Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 13:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને જમીન કેવી છે, તે કસવાળી છે કે કસ વગરની, તેમાં વૃક્ષો છે કે નહિ [તે જુઓ]. અને તમે હિમ્મત પકડો, ને તે દેશનું કંઈ ફળ લેતા આવજો.” હવે તે વખત તો પહેલી દ્રાક્ષો પાકવાનો વખત હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 ત્યાંની ભૂમિ ફળદ્રુપ છે કે ક્સ વગરની અને ત્યાં ગાઢ જંગલો છે કે નહિ તેની તપાસ કરો. હિંમતપૂર્વક જાઓ અને ત્યાંની પેદાશમાંથી થોડાંક ફળ લેતા આવજો.” દ્રાક્ષ પાકવાની મોસમની શરૂઆતના એ દિવસો હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 ત્યાંની જમીન ફળદ્રુપ છે કે ઉજ્જડ? વળી ત્યાં વૃક્ષો છે કે નહિ? તે જુઓ, નિર્ભય થઈને જાઓ અને તે દેશનું ફળ લેતા આવજો.” હવે તે સમય પ્રથમ દ્રાક્ષો પાકવાનો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 ત્યાંની જમીન ફળદ્રુપ છે કે ઉજજડ, ત્યાં જંગલો છે કે નહિ, નિર્ભય થઈને જાઓ અને ત્યાંના કેટલાંક ફળોના નમૂના લઈને આવો.” એ સમય દ્રાક્ષની ઋતુનો પ્રથમ પાકનો હતો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 13:20
19 Iomraidhean Croise  

મારા પુત્ર, યહોવા તારી સાથે હો, અને જેમ તારા ઈશ્વર યહોવાએ તારા સંબંધી કહ્યું છે તે પ્રમાણે યહોવાનું મંદિર બાંધવામાં તું ફતેહમંદ થા.


તેઓએ કિલ્લાવાળાં શહેરો તથા રસાળ ભૂમી લઈ લીધાં. સર્વ ઉત્તમ વસ્તુઓથી ભરપૂર ધરો, ખોદેલા કૂવા, દ્રાક્ષાવાડીઓ, જૈતવાડીઓ, તથા પુષ્કળ ફળઝાડો તેઓના કબજામાં આવ્યાં. આ સર્વ સમૃદ્ધિથી તેઓ તૃપ્ત થયા, ને તમારી મોટી કૃપાથી આનંદ પામ્યા.


તમે તેમના પર મોટો ઉપકાર કરીને રાજ્ય આપ્યું તથા વિશાળ અને રસાળ દેશ તેઓને કબજે સોંપ્યો, તે છતાં તેઓએ તમારી સેવા કરી નહિ, અને તેઓ અપકૃત્યો કરતાં પાછા હઠ્યા નહિ.


હું તેમને સારા બીડમાં ચરાવીશ, ને ઇઝરાયલના ઊંચા પર્વતો પર તેમનો વાડો થશે. ત્યાં તેઓ ઉત્તમ વાડામાં સૂઈ રહેશે, ને ઇઝરાયલના પર્વતો પર તેઓ કસદાર ચારાવાળા બીડમાં ચરશે.


તે નિર્ભય વખતમાં પ્રાંતના સૌથી વધારે ફળદ્રુપ પ્રદેશો પર ચઢી આવશે; અને જે તેના પૂર્વજોએ તથા તેના પૂર્વજોના પૂર્વજોએ કર્યું નહોતું તે તે કરશે. તે તેઓમાં લૂંટફાટનો માલ તથા દ્રવ્ય વેરશે; અને કેટલાક વખત સુધી તે કિલ્લાઓની વિરુદ્ધ પોતાની યોજના યોજશે.


મને અફસોસ છે! કેમ કે લોકોએ ઉનાળાનાં ફળ વીણી લીધા પછી કોઈ કોઈ દ્રાક્ષા રહી ગયેલી હોય, તેવી મારી સ્‍થિતિ છે. ખાવાને માટે લૂમ તો મળે જ નહિ. અને પહેલવહેલાં પાકેલાં અંજીર જેને માટે મારો જીવ તલપે છે તે પણ મળે નહિ.


અને જે દેશમાં તેઓ વસે છે તે કેવો છે, સારો છે કે દેશમાં તેઓ વસે છે તે કેવો છે, સારો છે કે માઠો, અને તેઓ કેવાં નગરોમાં વસે છે, છાવણીઓમાં કે કિલ્લાઓમાં;


અને તેઓ પાછા ફરીને પર્વત પર ચઢ્યા, ને એશ્કોલની ખીણમાં જઈને તેની જાસૂસી કરી.


અને તેઓ તે દેશનાં ફળ સાથે લઈને આપણી પાસે આવ્યા, અને તેઓ એવી ખબર લાવ્યા કે, જે દેશ યહોવા આપણા ઈશ્વર આપણને આપવાના છે તે સારો દેશ છે.


અને નૂનના દીકરા યહોશુઆને સોંપણી કરીને તેણે કહ્યું, “બળવાન તથા હિમ્મતવાન થા, કેમ કે ઇઝરાયલી લોકોને જે દેશ આપવાની મેં તેમની આગળ પ્રતિજ્ઞા લીધી તેમાં તું તેઓને લાવશે. અને હું તારી સાથે રહીશ.”


તો આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે, “પ્રભુ મને સહાય કરનાર છે; હું બીશ નહિ: માણસ મને શું કરનાર છે?”


બળવાન તથા હિમ્મતવાન થા. કેમ કે આ લોકોને જે દેશ આપવાને મેં તેઓના પૂર્વજોની આગળ પ્રતિજ્ઞા લીધી હતી, તેનું વતન તું તેઓને પ્રાપ્ત કરાવશે.


શું મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા હિમ્‍મતવાન થા. ભયભીત ન થા, ને ગભરાતો નહિ; કારણ કે જ્યાં કંઈ તું જાય છે, ત્યાં તારા ઈશ્વર યહોવા તારી સાથે છે.”


અને નૂનના પુત્ર યહોશુઆએ શિટ્ટિમમાંથી બે માણસોને જાસૂસો તરીકે, છૂપી રીતે એમ કહીને મોકલ્યા, “તમે જઈને દેશની તથા યરીખોની બાતમી કાઢો.” અને તેઓ જઈને રાહાબ નામે એક વેશ્યાને ઘેર ઊતર્યા.


અને યરીખોના રાજાએ રાહાબને કહેવડાવી મોકલ્યું, “જે માણસો તારે ત્યાં આવીને તારા ઘરમાં ઊતરેલા છે તેઓને બહાર કાઢ; કારણ કે તેઓ આખા દેશની બાતમી કાઢવાને આવ્યા છે.”


Lean sinn:

Sanasan


Sanasan