Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 16:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 પણ જો યહોવા કંઈ નવાઈનું કૃત્ય કરે, ને પૃથ્વી પોતાનું મોં ઉઘાડીને તેઓને તથા તેઓના સર્વસ્વને સ્વાહા કરી જાય, ને તેઓ જીવતા શેઓલમાં ગરક થઈ જાય, તો તમારે જાણવું કે એ માણસોએ યહોવાને ધિક્કાર્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

30 પરંતુ જો પ્રભુના આશ્ર્વર્યમય કાર્યથી ધરતી ફાટે અને આ લોકોને તેમની માલમત્તા સાથે ગળી જાય અને તેઓ મૃત્યુલોક શેઓલમાં જીવતાંજીવ ગરક થઈ જાય તો તમારે માનવું કે તેમણે પ્રભુનો તિરસ્કાર કર્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 પણ જો યહોવાહ કરે અને પૃથ્વી પોતાનું મુખ ઉઘાડીને તેઓને તથા તેઓની બધી જ વસ્તુઓને સ્વાહા કરી જાય અને તેઓ જીવતેજીવત મૃત્યુલોકમાં ગરક થઈ જાય તો તમારે જાણવું કે, એ માણસોએ યહોવાહને ધિક્કાર્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 પણ જો યહોવા ચમત્કાર કરે અને ધરતી પોતાનું મુખ ઉધાડે અને તેઓને તથા તેઓની બધી જ વસ્તુઓને ગળી જાય અને તેઓ જીવતા મૃત્યુલોકોમાં પહોંચી જાય તો તમાંરે જાણવું કે, એ લોકોએ યહોવાનું અપમાંન કર્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 16:30
12 Iomraidhean Croise  

કેમ કે ઉપરથી ઈશ્વર પાસેથી શો હિસ્સો, અને ઉચ્ચસ્થાનથી સર્વશક્તિમાન પાસેથી શો વારસો મળે?


શું તે દુરાચારીઓને માટે વિપત્તિ, અને અન્યાય કરનારાઓને માટે આફત નથી?


તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત.


તેમના પર મોત એકાએક આવો, તેઓ જીવતા જ શેઓલમાં ઊતરી પડો; કેમ કે ભૂંડાઈ તેઓનાં ઘરોમાં, હા, તેઓનાં અંતરમાં છે.


કેમ કે જેમ પરાસીમ પર્વત પર થયું, ને જેમ ગિબ્યોનની ખીણમાં થયું તેમ યહોવા ઊઠશે, ને કોપાયમાન થશે; જેથી તે પોતાનું કામ, પોતાનું વિચિત્ર કામ કરે, અને પોતાનું કૃત્ય, પોતાનું અદભુત કૃત્ય સાધે.


જુઓ, હું નવું કામ કરનાર છું; તે હમણાં નીકળી આવશે; શું તમે તે જાણશો નહિ? હું તો અરણ્યમાં માર્ગ અને ઉજજડ પ્રદેશમાં નદીઓ કરી આપીશ.


પૃથ્વીને મેં બનાવી, ને તે પર મેં માણસને ઉત્પન્ન કર્યું; મેં હા, મારા હાથે જ આકાશોને પ્રસાર્યાં, ને તેમનાં સર્વ સૈન્યોને આજ્ઞા આપી.


પ્રકાશનો કર્તા, અંધકારનો ઉત્પન્ન કરનાર, શાંતિ કરનાર ને સંકટ લાવનાર; હું યહોવા એ સર્વનો કરનાર છું.


હે હઠી જનારી દીકરી, તું ક્યાં સુધી અહીંતહીં રઝળતી ફરીશ? કેમ કે યહોવાએ પૃથ્વીમાં નવી વાત ઉત્પન્ન કરી છે, સ્ત્રી પુરુષને ઘેરી લેશે.”


એ માટે કે પાણી પાસેનાં [અને] પાણી પીનારાં સર્વ વૃક્ષોમાંના કોઈ પણ કદમાં ઊંચા ન થઈ જાય, ને પોતાની ટોચ વાદળ સુધી ન પહોંચાડે, ને તેમના પરાક્રમીઓ પોતાની ગરદન ઊંચી ન કરે; કેમ કે તેઓ [બીજાં] મનુષ્યો સાથે કબરમાં ઊતરી જનારાઓના ભેગા મોતને [તથા] અધોલોકને સ્વાધીન કરવામાં આવ્યા છે.


અને એ સર્વ વાતો તે બોલી રહ્યો તે જ પળે એમ થયું કે તેઓની નીચેની જમીન ફાટી.


એમ તેઓ તથા તેઓનું સર્વસ્વ જીવતાં ને જીવતાં શેઓલમાં ઊતરી ગયાં. અને પૃથ્વીએ તેઓને ઢાંકી દીધાં, ને તેઓ સભામાંથી નાશ પામ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan