Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 14:40 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 અને તેઓ વહેલી સવારે ઊઠ્યા, ને પર્વતના શિખર પર જઈને કહ્યું, “જુઓ આપણે અહીં આવ્યા છીએ, ને જે જગાનું યહોવાએ વચન આપ્યું છે ત્યાં આપણે જઈએ; કેમ કે આપણે પાપ કર્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

40 બીજે દિવસે વહેલી સવારે તેમણે કહ્યું, “પ્રભુએ જે જગા આપવાનું આપણને વચન આપ્યું હતું ત્યાં જવાને અમે તૈયાર છીએ. કારણ, અમે કબૂલ કરીએ છીએ કે અમે પાપ કર્યું છે.” એમ કહેતાં જ તેઓ ઊંચા પહાડી પ્રદેશ પર આક્રમણ કરવા નીકળી પડયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 અને તેઓ વહેલી સવારે ઊઠયા અને પર્વતના શિખર પર જઈને કહ્યું કે, “જુઓ, આપણે અહીં છીએ. અને જે જગ્યા વિષે યહોવાહે વચન આપ્યું હતું ત્યાં આપણે જઈએ, કેમ કે આપણે પાપ કર્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 બીજે દિવસે વહેલી સવારે તેઓ ઊઠયા અને બોલ્યા, “જુઓ, યહોવાએ જે ભૂમિની વાત કરી હતી ત્યાં જવા અમે તૈયાર છીએ, અમે કરેલાં પાપનું અમને ભાન થયું છે. હવે અમે યહોવાએ જે દેશનું વચન આપ્યું હતું ત્યાં જવા તૈયાર છીએ, એમ કહેતાં તેઓ પહાડી પ્રદેશ ઉપર ચઢાઈ કરવા નીકળી પડયા.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 14:40
8 Iomraidhean Croise  

સર્વની એક જ ગતિ થવાની છે, એ તો જે સર્વ કામ પૃથ્વી પર થાય છે તેઓમાંનો એક અનર્થ છે, વળી માણસોનું અંત:કરણ ભૂંડાઈથી ભરપૂર છે, જ્યાં સુધી તેઓ જીવે છે ત્યાં સુધી તેઓના હ્રદયમાં ગાંડપણ હોય છે, અને તે પછી તેઓ મૂએલાઓમાં [ભળી જાય છે].


પણ આ દેશમાંનાઓનો કે પરદેશીઓમાંનો જે માણસ મદોન્મત્તપણાથી કંઈ કરે તે યહોવાની વિરુદ્ધ દુર્ભાષણ કરે છે. અને તે માણસ પોતાના લોકમાંથી અલગ કરાય.


અને બલામે યહોવાના દૂતને કહ્યું, “મેં પાપ કર્યું છે; કેમ કે તું મને એટકાવવાને રસ્તામાં ઊભો હતો તે હું જાણતો નહોતો. અને હવે જો તને ખોટું લાગે તો હું પાછો જઈશ.”


જ્યારે ઘરધણી ઊઠીને બારણું બંધ કરશે, અને તમે બહાર ઊભા રહીને બારણું ખટખટાવવા માંડશો, અને કહેશો કે, પ્રભુ, અમારે માટે ઉઘાડો’; અને તે તમને ઉત્તર આપશે કે, ‘તમે ક્યાંના છો એ હું જાણતો નથી.’


ત્યારે તમે મને એવો ઉત્તર આપ્યો કે, ‘અમે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે, અમે ઉપર ચઢીને આપણા ઈશ્વરે યહોવાએ આપણને આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે યુદ્ધ કરીશું.’ અને તમો સર્વ માણસો પોતપોતાનાં યુદ્ધશસ્‍ત્ર સજીને પર્વત ઉપર જવાને અધીરા થઈ ગયા હતા.


એમ મેં તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહિ. અને તમે યહોવાની આજ્ઞાની વિરુદ્ધ ફિતૂર કર્યું, ને મદોન્મત થઈને તે પહાડી પ્રદેશમાં ચઢી ગયા.


Lean sinn:

Sanasan


Sanasan