Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 14:43 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 કેમ કે અમાલેકીઓ તથા કનાનીઓ ત્યાં તમારી આગળ છે, ને તમે તરવારથી પડશો. તમે યહોવાને અનુસરવાથી પાછા ફરી ગયા છો, એ માટે યહોવા તમારી સાથે નહિ આવે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

43 જ્યારે તમે અમાલેકીઓ અને કનાનીઓનો સામનો કરશો ત્યારે તમે યુધમાં તલવારથી માર્યા જશો. કારણ, તમે પ્રભુને અનુસરવાનું મૂકી દીધું હોવાથી પ્રભુ તમારી સાથે નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 પણ અમાલેકીઓ અને કનાનીઓ ત્યાં તમારી આગળ છે અને તમે તલવારથી મરશો કેમ કે તમે યહોવાહને અનુસરવાથી પાછા ફર્યા છો. તેથી તેઓ તમારી સાથે નહિ રહે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 અમાંલેકીઓ અને કનાનીઓ તમાંરો સામનો કરવા ઊભા છે અને તમે તેમના શિકારનો ભોગ બનશો. કારણ તમે યહોવાને અનુસરવાનું ત્યજી દીધું છે, અને તેથી હવે યહોવા તમાંરી સાથે નથી.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 14:43
14 Iomraidhean Croise  

મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ, ને સંપૂર્ણ અંત:કરણથી તથા રાજીખુશીથી તેમની સેવા કર; કેમ કે યહોવા સર્વનાં અંત:કરણોને તપાસે છે, ને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે. જો તું પ્રભુને શોધશે તો તે તને જડશે. પણ જો તું તેમનો ત્યાગ કરશે તો તે તને સદાને માટે તજી દેશે.


તેથી તે આસાને મળવા ગયો, ને તેન કહ્યું, “આસા, અને સર્વ યહૂદા તથા બુન્યામીન, મારું સાંભળો; જ્યાં સુધી તમે યહોવાના પક્ષમાં રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે; જો તમે તેને શોધશો, તો તે તમને મળશે; પણ જો તમે તેમને તજી દેશો તો તે તમને તજી દેશે.


તમે વૈરી તરફ અમારી પાસે પીઠ ફેરવાવો છો; અને અમારા દ્વેષીઓ પોતાની મરજી પ્રમાણે અમને લૂંટે છે.


પણ તેઓએ બંડ કરીને તેમના પવિત્ર આત્માને ખિન્ન કર્યો; માટે તે પોતે તેમના શત્રુ થઈને તેઓની સામે લડયા.


જો કે તેઓ પોતાનાં છોકરાં ઉછેરે છે, તોપણ એક પણ માણસ ન રહે ત્યાં સુધી હું તેઓને નસંતાન કરીશ; હા, હું તેમનાથી દૂર રહીશ, ત્યારે પણ તેમને અફસોસ!


અને હું તમારી વિરુદ્ધ મારું મુખ રાખીશ, ને તમે તમારા શત્રુઓની આગળ માર્યા જશો. જેઓ તમારો દ્વેષ કરે છે તેઓ તમારા ઉપર રાજ કરશે, અને તમારી પછવાડે કોઈ લાગેલો નહિ હોવા છતાં તમે નાસશો.


નેગેબ પ્રાંતમાં અમાલેકીઓ રહે છે. અને પર્વતોમાં હિત્તીઓ તથા યબૂસીઓ તથા અમોરીઓ રહે છે. અને સમુદ્રની પાસે તથા યર્દનને કાંઠે કનાનીઓ રહે છે.”


અમાલેકીઓ તથા કનાનીઓ તો મેદાનમાં રહે છે. કાલે તમે પાછા ફરો, ને સૂફ સમુદ્રને માર્ગે અરણ્યમાં જાઓ.”


યહોવા તમારી મધ્યે નથી, માટે આગળ ન જાઓ. રખેને તમારા શત્રુઓ તમને મારે.


પણ તેઓ અભિમાન કરીને પર્વતના શિખર પર ચઢી ગયા. પરંતુ યહોવાનો કરારકોશ તથા મૂસા છાવણીમાંથી બહાર ન ગયા.


યહોવા તારા શત્રુઓની સામે તને માર ખવડાવશે. તું એક માર્ગે તેઓની સામે ધસી જઈશ. ને સાત માર્ગે તેઓની સામેથી નાસી જઈશ. અને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં તું અહીંથી તહીં નાસાનાસ કરશે.


તેઓએ ગિલ્યાદ પ્રાંતમાં રુબેનપુત્રોની તથા ગાદપુત્રોની તથા મનાશ્શાના અર્ધકુળની પાસે જઈને તેઓને કહ્યું,


એ કારણથી ઇઝરાયલી લોકો તેમના શત્રુઓની આગળ ટકી શકતા નથી. તેઓ તેમના શત્રુઓની આગળ પીઠ ફેરવે છે, કારણ કે તેઓ શાપિત થયા છે. તમે તમારામાંથી શાપિત વસ્તુનો નાશ નહિ કરો તો હું તમારી સાથે કદી રહેનાર નથી.


પછી તેણે કહ્યું. “સામસૂન, પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે.” અને ઊંઘમાંથી જાગીને તેણે કહ્યું, “હું અગાઉની જેમ બહાર નીકળીને મારું શરીર ખંખેરીશ.” પણ તે જાણતો નહોતો કે યહોવા તેની પાસેથી જતા રહ્યા છે.”


Lean sinn:

Sanasan


Sanasan