Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 16:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને તેઓએ ઊંધા પડીને કહ્યું, “હે ઈશ્વર, સર્વ દેહના આત્માઓના ઈશ્વર, શું એક માણસ પાપ કરે, તેથી તમે સમગ્ર પ્રજા પર કોપાયમાન થશો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 પણ મોશે અને આરોને ભૂમિ પર શિર ટેકવતાં ઊંધા પડીને કહ્યું, “હે ઈશ્વર, તમે સૌ સજીવોના જીવનદાતા છો. શું એક જ માણસના પાપને લીધે તમે સમગ્ર સમાજ પર ગુસ્સે થશો?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 મૂસાએ તથા હારુને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને કહ્યું, “ઈશ્વર, સર્વ માનવજાતના આત્માઓના ઈશ્વર, જો એક માણસ પાપ કરે તો શું તમે આખી જમાત પ્રત્યે કોપાયમાન થશો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 પરંતુ મૂસાએ અને હારુને યહોવા સમક્ષ સાષ્ટાંગ નમસ્કાર કર્યા અને કહ્યું, “હે દેવ, તમે જ બધા જીવોના જીવનદાતા છો, એક જ વ્યક્તિના પાપને કારણે શું તમે સમગ્ર સમાંજ પ્રત્યે ક્રોધાયમાંન થશો?”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 16:22
24 Iomraidhean Croise  

અને ઇબ્રાહિમે કહ્યું, “પ્રભુને રોષ ન ચઢે, તો હું ફરીથી એક જ વાર બોલું, “કદાચિત ત્યાં દશ જ મળે તો?” પ્રભુએ કહ્યું, “દશને લીધે પણ હું તેનો નાશ નહિ કરીશ.”


યહોવાનો કોપ ફરી ઇઝરાયલ પર સળગી ઊઠ્યો; અને તેમણે દાઉદને તેઓની વિરુદ્ધ ઉશ્કેરીને કહ્યું, “જા, ઇઝરાયલ તથા યહૂદિયાની ગણતરી કર.”


અને જે દૂત લોકોને મારતો હતો તેને જોઈને દાઉદે યહોવાને કહ્યું, “જુઓ, પાપ તો મેં કર્યું છે, દુષ્ટતા પણ મેં કરી છે. પણ આ ઘેટાં, એમણે શું કર્યું છે? કૃપા કરીને તમારો હાથ મારી વિરુદ્ધ તથા મારા પિતાના કુટુંબની વિરુદ્ધ થાઓ.”


તેમના હાથમાં તો સર્વ સજીવ વસ્તુઓનો પ્રાણ તથા મનુષ્યમાત્રનો આત્મા છે.


તેમના યાજકોમાં મૂસાએ તથા હારુને, અને તેમના નામને અરજ કરનારામાં શમુએલે પણ, યહોવાને અરજ કરી, અને તેમણે ઉત્તર આપ્યો.


અને જેવી અગાઉ ધૂળ હતી તેવી જ પાછી ધૂળ થઈ જશે, અને ઈશ્વરે જે આત્મા આપ્યો તે તેની પાસે પાછો જશે.


કેમ કે હું સદા વિવાદ કરનાર નથી, ને સર્વકાળ રોષ રાખનાર નથી; રખેને મેં જે આત્માને તથા જે જીવોને પેદા કર્યા છે, તેઓ મારી આગળ નિર્ગત થઈ જાય.


‘જો, હું યહોવા સર્વ મનુષ્યોનો ઈશ્વર છું; શું મને કોઈ પણ કામ અશક્ય છે?’


તે માટે સિદકિયા રાજાએ યર્મિયાને ગુપ્ત રીતે કહ્યું, “આપણો આ જીવ ઉત્પન્ન કરનાર જીવતા યહોવાના સમ કે, હું તને મારી નાખીશ નહિ, ને જે માણસો તારો જીવ લેવા શોધે છે તેઓના હાથમાં તને સોંપીશ નહિ.”


જુઓ, સર્વ જીવો મારા છે; જેમ પિતાનો જીવ તેમ જ પુત્રનો જીવ પણ મારો છે. જે જીવ પાપ કરશે તે માર્યો જશે.


અને મૂસાએ હારુનને તથા તેના પુત્રો એલાઝારને તથા ઇથામારને કહ્યું, “તમારા માથાના વાળ છોડી નાખતા નહિ, ને તમારાં વસ્‍ત્રો ફાડતા નહિ, રખેને તમે માર્યા જાઓ, ને રખેને સમગ્ર પ્રજા પર તે કોપાયમાન થાય. પણ જે જવાળા યહોવાએ સળગાવી છે, તેને લીધે તમારા ભાઈઓ, એટલે ઇઝરાયલનું આખું ઘર, વિલાપ કરો.


જો અભિષિક્ત યાજક પાપ કરીને લોકો પર દોષ લાવે, તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે પાપાર્થાર્પણને માટે તે યહોવા પ્રત્યે એક ખોડખાંપણ વગરનો જુવાન વાછરડો ચઢાવે.


ઈઝરાયલ વિષે યહોવાના વચનરૂપી ઈશ્વરવાણી. આકાશોને વિસ્તારનાર, પૃથ્વીનો પાયો નાખનાર તથા મનુષ્યોની અંદરના આત્માના સરજનહાર યહોવા કહે છે,


ત્યારે ઇઝરાયલની સમગ્ર પ્રજાની આખી સભાની આગળ મૂસા તથા હારુન ઊંધા પડયા.


અને યહોવાએ મૂસાને કહ્યું,


અને મૂસાએ એ સાંભળ્યું ત્યારે તે ઊંધો પડ્યો.


“આ લોકોમાંથી તમે નીકળી જાઓ કે, એક પળમાં હું તેઓનો સંહાર કરું.” અને તેઓ ઊંધા પડ્યા.


“યહોવા, જે સર્વ દેહધારીઓના આત્માઓનો ઈશ્વર, તે લોકો ઉપર એક માણસને ઠરાવે,


માટે જેમ એક અપરાધથી સર્વ માણસોને દંડાજ્ઞા થઈ, તેમ એક ન્યાયી કૃત્યથી સર્વ માણસોને જીવનરૂપ ન્યાયીકરણ [નું દાન] મળ્યું.


બધું ખમે છે, બધું ખરું માને છે, બધાની આશા રાખે છે, બધું સહન કરે છે.


વળી આપણાં શરીરોના પિતાઓ આપણને શિક્ષા કરતા હતા, અને આપણે તેઓનું માન રાખતા હતા, તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેમને આધીન ન રહીએ અને જીવીએ?


કે, યહોવાને અનુસરવાથી આજે તમારે ફરી જવું પડે છે? એથી એમ થશે કે, તમે આજે યહોવાનો દ્રોહ કરો છો, માટે કાલે ઇઝરાયલનિ આખી પ્રજા ઉપર તે કોપાયમાન થશે.


Lean sinn:

Sanasan


Sanasan