Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 16:39 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 અને જેઓ બાળી નંખાયા હતા તેઓએ જે પિત્તળનાં ધૂપપાત્રોનું અર્પણ કર્યું હતું, તે એલાઝારે લીધાં. અને તેઓએ તે ટીપીને વેદીનું ઢાંકણું બનાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

39 તેથી યજ્ઞકાર એલાઝારે ધૂપ ચડાવતી વખતે અગ્નિમાં બાળી નંખાયેલા લોકોની તામ્ર ધૂપદાનીઓ લીધી અને તેમને ટીપીને યજ્ઞવેદીને ઢાંકવા માટે પાતળાં પતરાં બનાવડાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 તેઓએ જે પિત્તળનાં ધૂપપાત્રનું અર્પણ કર્યું હતું તે યાજક એલાઝારે લીધાં. મૂસા દ્વારા યહોવાહ જેમ બોલ્યા હતા તે મુજબ તેણે તેઓને ટીપીને વેદીને ઢાંકવા માટે આવરણ બનાવડાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 યહોવાએ મૂસા માંરફતે કરેલી આજ્ઞા મુજબ યાજક એલઆઝારે ધૂપ ઘરાવતી વખતે અગ્નિનો ભોગ લોકોની ધૂપદાનીઓ લઈને તેની વેદીને ઢાંકવા માંટે પતરાં બનાવડાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 16:39
5 Iomraidhean Croise  

નાદાબ તથા અબીહૂ પોતાના પિતાની અગાઉ મરણ પામ્યા હતા, તેઓને ફરજંદ ન હતાં. માટે એલાઝાર તથા ઇથામાર યાજકનું કામ કરતા હતા.


તેઓએ ઉઝિયા રાજાને અટકાવતાં તેને કહ્યું, “હે ઉઝિયા, યહોવાની આગળ ધૂપ બાળવો એ તમારું કામ નથી, પણ હારુનના જે દીકરાઓ ધૂપ બાળવા માટે અભિષિક્ત થયેલા છે, તે યાજકોનું છે. પવિત્રસ્થાનમાંથી બહાર નીકળો; કેમ કે તમે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. આમા ઈશ્વર, યહોવા તરફથી તમને માન મળશે નહિ.”


એઓએ સર્વ વંશાવળીમાં તપાસ કરી પણ તેઓનાં નામ મળ્યાં નહિ, તેથી તેઓ અશુદ્ધ ગણાયા ને યાજકપદમાંથી બરતરફ થયા.


હા, એ પોતાના પ્રાણોની વિરુદ્ધ પાપ કરનારાઓનાં ધૂપપાત્રો [લઈ લઈને] તેમને ટીપીને વેદી ઢાંકવા માટે પતરાં બનાવવાં. કેમ કે તેઓએ તેઓને યહોવાની સમક્ષ ચઢાવ્યાં, એ માટે તેઓ શુદ્ધ છે. અને તેઓ ઇઝરાયલી લોકોને માટે ચિહ્નરૂપ થશે.”


એ માટે કે તેઓ ઇઝરાયલ પ્રજા માટે સ્મરણરૂપ થાય કે, જે હારુનના સંતાનનો ન હોય એવો પારકો યહોવાની સમક્ષ ધૂપ ચઢાવવાને ન આવે કે, તેના હાલ કોરાના તથા તેની સભાનતા જેવા ન થાય. યહોવાએ મૂસાની હસ્તક તેને કહ્યું તેમ.


Lean sinn:

Sanasan


Sanasan