Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 18:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને લેવીના કુળના તારા ભાઈઓને, એટલે તારા પિતાના કુળને, તું તારી સાથે લાવીને પાસે [રાખ] કે, તેઓ તારી સાથે જોડાય ને તારી સેવા કરે; પણ તું ને તારી સાથે તારા દિકરા કરારના મંડપની આગળ રહો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 લેવીવંશના તારા જાતભાઈઓ સાક્ષીના મંડપની સેવામાં સહાય કરવા તારી તથા તારા પુત્રોની સાથે જોડાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 લેવી કુળના તારા ભાઈઓને, એટલે તારા પિતૃઓના કુળને, તારી પાસે લાવ કે જયારે તું અને તારા દીકરાઓ સાક્ષ્યમંડપની આગળ સેવા કરો ત્યારે તેઓ તમને મદદ કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તું અને તારા પુત્રો કરારનાં મંડપમાં સેવા કરો, ત્યારે તારા પિતાએ લેવીના કુળસમૂહના તારા બીજા જાતભાઈઓને પણ સાથે મદદમાં રાખવા.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 18:2
16 Iomraidhean Croise  

અને તે ફરી ગર્ભવતી થઈ, ને દિકરાને જન્મ આપ્યો; અને કહ્યું, “હવે આ વખત મારો પતિ મારી સાથે પ્રેમે બંધાશે, કેમ કે મારાથી તેને ત્રણ દિકરા થયા છે.” માટે તેણે તેનું નામ લેવી પાડયું.


પછી તેઓ, ઈશ્વરભક્ત મૂસાના નિયમ પ્રમાણે, પોતાના દરજ્જા પ્રમાણે પોતપોતાની જગાએ ઊભા રહ્યાં; યાજકોએ લેવીઓના હાથમાંથી રકત લઈને તે છાંટ્યું.


તોપણ તેઓ મંદિરના દરવાજાઓ આગળ દેખરેખ રાખે, ને મારા પવિત્રસ્થાનમાં સેવકો થાય, ને મંદિરમાં સેવાનું કામ કરે. તેઓ લોકોને માટે દહનિયાર્પણ તથા બલિદાન કાપે, ને તેમની સેવા બજાવવાને તેઓ તેમની આગળ ખડા રહે.


‘પણ સાદોકના પુત્રો, એટલે લેવી યાજકો કે, જેઓએ, ઇઝરાયલિ લોકો માટી પાસેથી ભટકી ગયા ત્યારે, પવિત્રસ્થાન વિષેની દીક્ષા પાળી, તેઓ મારી હજૂરમાં આવીને મારી સેવા કરે; અને તેઓ મને મેદ તથા રક્ત ચઢાવવાને મારી સમક્ષ ઊભા રહે, એવું પ્રભુ યહોવા કહે છે.


ત્યારે તમે જાણશો કે મેં આ આ તમારી પાસે મોકલી છે કે, મારો કરાર તે લેવી સાથે થાય, ” એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


પણ લેવીઓ કરારના મંડપની આસપાસ છાવણી કરે, કે ઇઝરાયલી પ્રજા પર કંઈ કોપ ન આવે. અને લેવીઓ કરારના મંડપની સંભાળ રાખે.”


એ માટે કે તેઓ ઇઝરાયલ પ્રજા માટે સ્મરણરૂપ થાય કે, જે હારુનના સંતાનનો ન હોય એવો પારકો યહોવાની સમક્ષ ધૂપ ચઢાવવાને ન આવે કે, તેના હાલ કોરાના તથા તેની સભાનતા જેવા ન થાય. યહોવાએ મૂસાની હસ્તક તેને કહ્યું તેમ.


અને મૂસાએ કરારના મંડપમાં યહોવાની સમક્ષ તે લાકડીઓ રાખી મૂકી.


અને તેઓ તમારી સાથે જોડાઈને મંડપની સર્વ સેવાને માટે મુલાકાતમંડપની સેવા કરશે; અને પારકો તમારી પાસે આવે નહિ.


અને યહોવાએ મૂસાને કહ્યું,


અને છાવણી ઊપડવાની હોય ત્યારે હારુન તથા પવિત્રસ્થાનના સર્વ સરસામાનને ઢાંકી રહે, ત્યાર પછી કહાથના પુત્રો તેને ઊંચકવાને આવે. પણ તેઓ કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ ન કરે, રખેને તેઓ માર્યા જાય. મુલાકાતમંડપના સંબંધમાં કહાથના દિકરાઓને ઊંચકવાનું તે એ છે.


ઇઝરાયલી લોકોમાંથી લેવીઓને મુલાકાત મંડપમાં ઇઝરાયલી લોકોની સેવા કરવાને, તથા ઇઝરાયલી લોકોને માટે પ્રાયશ્ચિત્ત કરવાને મેં હારુનના તથા તેના દિકરાઓના તાબામાં સોંપ્યા છે; કે ઇઝરાલી લોકો પવિત્રસ્થાનની પાસે આવે, ત્યારે ઇઝરાયલી લોકો મધ્યે મરકી ન થાય.


અને ત્યાર પછી લેવીઓ હારુનની નજર નીચે તથા તેના દિકરાઓની નજર નીચે તથા તેના દિકરાઓની નજર નીચે સેવઅ કરવા મુલાકાતમંડપમાં ગયા. જેમ યહોવાએ લેવીઓ વિષે મૂસાને અ આપી હતી તેમ તેઓએ તેઓને કર્યું.


હવે એ વસ્તુઓ ઉપર કહ્યા પ્રમાણે તૈયાર થયા પછી, યાજકો આગલા ભાગમાં સેવા કરવાને નિત્ય જાય છે.


Lean sinn:

Sanasan


Sanasan