે, ને યાજક સાંજ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 ત્યાર પછી યજ્ઞકાર પોતાનાં કપડાં ધોઈ નાખે, પાણીથી સ્નાન કરે, ને પછી તે પડાવમાં જઈ શકે. પણ તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ત્યારબાદ તે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખે અને પાણીમાં સ્નાન કરે. પછી છાવણીમાં આવે, સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ત્યારબાદ તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં અને આખા શરીરે સ્નાન કરવું અને છાવણીમાં પાછા ફરવું. સાંજ સુધી વિધિ અનુસાર તે અશુદ્ધ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 19:7
19 Iomraidhean Croise  

આવાંથી તમે અશુદ્ધ થશો:જે કોઈ તેઓના મુડદાનો સ્પર્શ કરે, તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


અને જે કોઈ તેઓના મુડદાનો [કોઈ ભાગ] ઊંચકે, તે પોતાનઆં વસ્‍ત્ર ધોઈ નાખે, ને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.


અને ચોપગાં જાનવરોમાંનું જે જે પંજા વડે ચાલતું હોય તે તમને અશુદ્ધ છે; જે કોઈ તેઓના મુડદાનો સ્પર્શ કરે, તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


અને જે કોઈ તેમનું મુડદું ઊંચકે, તે પોતાનાં વસ્‍ત્રો ધોઈ નાખે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય; તે તમને અશુદ્ધ છે.


સર્વ સર્પટિયાંમાંથી એ તમને અશુદ્ધ છે; તેઓના મર્યા પછી જે કોઈ તેમનો સ્પર્શ કરે, તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


અને તેઓમાંના કોઈનું મુડદું જે કંઈ ઉપર પડે તે અશુદ્ધ ગણાય. એટલે તે લાકડાનું વાસણ હોય કે લૂગડું કે ચામડું કે ટાટ, એટલે કોઈ પણ કામમાં આવતું હરકોઈ વાસણ હોય, તો તેને પાણીમાં નાખવું, ને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય; ત્યાર પછી તે શુદ્ધ ગણાય.


અને જે પશુઓ ખાવાની તમને છૂટ છે, તેઓમાંનું કોઈ મરી જાય, તો જે કોઈ તેના મુડદાનો સ્પર્શ કરે, તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


અને જે કોઈ તેનું મુડદાલ ખાય તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. તેનું મુડદું ઊંચકનાર પણ પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય.


અને જ્યાં સુધી ઘર બંધ રહે, ત્યાં સુધી તેમાં જે કોઈ જાય તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


અને જે કોઇ તેના બિછાનાનો સ્પર્શ કરે તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને પાણીમાં સ્‍નાન કરે તે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય.


એટલે જે જન એવા કશાને અડકે તે સાંજ સુધી અભડાયેલો ગણાય, અને પાણીથી સ્નાન કર્યા સિવાય પવિત્ર વસ્તુઓ તે ખાય નહિ.


અને વાછરડીની રાખ એકત્ર કરનાર પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. અને ઇઝરાયલી લોકો માટે તથા તેઓ મધ્યે પ્રવાસ કરતા પરદેશીને માટે તે હમેશનો વિધિ થાય.


અને પેલો શુદ્ધ માણસ તે અશુદ્ધ માણસ પર ત્રીજે દિવસે તથા સાતમે દિવસે તે છાંટે; અને સાતમે દિવસે તે તેનું શુદ્ધિકરણ કરે; અને તે પોતાનાં વસ્‍ત્રો ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે, ને સાંજે તે શુદ્ધ થશે.


અને તેઓને માટે તે સદાનો વિધિ થાય. અને જે માણસ શુદ્ધિનું પાણી છાંટે તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે; અને જે કોઈ શુદ્ધિના પાણીનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.


અને તે અશુદ્ધ માણસ જે કશાનો સ્પર્શ કરે તે પણ અશુદ્ધ ગણાય. અને જે માણસ તેવી વસ્‍તુનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.”


અને જે માણસ તેનું દહન કરે તે પોતાનાં વસ્‍ત્ર ધોઈ નાખે, ને સ્નાન કરે, ને સાંજ સુધી અશુદ્ધ ગણાય.


કેમ કે પાપાર્થાર્પણ તરીકે જે પશુઓનું રક્ત પ્રમુખયાજક પવિત્રસ્થાનમાં લાવે છે, તેઓનાં શરીર છાવણી બહાર બાળવામાં આવે છે.


Lean sinn:

Sanasan


Sanasan