Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 19:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને પેલો શુદ્ધ માણસ તે અશુદ્ધ માણસ પર ત્રીજે દિવસે તથા સાતમે દિવસે તે છાંટે; અને સાતમે દિવસે તે તેનું શુદ્ધિકરણ કરે; અને તે પોતાનાં વસ્‍ત્રો ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે, ને સાંજે તે શુદ્ધ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 જે કોઈ શુદ્ધ હોય તેણે ત્રીજે અને સાતમે દિવસે અશુદ્ધ થયેલા માણસ ઉપર તે પાણી છાંટવું. સાતમે દિવસે તેણે એ માણસનું શુદ્ધિકરણ કરવું. અશુદ્ધ થયેલા માણસે પોતાનાં વસ્ત્ર ધોઈ નાખવાં, અને પાણીમાં સ્નાન કરવું, પછી સાંજે તે શુદ્ધ થયેલો ગણાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 શુદ્ધ માણસે અશુદ્ધ માણસ પર ત્રીજે દિવસે તથા સાતમે દિવસે પાણી છાંટવું. સાતમે દિવસે અશુદ્ધ માણસે પોતાને શુદ્ધ કરવો. તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં અને પાણીમાં સ્નાન કરવું, એટલે સાંજે તે શુદ્ધ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 “સૂતક વગરના માંણસે સૂતકવાળા માંણસ ઉપર ત્રીજે અને સાતમે દિવસે પાણી છાંટવું. અને સાતમે દિવસે તેણે તે માંણસની શુદ્ધિ કરવી. સૂતકી માંણસે એ દિવસે પોતાના કપડા ધોઈ નાખવાં, પોતે આખા શરીરે સ્નાન કરવું, એટલે સાંજે તે શુદ્ધ થયો ગણાશે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 19:19
18 Iomraidhean Croise  

અને ઈશ્વરે પોતાનું જે કામ કર્યું હતું તે તેમણે સાતમે દિવસે પૂરું કર્યું. અને પોતાનાં કરલાં સર્વ કામોથી તે સાતમે દિવસે સ્વસ્થ રહ્યા.


અને યહોવાએ મૂસાને કહ્યું, “તું લોકોની પાસે જઈને તેઓને આજે ને કાલે શુદ્ધ કર, ને તેઓ પોતાનાં વસ્‍ત્ર ધુએ,


હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ, ને તમે શુદ્ધ થશો. તમારી સર્વ મલિનતાથી તથા તમારી સર્વ મૂર્તિઓથી હું તમને શુદ્ધ કરીશ.


અને કોઢને લીધે જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેની ઉપર [તે રક્ત] તે સાત વાર છાંટે ને તેને શુદ્ધ ઠરાવે, ને પેલા જીવતા પક્ષીને ખુલ્લા મેદાનમાં છોડી દે.


અને સાતમે દિવસે એમ થાય કે તે પોતાના માથાના બધા વાળ તથા પોતાની દાઢી તથા પોતાના ભમર મુંડાવે, એટલે પોતાના બધા વાળ ને મૂંડાવી નાખે; અને તે પોતાનાં વસ્‍ત્ર ધોઇ નાખે, ને તે પોતાનું શરીર પાણીથી ધોઈ નાખે, એટલે તે શુદ્ધ થશે.


તે [શુદ્ધિના પાણી] થી તે ત્રીજે દિવસે પોતાનું શુદ્ધિકરણ કરે, ને સાતમે દિવસે તે શુદ્ધ થશે. અને જો ત્રીજે દિવસે તે પોતાનું શુદ્ધિકરણ ન કરે, તો સામે દિવસે તે શુદ્ધ થશે નહિ.


જો કોઈ મરેલા માણસના મુડદાનો સ્પર્શ કરે, ને તેમ છતાં પોતાને શુદ્ધ ન કરે, તો તે યહોવાના મંડપને વટાળે છે; અને તે માણસ ઇઝરાયલમાંથી અલગ કરાય; કેમ કે તેના પર શુદ્ધિનું પાણી છંટાયું નહોતું, તે અશુદ્ધ ગણાય. હજી તેના પર પોતાનું અશુદ્ધપણું છે.


અને કોઈ શુદ્ધ માણસ ઝૂફો લઈને તેને પાણીમાં બોળીને તંબુ પર, ને [તેમાંનાં] સર્વ પાત્રો ઉપર, ને જે લોકો ત્યાં હોય તેઓના ઉપર, ને જેણે હાડકાનો કે મારી નંખાયેલાનો, કે મરેલાનો, કે કબરનો સ્પર્શ કર્યો હોય, તેના ઉપર તે છાંટે.


અને તમે સાત દિવસ સુધી છાવણી બહાર રહો; તમારામાંના જે કોઈએ કોઈ માણસને મારી નાંખ્યું હોય, ને જે કોઈએ મારી નંખાયેલાનો સ્પર્શ કર્યો હોય, તે ત્રીજે દિવસે તથા સાતમે દિવસે પોતાને તથા પોતાના બંદીવાનોને શુદ્ધ કરે.


અને સાતમે દિવસે તમે તમારાં વસ્‍ત્ર ધોઈ નાખો, એટલે તમે શુદ્ધ થશો, ને ત્યાર પછી તમે છાવણીમાં આવો.”


તેમણે આપણે માટે પોતાનું સ્વાર્પણ કર્યું, જેથી સર્વ અન્યાયથી તે આપણો ઉદ્ધાર કરે, અને આપણને પવિત્ર કરીને પોતાને માટે ખાસ પ્રજા તથા સર્વ સારાં કામ કરવાને આતુર એવા લોકો તૈયાર કરે.


માટે દુષ્ટ અંત:કરણથી છૂટવા માટે આપણાં હ્રદયો પર છંટકાવ પામીને, તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને, આપણે શુદ્ધ હ્રદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને [ઈશ્વરની] સન્‍નિધ જઈએ.


પણ જેમ તે પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજાની સાથે સંગત છે, અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે.


અને કેટલાકને અગ્નિમાંથી ખેંચી કાઢીને બચાવો; અને કેટલાક પર ભયસહિત દયા રાખો, ને દેહથી ડાઘ લાગેલા વસ્‍ત્રનો તિરસ્કાર કરો.


Lean sinn:

Sanasan


Sanasan