Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 13:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને તેઓ ઉપર ગયા, ને સીનના અરણ્યથી રહોબ સુધી એટલે હમાથના બારા સુધી દેશની જાસૂસી કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 તેથી તેઓ ઉત્તરમાં ગયા અને તેમણે સીનના રણપ્રદેશથી શરૂ કરીને, છેક રહોબ સુધી અને ઉત્તરમાં હમાથના ઘાટ સુધી ફરી ફરીને દેશની જાસૂસી કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેથી તેઓ ઊંચાણમાં ગયા અને જઈને સીનના અરણ્યથી રહોબ સુધી એટલે હમાથની ઘાટી સુધી દેશની જાસૂસી કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 તેઓએ સમગ્ર દેશમાં જઈને સીનના અરણ્યથી માંડીને હમાંથની ઘાટી પાસે આવેલા રહોબ સુધીનો પ્રદેશ તપાસ્યો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 13:21
15 Iomraidhean Croise  

હમાથના રાજા ટોઈને ખબર પડી કે દાઉદે હદાદેઝેરના બધા સૈન્યનો પરાજ્ય કર્યો છે,


દમસ્કસ વિષેની વાત. હમાથ તથા આર્પાદ લજ્જિત થયાં છે: કેમ કે તેઓએ માઠા સમાચાર સાંભળ્યા છે, તેઓ વિખેરાઈ ગયા છે; સમુદ્ર પર ખેદ છે. તે શાંત રહી શકતો નથી.


ત્યારે તેઓએ રાજાને પકડી લીધો, ને તેઓ તેને હમાથ દેશમાંના રિબ્લામાં બાબિલના રાજાની હજૂરમાં લાવ્યા. ત્યાં તેણે સિદકિયાનો ઇનસાફ કર્યો.


હમાથ, બેરોથા, તથા દમસ્કસની સરહદ તથા હમાથની સરહદની વચ્ચેનું સિબ્રાઇમ; તથા હૌરાનની સરહદ પરનું હાસેર-હાત્તીકોન.


કાલ્નેમાં ચાલ્યા જઈને જુઓ. ત્યાંથી મોટા હમાથમાં જાઓ. પછી આગળ વધીને પલિસ્તીઓના ગાથમાં જાઓ. શું તેઓ આ રાજ્યાના કરતાં સારાં છે? અથવા શું તેમનો વિસ્તાર તમારા કરતાં વિશાળ છે?


અને પહેલે માસે ઇઝરાયલની સમગ્ર પ્રજા સીનના અરણ્યમાં આવી; અને લોકો કાદેશમાં રહ્યા. અને ત્યાં મરિયમ મરી ગઈ, ને ત્યાં તેને દાટવામાં આવી.


કેમ કે સીનના અરણ્યમાં પ્રજાના ઝઘડામાં, પાણીની પાસે (એટલે સીનના અરણ્યમાંના કાદેશમાં મરીબાનાં પાણી પાસે) તેઓની આગળ મને પવિત્ર માનવા વિષે મારી આજ્ઞાની વિરુદ્ધ તમે ફિતૂર કર્યું.”


અને એસ્યોન-ગેબેરથી નીકળીને તેઓએ સીનના અરણ્યમાં છાવણી કરી (એ જ કાદેશ છે).


અને એ સીમા તમારે હોર પર્વતથી માંડીને હમાથના નાકા સુધી આંકવી. અને તે સીમાનો છેડો સદાદ સુધી જાય.


અને તેઓ પાછા ફરીને પર્વત પર ચઢ્યા, ને એશ્કોલની ખીણમાં જઈને તેની જાસૂસી કરી.


કેમ કે કાદેશના મરીબાનાં પાણી પાસે સીનના અરણ્‍યમાં તમે ઇઝરાયલીઓની મધ્યે મારો અપરાધ કર્યો; કેમ કે તમે ઇઝરાયલી લોકોની આગળ મને પવિત્ર માન્યો નહિ.


અને ગબાલીઓનો દેશ, ને પૂર્વ તરફ આખો લબાનોન, એટલે હેર્મોન પર્વતની તળેટીમાંના બાલ-ગાદથી તે હમાથના નાકા સુધી;


યહુદાપુત્રોના કુળનો ભાગ, તેઓનાં કુટુંબો પ્રમાણે, અદોમની સરહદ સુધી હતો; એટલે દક્ષિણ તરફ સીનનું અરણ્ય, જે તેઓનો દક્ષિણ [તરફની સીમા] નો છેવાડો ભાગ હતો ત્યાં સુધી.


તેની વહારે ચઢનાર કોઈ નહોતું. કેમ કે સિદોનથી તે આઘું હતું, ને તેઓને કોઈની સાથે કંઈ પણ વ્યવહાર ન હતો. બેથ-રહોબની પાસેની ખીણમાં એ આવેલું હતું. અને તેઓ નગર બાંધીને ત્યાં વસ્યા.


Lean sinn:

Sanasan


Sanasan