Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 15:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તમો જે મંડળીના છો તે તમારે માટે તથા પ્રવાસી પરદેશીને માટે એક જ વિધિ તમારી પેઢી દરપેઢી સદાને માટે થાય. યહોવાની આગળ જેમ તમે છો, તેમ પરદેશી પણ હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 તમે જેઓ ઇઝરાયલી સમાજના છો તેમને માટે અને તમારી મધ્યે વસતા પરદેશીને માટે હરહમેંશ આ જ નિયમો બંધનર્ક્તા છે; પ્રભુની દૃષ્ટિમાં તમે અને પરદેશી બંને સરખા જ છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 આ નિયમ તમારે માટે તથા તમારી સાથે રહેતા વિદેશીઓ માટે સમાન છે અને તે નિયમ સદાને માટે તમારા લોકના વંશજોને સારુ હોય. જેમ તમે છો તેમ યહોવાહ સમક્ષ વિદેશી પણ હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 આ કાનૂનો તમાંરે માંટે તથા તમાંરી સાથે રહેતા વિદેશીઓ માંટે સમાંન છે, અને તે કાયમ માંટે તમે અને તમાંરા વંશજોને બંધનકર્તા છે. યહોવા સમક્ષ સ્વદેશી અને વિદેશી સરખા જ છે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 15:15
17 Iomraidhean Croise  

તેને લીધે યહૂદીઓએ ઠરાવ કરીને પોતાને માટે, પોતાનાં સંતાનોને માટે તથા પોતાની સાથે ભળી ગયેલા સર્વ જનોને માટે એવી અડગ પ્રતિજ્ઞા લીધી કે દર વર્ષે, એ બે દિવસોએ, લેખ પ્રમાણે તથા ઠરાવેલા વખત પ્રમાણે અમારે [તહેવાર] પાળવા.


અને આ દિવસ તમારે માટે યાદગીરીનો દિવસ થાય, ને તમારે યહોવા પ્રત્યે એનું પર્વ પાળવું. વંશપરંપરા તમારે નિત્યના વિધિથી તે પર્વ પાળવું.


અને તમે તથા તમારા દીકરાઓ આ બાબતને સદાના વિધિ તરીકે પાળો.


અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું, “આ તો પાસ્ખાનો વિધિ છે. કોઈ પરદેશી તે ન ખાય;


દેશમાં જન્મેલાને માટે તથા તમારામાં પ્રવાસ કરનાર પરદેશીને માટે એક જ નિયમ હોય.”


અને હારુન તથા તેના દીકરાઓ જ્યારે મુલાકાતમંડપમાં જાય, અથવા પવિત્રસ્થાનમાં સેવા કરવાને માટે જ્યારે વેદીની પાસે આવે, ત્યારે તેઓ તે પહેરીને જાય; રખેને તેઓને માથે દોષ આવે ને તેઓ માર્યા જાય. તે તેને માટે તથા તેના પછીના તેના સંતાનને માટે સદાનો વિધિ થાય.


જેમ વતનની માટે તેમ જ પરદેશીને માટે એક જ પ્રકારનો કાયદો તમારે રાખવો; કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું.”


અને હારુનના દિકરા, એટલે યાજકો, રણશિંગડાં વગાડે. અને તેઓ તમારી વંશપરંપરા તમારે માટે સદાના વિધિરૂપ થાય.


અને જો કોઈ પરદેશી તમારી મધ્યે પ્રવાસી હોય, અથવા તમારી પેઢી દરપેઢી તમારામાં કોઈપણ રહેતો હોય, ને જો તે યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ ચઢાવવા ઇચ્છે તો જેમ તમે કરો છો તેમ તે કરે.


“અજાણતાં કંઈ કરનારને માટે, એટલે ઇઝરાયલી લોકો મધ્યે આ દેશનાને માટે તથા તેઓ મધ્યે પ્રવાસ કરનાર પરદેશીને માટે તમારે એક જ નિયમ રાખવો.


અને યહોવાએ હારુનને કહ્યું, “અને મેં, જુઓ, મેં ઉચ્છાલીયાર્પણોની સેવા તને આપી છે, એટલે ઇઝરાયલી લોકોની અર્પિત વસ્તુઓ [તમારા] અભિષેકના કારણથી મેં તને તથા તારા દિકરાઓને સદાના હક તરીકે આપી છે.


અને જો કોઈ પરદેશી તમારી મધ્યે પ્રવાસ કરતો હોય, ને તે યહોવાને માટે પાસ્ખાપર્વ પાળવા ચાહે, તો પાસ્ખાપર્વ વિધિ તથા તેના નિયમો પ્રમાણે તે કરે. પરદેશી તથા વતની બન્‍નેને માટે એક જ વિધિ થાય.”


માટે હવે યહૂદી કે ગ્રીક કોઈ નથી, દાસ કે સ્વતંત્ર કોઈ નથી, પુરુષ કે સ્‍ત્રી કોઈ નથી; કેમ કે તમે બધાં ખ્રિસ્તમાં એક છો.


તેમાં નથી ગ્રીક કે યહૂદી, નથી સુન્‍નત કે બેસુન્‍નત, નથી બર્બર, નથી સિથિયન, નથી દાસ કે સ્વતંત્ર; પણ ખ્રિસ્ત સર્વ તથા સર્વમાં છે.


અને સર્વ ઇઝરાયલ, ને તેઓના વડીલો તથા અધિકારીઓ, ને તેઓના ન્યાયાધીશો, દેશી તેમ જ પરદેશી પણ, યહોવાના કરારકોશને ઊંચકનારા લેવી યાજકોની આગળ, કોશની આ બાજુ ને પેલી બાજુ ઊભા રહ્યા. તેઓમાંના અર્ધા ગરીઝીમ પર્વતની સામે અને અર્ધા એબાલ પર્વતની સામે, યહોવાના સેવક મૂસાએ પહેલવહેલાં ઇઝરાયલ લોકોન આશીર્વાદ આપવા વિષે જેમ તેઓને આજ્ઞા આપી હતી તે પ્રમાણે, ઊભા રહ્યા.


તે દિવસથી માંડીને આજ સુધીને માટે તેણે એ જ નિયમ તથા વિધિ ઇઝરાયલને માટે ઠરાવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan