ગણના 15:39 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 અને તે કિનારી તમને એ કામમાં આવે કે, તે જોઈને તમને યહોવાની સર્વ આજ્ઞાઓ યાદ આવે, ને તમે તેઓને પાળો. અને તમારું અંત:કરણ તથા તમારી પોતાની આંખો કે જેઓની પાછળ વંઠી જવાની તમને ટેવ પડી છે, તેમની પઅછળ ન લાગો; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.39 એ કિનારી જોઈને તમને મારી બધી આજ્ઞાઓ યાદ આવશે અને તમે તેમનું પાલન કરશો અને તમારા મનની દુર્વાસના અને આંખોની લાલસાથી પ્રેરાઈને બેવફાઈથી અન્ય દેવોને અનુસરવાનું તમારું વલણ અટકશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 તે જોઈને તમને યહોવાહની સર્વ આજ્ઞાઓનું સ્મરણ થશે અને તમે એનું પાલન કરશો તથા તમારું અંતઃકરણ તથા તમારી પોતાની આંખો કે, જે ગણિકાઓની પાછળ ભટકી જવાની તમને ટેવ પડી છે તેઓની પાછળ ખેંચાશો નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ39-40 તમને એ ફૂમતું જોઈને માંરી બધી આજ્ઞાઓનું સ્મરણ થશે, તમે એનું પાલન કરશો તથા આ રીતે માંરી સેવામાં સમર્પિત રહેશો. તમે માંરાથી દૂર ભટકી જશો નહિ અને તમાંરા શરીરની ઈચ્છાઓ અને તમાંરી નજર જે જુએ છે તેની પાછળ ખેંચાશો નહિ, જેથી તમે એ ફૂમતાઓને જોશો ત્યારે માંરી બધી આજ્ઞાઓને યાદ કરી તેનું પાલન કરશો પછી તમે દેવના ખાસ લોકો બનશો. Faic an caibideil |
તમારામાંના જેઓ બચી જશે તેઓ, જે પ્રજાઓમાં તેઓને ગુલામ તરીકે લઈ જવામાં આવશે તેઓમાં, મારું સ્મરણ કરશે કે, મારાથી દૂર થઈ ગયેલા તેમના દુરાચારી હ્રદયથી, ને તમની મૂર્તિઓની પાછળ મોહિત થઈ જતી તેમની આંખોથી મારું હ્રદય કેવું ભંગ થયું છે! અને પોતે સર્વ ધિક્કારપાત્ર કૃત્યો કરીને જે દુષ્કર્મો તેઓએ કર્યા છે તેમને લીધે તેઓ પોતાની નજરમાં તિરસ્કારપાત્ર થશે.