Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 14:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 ફક્ત યહોવાની વિરુદ્ધ તમે બંડ ન કરો, તેમ જ દેશના લોકોથી તમે ડરી જશો નહિ; કેમ કે તેઓ તો આપણો કોળિયો છે. તેઓનો આશ્રય તેઓની પાસેથી જતો રહ્યો છે, ને યહોવા આપણી સાથે છે. તેઓથી ડરશો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 પ્રભુની વિરુધ બંડ ન કરો અને ત્યાંના લોકોથી ડરી ન જાઓ. આપણે તેમને સહેલાઈથી જીતી લઈશું. તેમનું રક્ષણ કરનાર કોઈ રહ્યો નથી. પણ પ્રભુ આપણી સાથે છે તેથી તેમનાથી બીશો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પણ યહોવાહની વિરુદ્ધ તમે દંગો ન કરશો, તેમ જ દેશના લોકોથી તમે ડરશો નહિ, કેમ કે તેઓને આપણે ખોરાકની પેઠે ખાઈ જઈશું. તેઓનો આશ્રય તેઓની પાસેથી જતો રહ્યો છે, કેમ કે યહોવાહ આપણી સાથે છે તેઓથી ડરશો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 યહોવાની વિરુદ્ધ બંડ ન કરશો, એ લોકોથી ડરશો નહિ, તે બધાને હરાવવા આપણે શક્તિમાંન છીએ. હવે તેમનું રક્ષણ કરનાર કોઈ રહ્યો નથી અને યહોવા આપણી સાથે છે, તેથી તેમનાથી જરાય ડરશો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 14:9
50 Iomraidhean Croise  

અને ઇઝરાયલે યૂસફને કહ્યું, “જુઓ, હું મરું છું; પણ ઈશ્વરે તમારી સાથે રહેશે, ને તમને તમારા પિતૃઓના દેશમાં પાછા લાવશે.


જુઓ, ઈશ્વર અમારી સાથે છે તથા અમારા આગેવાન છે, અને તેમનાં યાજકો ચેતવણીનાં રણશિંગડાં લઈને તમારી વિરુદ્ધ ચેતવણીનો નાદ કરવા માટે [અમારી સાથે] છે. હે ઇઝરાયલી લોકો, તમારા પિતૃઓના ઈશ્વર યહોવાની સામે ન લડો. તેમાં તમે ફતેહ પામશો નહિ.”


તેથી તે આસાને મળવા ગયો, ને તેન કહ્યું, “આસા, અને સર્વ યહૂદા તથા બુન્યામીન, મારું સાંભળો; જ્યાં સુધી તમે યહોવાના પક્ષમાં રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે; જો તમે તેને શોધશો, તો તે તમને મળશે; પણ જો તમે તેમને તજી દેશો તો તે તમને તજી દેશે.


આ [લડાઈ] માં તમારે યુંદ્ધ કરવું નહિ પડે. હે યહૂદિયાના તથા યરુશાલેમ [ના લોકો] સ્થિર થઇને ઊભા રહો, અને યહોવા તમારું કેવું રક્ષણ કરે છે તે જુઓ, બીશો નહિ. તેમ ગભરાશો પણ નહિ; કાલે નીકળીને તેઓની સામે જાઓ; યહોવા તમારી સાથે છે.”


તેની સાથે જે છે તે માત્ર માણસો છે, પણ આપણને સહાય કરવાને તથા આપણાં યુદ્ધો લડવાને આપણી સાથે આપણા ઈશ્વર યહોવા છે.” યહૂદિયાના રાજા હિઝકિયાના બોલવા પર લોકોએ ભરોસો રાખ્યો.


એમને ભયભીત થયેલા જોઈને મેં અમીરોને, અમલદારોને તથા બાકીના લોકોએ કહ્યું, “તમારે તેઓથી બીવું નહિ. મોટા ને ભયાવહ યહોવાનું સ્મરણ કરો, અને તમારા ભાઈઓ, પુત્રો, પુત્રીઓ, સ્ત્રીઓ તથા તમારાં ઘરોને માટે લડો.”


તેઓએ તે મનોહર દેશને તુચ્છ ગણ્યો, તેઓએ તેની વાતનો વિશ્વાસ કર્યો નહિ;


યહોવા તારા રક્ષક છે; યહોવા તારે જમણે હાથે તને છાયા કરશે.


શું સર્વ ભૂંડું કરનારાને કંઈ જ્ઞાન નથી? જાણે તેઓ રોટલા ખાતા હોય, તેમ તેઓ મારા લોકને ખાઈ જાય છે, અને યહોવાને વિનંતી કરતા નથી.


સૈન્યોના [સરદાર] યહોવા આપણી સાથે છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. (સેલાહ)


આપણી સાથે સૈન્યોના [સરદાર] યહોવા છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. (સેલાહ)


આવો, યહોવાનાં કૃત્યો જુઓ, તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે [તે જુઓ].


તમે મગરમચ્છનાં માથાંના કકડેકકડા કરી નાખ્યા, તમે તેને અરણ્યવાસીઓને ખાવાને માટે આપ્યો.


પરાત્પરના ગુપ્તસ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થની છાયામાં રહેશે.


અને મૂસાએ લોકોને કહ્યું, “બીશો નહિ, ઊભા રહો, ને યહોવા આજે તમારે માટે જે બચાવ કરશે તે જુઓ; કેમ કે જે મિસરીઓને આજે તમે જુઓ છો, તેઓને તમે ફરી કદી જોશો નહિ.


કેમ કે હવે કેમ જણાય કે હું તથા તમારા લોક તમારી દષ્ટિમાં કૃપા પામ્યા છીએ? શું એથી નહિ કે, તમે અમારી સાથે આવો છો, એથી હું તથા તમારા લોક પૃથ્વી ઉપરના સર્વ લોકથી જુદા છીએ?”


હે આકાશો, સાંભળો; હે પૃથ્વી, કાન દે; કેમ કે યહોવા બોલ્યા છે: “મેં છોકરાંને ઉછેરીને મોટાં કર્યાં છે, પણ તેઓએ તો મારી વિરુદ્ધ બંડ કર્યું છે.


[તેમાંનો] દરેક માણસ વાયુથી સંતાવાની જગા તથા તોફાનથી ઓથા જેવો, સૂકી ભૂમિમાં પાણીના નાળા જેવો, કંટાળો ઉપજાવનાર દેશમાં વિશાળ ખડકની છાયા જેવો થશે.


તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું; આમ તેમ જોઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે; વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.


હે કીડા સમાન યાકૂબ, હે ઇઝરાયલના માણસ, બીશો નહિ; યહોવા કહે છે કે, હું તને મદદ કરીશ, વળી હુમ તારો છોડાવનાર તે ઇઝરાયલનો પવિત્ર [ઈશ્વર] છું.


પણ તેઓએ બંડ કરીને તેમના પવિત્ર આત્માને ખિન્ન કર્યો; માટે તે પોતે તેમના શત્રુ થઈને તેઓની સામે લડયા.


તેઓ તારી સાથે યુદ્ધ કરશે, પણ તને હરાવશે નહિ; કેમ કે તારો છુટકારો કરવા માટે હું તારી સાથે છું, એવું યહોવા કહે છે.”


બાબિલના રાજાથી તમે બીઓ છો, પણ તેનાથી બીઓ નહિ. યહોવા કહે છે, તેનાથી બીઓ નહિ, કેમ કે તમને બચાવવા માટે તથા તેના હાથમાંથી તમને છોડાવવા માટે હું તમારી સાથે છું.


જેઓ નાઠા તેઓ લાચાર થઈને હેશ્બોનની છાયામાં ઊભા રહે છે; પણ હેશ્બોનમાંથી અગ્નિ તથા સિહોનમાંથી જ્વાળા નીકળીને મોઆબની સીમ તથા ગર્વિષ્ઠોના માથાનું તાલકું ખાઈ ગયાં છે.


અમે તો તમારી આજ્ઞાઓથી તથા તમારા હુકમોથી ભટકી જઈને પાપ કર્યું છે, આડા ચાલ્યા છીએ, દુષ્ટતા કરી છે, ને બંડ કર્યું છે.


દયા તથા ક્ષમા અમારા ઈશ્વર પ્રભુની છે, કેમ કે અમે તેમની વિરુદ્ધ બળવો કર્યો છે;


અને કાલેબે મૂસાની આગળ લોકોને શાંત પાડયા, ને કહ્યું, “ચાલો, આપણે એકદમ ઉપર જઈને તેને કબજે કરીએ; કેમ કે આપણે તેને હરાવવાને પૂરા સમર્થ છીએ.”


અને મૂસાએ ઇઝરાલી લોકોને કહ્યું, અને તેઓના સર્વ અધિપતિઓએ તેને એ લાકડીઓ આપી, એટલે પ્રત્યેક અધિપતિ દીઠ, તેઓના પિતાનાં ઘર પ્રમાણે અકેક, એમ બાર લાકડીઓ [આપી]. અને તેઓની લાકડીઓમાં હારુનની લાકડી હતી.


અને ત્યાં લોકોને માટે પાણી નહોતું. અને તેઓ મૂસાની તથા હારુનની વિરુદ્ધ એકત્ર થયા.


ઈશ્વર તેને મિસરમાંથી કાઢી લાવે છે. તેનામાં જાણે કે જંગલી ગોધાના જેટલું બળ છે. પોતાની વિરુદ્ધ જે દેશજાતિઓ છે તેઓને તે ખાઈ નાખશે, અને તેઓનાં હાડકાં ભાંગીને ચૂરા કરશે, અને પોતાનાં તીરોથી તેઓને વીંધી નાખશે.


“જુઓ, કુંવારી ગર્ભવતી થશે, ને તેને દીકરો થશે, અને તેનું નામ તેઓ ઈમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે, ઈશ્વર આપણી સાથે.”


તો એ વાતો પરથી આપણે શું અનુમાન કરીએ? જો ઈશ્વર આપણા પક્ષના છે તો આપણી સામો કોણ?


જુઓ, યહોવા તારા ઈશ્વરે તે દેશ તારી આગળ મૂક્યો છે. [માટે] યહોવા તારા પિતૃઓના ઈશ્વરે તને કહ્યું છે તે પ્રમાણે આગળ વધીને સર કર. બીશ નહિ ને ગભરાઈશ પણ નહિ.


તોપણ તમે ત્યાં જવા નહિ ચાહતાં યહોવા તમારા ઈશ્વરની આજ્ઞાની વિરુદ્ધ બંડ કર્યું.


ત્યારે મેં તમને કહ્યું કે, ડરો નહિ, ને તેઓથી બી ન જાઓ.


બળવાન તથા હિમ્મતવાન થાઓ, બીહો નહિ, ને તેઓથી ભયભીત ન થાઓ; કેમ કે જે તારી સાથે જાય છે તે તો યહોવા તારા ઈશ્વર છે. તને તે છોડી દેશે નહિ ને તને તજી દેશે નહિ.”


અને જે તારી અગળ જાય છે તે તો યહોવા છે. તે તારી સાથે રહેશે, તે તને છોડી દેશે નહિ, ને તને તજી દેશે નહિ. બીશ નહિ ને ચોંકી જઈશ નહિ.”


કાપી નંખાયેલાના તથા કેદ પકડાયેલાના લોહીથી, [અને] શત્રુના અગ્રેસરોના માથાના લોહીથી, હું મારાં બાણોને લોહી પાઈને તૃપ્ત કરીશ, અને મારી તરવાર માંસ ખાશે.’


તો પણ તું તેઓથી બીશ નહિ. યહોવા તારા ઈશ્વરે ફારુન પર તથા આખા મિસર પર જે વિતાડ્યું તે તારે સારી રીતે યાદ રાખવું.


તું તેઓને જોઈને ગભરાઈશ નહિ; કેમ કે યહોવા તારા ઈશ્વર તારી મધ્યે છે, તે મહાન તથા ભયંકર ઈશ્વર [છે].


તેં અરણ્યમાં કેવી રીતે યહોવા તારા ઈશ્વરને કોપ ચઢાવ્યો, તે તું યાદ રાખ, ભૂલી જઈશ નહિ. મિસર દેશમાંથી તું નીકળ્યો તે દિવસથી, તે તમે આ જગાએ આવ્યા ત્યાં સુધી, તમે યહોવાની વિરુદ્ધ બંડ કર્યા કર્યું છે.


માત્ર ખ્રિસ્તની સુવાર્તાનું યોગ્ય આચરણ કરો, જેથી ગમે તો હું આવીને તમને જોઉં અથવા દૂર હોઉં તોપણ તમારા વિષે સાંભળું કે તમે સર્વ એક આત્મામાં સ્થિર રહીને એક જીવથી સુવાર્તાના વિશ્વાસને માટે પ્રયત્ન કરો છો.


તારા આયુષ્યના સર્વ દિવસભર તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહિ. જેમ મૂસાની સાથે હું રહ્યો હતો, તેમ તારી સાથે પણ હું રહીશ. હું તને તજીશ નહિ; ને મૂકી દઈશ નહિ.


તો હવે આ પર્વત કે જે વિષે યહોવાએ તે દિવસે કહ્યું હતું, તે મને આપ; કેમ કે તે દિવસે તેં પોતે સાંભળ્યું કે ત્યાં અનાકી, ને તેમનાં મોટાં તથા કોટવાળાં નગરો છે. કદાચ યહોવા મારી સાથે હશે, ને યહોવાએ કહ્યું તેમ તેઓને હું હાંકી કાઢીશ.”


અને યૂસફના વંશોને પણ બેથેલ પર ચઢાઈ કરી; અને યહોવા તેઓની સાથે હતા.


Lean sinn:

Sanasan


Sanasan