Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 14:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 પણ આખી પ્રજાએ કહ્યું, “તેઓને પથ્થરે મારો.” અને મુલાકાતમંડપમાં સર્વ ઇઝરાયલી લોકોને યહોવાનું ગૌરવ દેખાયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 પરંતુ સમગ્ર સમાજે ધમકી આપી કે તેમને પથ્થરો મારીને મારી નાખો. એકાએક મુલાકાતમંડપ ઉપર ઇઝરાયલીઓ સમક્ષ પ્રભુનું ગૌરવ પ્રગટ થયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પણ સમગ્ર સમાજે કહ્યું કે, તેઓને પથ્થરે મારો. અને મુલાકાતમંડપમાં સર્વ ઇઝરાયલપુત્રોને યહોવાહનું ગૌરવ દેખાયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તેમ છતાં લોકો યહોશુઆ અને કાલેબને પથ્થરે માંરવાની ધમકી આપતા હતા, પરંતુ તે જ સમયે યહોવાનું ગૌરવ મુલાકાતમંડપ પર બધા ઇસ્રાએલીઓ સમક્ષ પ્રગટ થયું.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 14:10
14 Iomraidhean Croise  

અને હારુન ઇઝરાયલી લોકોની આખી સભાને વાત કરતો હતો તે દરમિયાન એમ થયું કે, તેઓએ અરણ્ય તરફ જોયું, તો જુઓ, યહોવાનું ગૌરવ મેઘમાં દેખાયું.


અને સવારે તમે યહોવાનું ગૌરવ જોશો; કેમ કે તેમની વિરુદ્ધ તમારી કચકચ યહોવાએ સાંભળી છે; અને અમે તો શા લેખામાં છીએ, કે તમે અમારી વિરુદ્ધ બડબડ કરો છો?”


અને મૂસાએ યહોવાની પ્રાર્થના કરીને કહ્યું, “એ લોકોને માટે હું શું કરું? તેઓ મને પથ્થરે મારવાની અણી પર છે.”


તે વખતે મેઘે મુલાકાતમંડપ ઉપર આચ્છાદન કર્યું, ને યહોવાના ગૌરવથી મંડપ ભરાઈ ગયો.


અને મૂસા તથા હારુન મુલાકાતમંડપમાં ગયા, ને બહાર આવીને તેઓએ લોકોને આશીર્વાદ આપ્યો; અને સર્વ લોકોને યહોવાના ગૌરવનું દર્શન થયું.


અને કોરાએ તેઓની વિરુદ્ધ સમગ્ર પ્રજાને મુલાકાતમંડપના દ્વારની પાસે એકત્ર કરી; અને સમગ્ર પ્રજાને યહોવાના ગૌરવનાં દર્શન થયાં.


અને જ્યારે મૂસા તથા હારુનની વિરુદ્ધ સર્વ લોકો એકત્ર થયા ત્યારે એમ થયું કે તેઓએ મુલાકાતમંડપની તરફ જોયું. તો જુઓ, મેઘે તેના પર આચ્છાદાન કર્યું હતું, ને યહોવાનું ગૌરવ જોવામાં આવ્યું.


અને મૂસાએ કરારના મંડપમાં યહોવાની સમક્ષ તે લાકડીઓ રાખી મૂકી.


અને મૂસા તથા હારુન સભાની આગળથી નીકળીને મુલાકાતમંડપના દ્વાર પાસે ગયા, અને ઊંધા પડ્યા; અને તેઓને યહોવાના ગૌરવનું દર્શન થયું.


ઓ યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર, ને તારી પાસે મોકલેલાઓને પથ્થરે મારનાર! જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો નીચે એકત્ર કરે છે, તેમ તારાં છોકરાંને એકત્ર કરવાનું મેં કેટલી વાર ‍ચાહ્યું, પણ તમે ચાહ્યું નહિ!


પ્રબોધકોમાંના કોને તમારા પૂર્વજોએ સતાવ્યો નહોતો? જેઓએ તે ન્યાયીના આવવા વિષે આગળથી ખબર આપી હતી તેઓને તેઓએ મારી નાખ્યા. અને હવે તમે, જેઓને દૂતો દ્વારા નિયમ મળ્યો, પણ તમે તે પાળ્યો નહિ,


તેઓ સ્તેફનને પથરા મારતા હતા ત્યારે તેણે [પ્રભુની] પ્રાર્થના કરીને કહ્યું, “ઓ પ્રભુ, ઈસુ, મારા આત્માનો અંગીકાર કરો.”


અને દાઉદને ઘણો ખેદ થયો; કેમ કે લોકો તેને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યા, કારણ, સર્વ લોક પોતપોતાના દિકરાઓ તથા દિકરીઓને લીધે મનમાં દુ:ખી હતા. પણ દાઉદે પોતાના ઈશ્વર યહોવામાં બળ પકડ્યું.


Lean sinn:

Sanasan


Sanasan