Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 14:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 જે બધા માણસોએ મારું ગૌરવ ને મિસરમાં તથા અરણ્યમાં મારા ચમત્કારો જોયા છતા દશ વખત મારી પરીક્ષા કરી છે, ને મારી વાણી સાંભળી નથી,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 જે સર્વ લોકોએ મારું ગૌરવ અને મિસરમાં તથા અરણ્યમાં મારા ચમત્કારો જોયા છતાં દસ વખત મારું પારખું કર્યું છે અને મારી વાણી સાંભળી નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 જે લોકોએ માંરું ગૌરવ અને મિસરમાં તથા અરણ્યમાં માંરાં પરાક્રમો જોયાં છતાં દશદશ વખત માંરું પારખું કર્યુ છે અને માંરું કહ્યું માંન્યું નથી,

Faic an caibideil Dèan lethbhreac




ગણના 14:22
31 Iomraidhean Croise  

વીસ વર્ષ સુધી હું એ પ્રમાણે તારા ઘરમાં રહ્યો. તારી બે દીકરીઓને માટે ચૌદ વર્ષ, ને તારાં ઢોરને માટે છ વર્ષ મેં તારી ચાકરી કરી છે. અને મારું વેતન તેં દશ વાર બદલી નાખ્યું.


પણ તમારા પિતાએ મને ઠગ્યો છે, ને મારું વેતન દશ વાર તેમણે બદલી નાખ્યું છે; પણ ઈશ્વરે તેમને મારું ભૂંડું કરવા ન દીધું.


આ દશ વાર તમે મને મહેણાં માર્યાં છે. મારી સાથે નિર્દય રીતે વર્તતાં તમને શરમ આવતી નથી.


પણ અરણ્યમાં તેઓએ ઘણી જ દુર્વાસના કરી, અને રાનમાં ઈશ્વરની પરીક્ષા કરી.


માટે અરણ્યમાં તેઓનો નાશ કરવાને, તથા વિદેશીઓમાં તેઓનાં સંતાનને વેરણ-ખેરણ કરવાને,


તેઓએ પાછા હઠીને ઈશ્વરની પરીક્ષા કરી, અને ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ને માઠું લગાડ્યું.


અને તેઓએ મૂસાને કહ્યું, “શું મિસરમાં કબરો નહોતી કે તું અમને મિસરમાંથી કાઢી લાવીને તું આ પ્રમાણે અમારી સાથે કેમ વર્ત્યો?


અને લોકોએ મૂસાની વિરુદ્ધ કચકચ કરીને કહ્યું, “અમે શું પીએ?”


અને સર્વ ઇઝરાયલીઓએ આખા અરણ્યમાં મૂસા તથા હારુનની વિરુદ્ધ કચકચ કરી.


માટે લોકોએ મૂસાની સાથે તકરાર કરીને કહ્યુમં, “અમને પીવાને પાણી આપ.” અને મૂસાએ તેઓને કહ્યું, “તમે મારી સાથે શા માટે તકરાર કરો છો? તમે યહોવાની પરીક્ષા કેમ કરો છો?”


અને ત્યાં લોકોને તરસ લાગી. અને લોકોએ મૂસાની વિરુદ્ધ બડબડ કરતાં કહ્યું, “તું શા માટે અમને તથા અમારાં છોકરાંને તથા અમારાં ઢોરોને તરસે મારી નાખવા મિસરમાંથી લાવ્યો છે?”


અને તેણે તે જગાનું નામ માસ્સા તથા મરીબા પાડયું; કેમ કે ઇઝરાયલી લોકોએ તકરાર કરી, ને યહોવા અમારામાં છે કે નહિ, એમ કહીને તેઓએ યહોવાની પરીક્ષા કરી.


અને લોકોએ જોયું કે મૂસાને પર્વત પરથી ઊતરતા વિલંબ થાય છે, ત્યારે તેઓ હારુનની પાસે એકઠા થયા, ને તેને કહ્યું, “ઊઠ, અમારી આગળ ચાલવા માટે અમારે માટે દેવ બનાવ; કેમ કે જે માણસ અમને મિસર દેશમાંથી કાઢી લાવ્યો તે મૂસાનું શું થયું, તે અમે જાણતા નથી.”


અને તેઓએ તેમને કહ્યું, “યહોવા તમારા ઉપર દષ્ટિ કરીને ન્યાય કરો. કેમ કે ફારુનની દષ્ટિમાં તથા તેમના સેવજોની દષ્ટિમાં તમે અમને ધિકકારપાત્ર કરી નાખ્યા છે, ને એમ કરીને અમને મારી નાખવા માટે તેઓના હાથમાં તરવાર આપી છે.”


તેં ઘણી બાબતો જોઈ છે, પણ તેમને નિહાળીને જોઈ નથી; તારા કાન ઉઘાડા છે, પણ તું સાંભળતો નથી.


જ્ઞાન તથા અક્કલની જે જે બાબતો વિષે રાજા તેમને પૂછી જોતો તે દરેકમાં જે સર્વ જાદુગરો તથા મંત્રવિદ્યા જાણનારા તેના આખા રાજ્યમાં હતા તેઓના કરતાં તેઓ તેને દશગણા શ્રેષ્ઠ માલૂમ પડ્યા.


હમણાં અમે ગર્વિષ્ઠોને ધન્યવાદ આપીએ છીએ; હા, દુરાચારીઓ આબાદ થતા જાય છે; હા, તેઓ ઈશ્વરની પરીક્ષા કરે છે, છતાં તેઓ બચી જાય છે.’


અને લોકો યહોવાના કાનમાં ભૂંડી કચકચ કરનારાના જેવા થયા. અને યહોવાએ તે સાંભળ્યું ત્યારે તેમનો કોપ સળગી ઊઠયો; અને યહોવાનો અગ્નિ તેઓ મધ્યે પ્રગટયો; અને તેમણે છાવણીના સૌથી દૂરના છેડા સુધી બાળીને ભસ્મ કર્યું.


અને તેઓની સાથેનો મિશ્ચિત લોકનો જથો અયોગ્ય વાસના કરવા લાગ્યો. અને ઇઝરાયલીઓએ પણ ફરીથી રડીને કહ્યું, “અમને ખાવાને માંસ કોણ આપશે?


અને મૂસા એક કૂશી સ્‍ત્રીની સાથે પરણ્યો હતો, તેને લીધે મરિયમ તથા હારુન તેની વિરુદ્ધ બોલ્યા; કેમ કે તે કૂશી સ્‍ત્રીની સાથે પરણ્યો હતો.


અને યહોવાએ મૂસાને કહ્યું, “આ લોક મને ક્યાં સુધી તુચ્છકારશે? અને તેઓ મધ્યે જે સર્વ ચિહ્નો મેં કર્યાં છે તે છતાં, તેઓ ક્યાં સુધી મારા પર વિશ્વાસ રાખશે નહિ?


અને સર્વ ઇઝરાયલી લોકોએ મૂસાની વિરુદ્ધ તથા હારુનની વિરુદ્ધ કચકચ કરી. અને સર્વ લોકોએ તેઓને કહ્યું, “અમે મિસર દેશમાં મરી ગયા હોત તો સારું! અથવા આ અરણ્યમાં મરી ગયા હોત તો સારું!


ફક્ત કનીઝી યફૂનેનો દિકરો કાલેબ તથા નૂનનો દિકરો યહોશુઆ [તે દેશ જોશે] ; કેમ કે તેઓ યહોવાની પાછળ પૂરા મનથી ચાલ્યા છે.”


ઈસુએ તેને કહ્યું, “એમ પણ લખેલું છે કે, પ્રભુ તારા ઈશ્વરનું પરીક્ષણ તું ન કર.”


પણ તેઓમાંના ઘણાખરા પર ઈશ્વર પ્રસન્‍ન ન હતા, માટે તેઓ અરણ્યમાં માર્યા ગયા.


વળી જેમ તેઓમાંના કેટલાકે પ્રભુનું પરીક્ષણ કર્યું, અને સર્પોથી નાશ પામ્યા, તેમ આપણે તેમનું પરીક્ષણ કરીએ નહિ.


તેં અરણ્યમાં કેવી રીતે યહોવા તારા ઈશ્વરને કોપ ચઢાવ્યો, તે તું યાદ રાખ, ભૂલી જઈશ નહિ. મિસર દેશમાંથી તું નીકળ્યો તે દિવસથી, તે તમે આ જગાએ આવ્યા ત્યાં સુધી, તમે યહોવાની વિરુદ્ધ બંડ કર્યા કર્યું છે.


ત્યાં તમારા પૂર્વજોએ મને પારખીને મારું પરીક્ષણ કર્યું, અને ચાળીસ વરસ સુધી મારાં કામ જોયાં.


Lean sinn:

Sanasan


Sanasan