Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 14:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 જો યહોવા આપણા ઉપર પ્રસન્‍ન હશે, તો તે આપણને તે દેશમાં લાવશે, ને તે આપણને આપશે. તે તો દૂધમધની રેલછેલવાળો દેશ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 જો પ્રભુ આપણા ઉપર પ્રસન્‍ન હશે તો તે આપણને તે દેશમાં લઈ જશે અને એ દૂધમધની રેલમછેલવાળો દેશ આપણને આપશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જો યહોવાહ આપણા પર પ્રસન્ન હશે, તો તે આપણને તે દેશમાં લઈ જશે અને તે આપણને આપશે. તે તો દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 જો યહોવા આપણા પર પ્રસન્ન હશે, તો તે આપણને એ દેશમાં લઈ જશે અને જ્યાં દૂધ અને મધની રેલછેલ છે તેવી ભૂમિ તે આપણને આપશે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 14:8
15 Iomraidhean Croise  

વળી તેમણે મને ખુલ્લી જગામાં લાવીને મૂક્યો; તેમણે મને છોડાવ્યો, કેમ કે તે મારા પર પ્રસન્‍ન હતા.


ધન્ય હોજો તમારા ઈશ્વર યહોવાને કે જેમણે તમારા પર પ્રસન્ન થઈને તમને ઇઝરાયલના રાજ્યાસન પર બેસાડ્યા; કેમ કે યહોવાએ ઇઝરાયલ પરના પોતાના સતત પ્રેમને લીધે તમને ન્યાય તથા ઈનસાફ કરવા માટે રાજા ઠરાવ્યા.”


ત્યાં સુધી તમે દરેક પોતપોતાના દ્રાક્ષાવેલાનું ને પોતપોતાની અંજીરીનું ફળ ખાજો, ને પોતપોતાના ટાંકામાંથી પાણી પીજો. જ્યારે હિઝકિયા તમને સમજાવે, ‘યહોવા આપણને છોડાવશે, ’ ત્યારે તમે તેનું સાંભળશો નહિ.


“તું પોતાને યહોવાના હાથમાં સોંપ; તે તને છોડાવે; તે તારા પર રાજી છે, માટે તે તને બચાવે.”


અને મિસરીઓના હાથમાંથી તેઓને છોડાવવા માટે, તે દેશમાંથી તોએને કાઢીને, એક સારો તથા વિશાળ દેશ, બલ્કે દૂધમધની રેલછેલવાળો દેશ જ્યાં કનાની તથા હિત્તી તથા અમોરી તથા પરીઝી તથા હિવ્વી તથા યબૂસી લોકો રહે છે, ત્યાં તેમને લઈ જવા માટે હું ઊતર્યો છું.


તું ફરીથી ‘તજેલી’ કહેવાશે નહિ; તેમ તારો દેશ ફરીથી ‘ઉજ્જડ’ કહેવાશે નહિ; કેમ કે તું ‘હેફસીબા’ (મારો આનંદ) કહેવાઈશ, ને તારો દેશ ‘બેઉલાહ’ (વિવાહિત) કહેવાશે; કેમ કે યહોવા તારા પર પ્રસન્ન છે, ને તારા દેશનાં લગ્ન થશે.


હા, હું તેઓનું હિત કરવામાં આનંદ માનીશ, ને હું મારા પૂર્ણ હ્રદયથી તથા ખરા જિગરથી તેઓને આ દેશમાં ખરેખર રોપીશ.


તારા ઈશ્વર યહોવા તારામાં છે, તે સમર્થ તારક છે. તે તારે માટે બહુ હરખાશે, તે [તારા પરના] તેમના પ્રેમમાં શાંત રહેશે, તે ગાતાં ગાતાં તારે માટે હર્ષ કરશે.


અને તેઓએ તેને હકીકત આપતાં કહ્યું કે, “તેં અમને મોકલ્યા તે દેશમાં અમે ગયા, ને તે ખરેખર દૂધમધની રેલછેલવાળો દેશ છે. અને આ તેનું ફળ છે.


વળી તું અમને દૂધમધની રેલછેલવાળા દેશમાં નથી લાવ્યો; અને તેં અમને ખેતરોનો તથા દ્રાક્ષાવાડીઓનો વારસો નથી આપ્યો શું તું આ માણસોની આંખો ફોડી નાખીશ? અમે ત્યાં આવનાર નથી.”


તો એ વાતો પરથી આપણે શું અનુમાન કરીએ? જો ઈશ્વર આપણા પક્ષના છે તો આપણી સામો કોણ?


તોપણ તારા પિતૃઓ પર પ્રેમ રાખવાનું યહોવાને સારું લાગ્યું, ને તેમણે તેમની પાછળ તેમના સંતાનને એટલે સર્વ લોકોના કરતાં તમને પસંદ કર્યા, જેમ આજે છે તેમ.


તો હવે આ પર્વત કે જે વિષે યહોવાએ તે દિવસે કહ્યું હતું, તે મને આપ; કેમ કે તે દિવસે તેં પોતે સાંભળ્યું કે ત્યાં અનાકી, ને તેમનાં મોટાં તથા કોટવાળાં નગરો છે. કદાચ યહોવા મારી સાથે હશે, ને યહોવાએ કહ્યું તેમ તેઓને હું હાંકી કાઢીશ.”


Lean sinn:

Sanasan


Sanasan