Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 13:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને તેઓ નેગેબ થઈને ગયા ને હેબ્રોન પાસે પહોંચ્યા. ત્યાં અનાકપુત્રો અહીમાન, શેશાઈ તથા તાલ્માઈ હતા (હેબ્રોન તો મિસરમાંના સોઆનથી સાત વર્ષ અગાઉ બાંધેલું હતું.)

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 તેઓ નેગેબમાં થઈને હેબ્રોન પહોંચ્યા. ત્યાં રાક્ષસી જાતિ અનાકના વંશજો અહિમાન, શેશાય તથા તાલ્માયનાં કુટુંબો રહેતાં હતાં. (ઇજિપ્તમાં સોઆન બંધાયું તેનાં સાત વર્ષ પહેલાં હેબ્રોન બંધાયું હતું.)

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તેઓ નેગેબમાંથી પસાર થયા અને હેબ્રોન પહોંચ્યા. ત્યાં અનાકપુત્રો અહીમાન, શેશાઈ અને તાલ્માય હતા. હેબ્રોન તો મિસરમાંના સોઆનથી સાત વર્ષ અગાઉ બંધાયું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 ઉત્તર તરફ જતાં તેઓ નેગેબમાંથી પસાર થયા અને હેબ્રોન પહોંચ્યા. ત્યાં તેઓએ રાક્ષસ અનાકના વંશજોના અહીમાંન, શેશાય અને તાલ્માંય કુટુંબોને વસેલાં જોયાં. (મિસરમાં સોઆન સ્થપાયું તેના સાત વર્ષ પહેલાં હેબ્રોન સ્થપાયું હતું.)

Faic an caibideil Dèan lethbhreac




ગણના 13:22
21 Iomraidhean Croise  

ત્યારે ઇબ્રામ પોતાનો તંબુ ઉઠાવીને મામરેનાં એલોન વૃક્ષો જે હેબ્રોનમાં છે તેઓ નીચે આવીને રહ્યો, ને ત્યાં યહોવાને નામે તેણે એક વેદી બાંધી.


અને સારા કનાન દેશના કિર્યાથ-અર્બા (એટલે હેબ્રોન)માં મરી ગઈ; અને ઇબ્રાહિમ સારાને માટે શોક કરવાને તથા તેને માટે રડવાને આવ્યો.


ત્યાર પછી એમ થયું કે દાઉદે યહોવાની સલાહ પૂછી, “શું હું યહૂદિયાના કોઈ નગરમાં જાઉં?” યહોવાએ તેને કહ્યું, “જા.” દાઉદે પૂછ્યું, “હું ક્યાં જાઉં?” તેમણે કહ્યું, “હેબ્રોનમાં.”


યહૂદાનું કુળ પર હેબ્રોનમાં દાઉદ રાજા તરીકે રહ્યો તે સમય સાત વર્ષ ને છ માસ સુધીનો હતો.


રફાહપુત્રોમાંનો યિશ્બી-બનોબ નામે એક માણસ હતો, તેના ભાલાનું વજન પિત્તળના ત્રણસો શેકેલ હતું. તેણે નવી [તરવાર] કમરે બાંધી હતી, તેણે દાઉદને મારી નાખવાનો વિચાર કર્યો.


મિસર દેશમાં સોઆના ક્ષેત્રમાં, તેઓના પિતૃઓની નજર આગળ તેમણે આશ્ચર્યકારક કૃત્યો કર્યાં.


તેમણે કેવી રીતે મિસરમાં પોતાનાં ચિહ્ન તથા સોઆનના ક્ષેત્રમાં પોતાના ચમત્કાર કર્યા;


સોઆનના સરદાર કેવળ મૂર્ખ છે; ફારુનના સૌથી જ્ઞાની મંત્રીઓની સલાહ બુદ્ધિહીન છે; તમે ફારુન આગળ કેમ કહો છો, “હું જ્ઞાનીઓનો પુત્ર, પ્રાચીન કાળના રાજાઓનો પુત્ર છું?”


સોઆનના સરદાર મૂર્ખ થયા છે, નોફના સરદારો છેતરાયા છે; તેનાં કુળોના મુખ્ય માણસોએ મિસરને ભમાવ્યો છે.


જો કે તેના સરદારો સોઆનમાં છે, અને તેના એલચીઓ હાનેસ પહોંચ્યા છે;


અને મૂસાએ તેઓને કનાન દેશની જાસૂસી કરવાને મોકલ્યા, ને તેઓને કહ્યું, “તમે નેગેબ (દક્ષિણ) થઈને જાઓ. ને પર્વતો પર ચઢીને,


તોપણ જે લોક તે દેશમાં રહે છે તેઓ જોરાવર છે, ને નગરોની આસપાસ કોટ છે, ને તેઓ બહુ મોટાં છે. અને વળી અમે ત્યાં અનાકપુત્રોને પણ જોયા.


અને ત્યાં રાક્ષસોથી જન્મેલા રાક્ષસોને, એટલે અનાકના પુત્રોને, અમે જોયાં અને અમે પોતાની દષ્ટિમાં પણ અમે એવા જ હતા.”


તે લોક કદાવર તથા બળવાન છે, તે અનાકીઓનાં ફરજંદ છે કે, જેઓને તું સારી રીતે ઓળખે છે, ને તેઓ વિષેની અફવા પણ તેં સાંભળી છે કે, અનાકપુત્રોની સામે કોણ ટકી શકે?


અને યહોશુઆ ને તેની સાથે સર્વ ઇઝરાયલ એગ્લોન છોડીને હેબ્રોનમાં આવ્યા; અને તેઓએ તેની સાથે લડાઈ કરી.


અને તેઓએ હારુન યાજકના પુત્રોને મનુષ્યઘાતકનું આશ્રયનગર હેબ્રોન ને તેનાં ગૌચર, તથા લિબ્ના ને તેનાં ગૌચર;


અને યહૂદા હેબ્રોનવાસી કનાનીઓની સામે ગયો.(પૂર્વે હેબ્રોનનું નામ તેઓ કિર્યાથ-આર્બા હતું.) અને તેઓએ શેશાયનો, અહીમાનનો તથા તાલ્માઈનો સંહાર કર્યો.


હેબ્રોનવાસીને ત્યાં, તથા જે બધે સ્થળે દાઉદ તથા તેના માણસો આવજા કરતા હતા, ત્યાં [તેણે મોકલાવી].


Lean sinn:

Sanasan


Sanasan