Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 17:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “ઇઝરાયલી લોકોને કહીને તેઓની પાસેથી એટલે પ્રત્યેક પિતાના ઘરદીઠ એક, એ પ્રમાણે લાકડીઓ લે, એટલે તેઓના સર્વ અધિપતિઓ પાસેથી તેઓના પિતાનાં ઘર પ્રમાણે બાર લાકડીઓ લે. પ્રત્યેક માણસનું નામ તેની લાકડી પર લખ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 “ઇઝરાયલી લોકોને કહે કે તેઓ પ્રત્યેક કુળના આગેવાન પાસેથી તને બાર લાકડીઓ અપાવે. દરેક કુળની લાકડી પર તે આગેવાનનું નામ લખવામાં આવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “તું ઇઝરાયલી લોકોને કહે કે તેઓની પાસેથી એટલે તેઓના પૂર્વજોના કુળદીઠ એક તે મુજબ લાકડીઓ લેવી એટલે તેઓના સર્વ આગેવાનો પાસેથી તેઓના પિતાઓનાં ઘર મુજબ બાર લાકડી લે અને દરેક માણસનું નામ તેની લાકડી પર લખ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “તું ઇસ્રાએલી લોકોને કહે કે તેમના કુળસમૂહના આગેવાનો તને કુળદીઠ એક એટલે એકંદરે બાર લાકડીઓ આપે. દરેકની લાકડી પર તેમનું નામ કોતરાવવું.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 17:2
18 Iomraidhean Croise  

શીલોહ નહિ આવે ત્યાં સુધી યહૂદામાંથી રાજદંડ ખસશે નહિ. ને તેના પગ મધ્યેથી અધિકારીની છડી જતી રહેશે નહિ; અને લોકો તેને આધીન રહેશે.


તેઓની વંશાવળી ઉપરથી તેઓના પિતૃઓનાં કુટુંબો પ્રમાણે યાજકોની ટીપ તૈયાર કરવામાં આવી. અને લેવીઓને તેઓના વર્ગો પ્રમાણે તેઓને સોંપાયેલા કામ પર હાજર રહેનાર વીસ વર્ષના તથા તેથી વધારે ઉંમરના ગણવામાં આવ્યા.


યહોવા સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ મોકલશે; તમારા શત્રુઓ ઉપર રાજ કરો.


કેમ કે દુષ્ટતાનો રાજદંડ ન્યાયીઓના હિસ્સા પર ટકશે નહિ; રખેને ન્યાયીઓ અન્યાય કરવા લલચાય.


અને તેથી તું મુલાકાતમંડપને તથા કરારકોશને,


અને આ લાકડી તારા હાથમાં તું લે, ને તે વડે તું ચિહ્નો કરી બતાવ.”


અને યહોવાએ તેને કહ્યું, “તારા હાથમાં એ શું છે?” અને તેણે કહ્યું “લાકડી.”


તેની ડાળીઓના સોટામાંથી અગ્નિએ પ્રગટ થઈને તેના ફળને ભસ્મ કર્યા છે, તેથી રાજકર્તાનો રાજદંડ બને એવો મજબૂત સોટો તેમાં એકે રહ્યો નથી.” આ તો વિલાપ છે, ને વિલાપ કરવા માટે રહેશે.


તે ઘાણ વાળે તે માટે તેને સરાણે ચઢાવેલી છે! તે વીજળી જેવી‍ ચળકતી થાય માટે તેને ઓપ દીધેલો છે! તો શું આપણે વિનોદ કરીશું? મારા પુત્રની છડી તો પ્રત્યેક વૃક્ષને તુચ્છ ગણે છે.


કેમ કે આ તો કસોટી છે. પ્રભુ યહોવા કહે છે કે, તુચ્છ કરનાર છડીનો પણ અંત આવે તો શું?


[હે પ્રભુ] તમારા લોકો જેઓ તમારા વારસાનું ટોળું છે, ને જેઓ એકાંતમાં રહે છે તેઓને તમારી લાકડી તમારી પાસે રાખીને કાર્મેલના વનમાં ચારો. પુરાતન કાળથી જેમ તેઓને બાશાનમાં તથા ગિલ્યાદમાં ચરવા દો.


અને યહોવાએ મૂસાને કહ્યું,


અને લેવીની લાકડી પર તું હારુનનું નામ લખ; કેમ કે તેઓના પિતાનાં ઘરના દરેક મુખ્યને માટે એકેક લાકડી હોય.


અને મૂસા મંડપ પૂરો ઊભો કરી રહ્યો, ને તેણે તેનો તથા તેના સર્વ સામાનનો, અને વેદી તથા તેનાં સર્વ પાત્રોનો અભિષેક કર્યો, તથા તેઓને પાવન કર્યાં, તે દિવસે એમ થયું કે,


Lean sinn:

Sanasan


Sanasan