Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 13:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને મૂસાએ તેઓને કનાન દેશની જાસૂસી કરવાને મોકલ્યા, ને તેઓને કહ્યું, “તમે નેગેબ (દક્ષિણ) થઈને જાઓ. ને પર્વતો પર ચઢીને,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 મોશેએ તેમને જાસૂસી કરવા મોકલતી વખતે કહ્યું, “અહીંથી ઉત્તર તરફ જાઓ અને કનાન દેશની દક્ષિણે નેગેબ થઈને પહાડી પ્રદેશમાં પ્રવેશ કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 મૂસાએ તેઓને કનાન દેશની જાસૂસી કરવા મોકલ્યા અને તેઓને કહ્યું કે, “તમે નેગેબની દક્ષિણમાં થઈને ઉચ્ચ પ્રદેશમાં જાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 મૂસાએ તેઓને કનાનભૂમિની ફરીને તપાસ કરવા મોકલતી વખતે સૂચનાઓ આપી: “તમે નેગેબની દક્ષિણમાં થઈને ઉચ્ચ પ્રદેશમાં જાઓ.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 13:17
16 Iomraidhean Croise  

ત્યાર પછી ઇબ્રામ જતાં જતાં નેગેબ તરફ ગયો.


અને ઇબ્રામ પોતાની પત્નીને લઈને સર્વ માલમિલકત સહિત મિસરમાંથી નેગેબ તરફ ગયો, અને લોત તેની સાથે ગયો.


ઊઠ, આ દેશની લંબાઈ તથા પહોળાઈની હદ સુધી ફર; કેમ કે તે હું તને આપીશ.”


અને તે નેગેબથી આગળ ચાલતાં બેથેલ ગયો, એટેલે બેથેલ તથા આયની વચ્ચે જયાં પહેલવહેલાં તેનો તંબુ હતો [ત્યાં ગયો].


અને સિદીમના નીચાણમાં ડામરના ખાડા બહુ હતા. અને સદોમ તથા ગમોરાના રાજા નાસીને તેમાં પડયાં, ને જે બાકી રહ્યા હતા તેઓ પહાડ તરફ નાસી ગયા.


તે દેશ કેવો છે તે જુઓ. અને તેમાં વસનાર લોક બળવાન છે કે અબળ, થોડા છે કે ઘણા;


નેગેબ પ્રાંતમાં અમાલેકીઓ રહે છે. અને પર્વતોમાં હિત્તીઓ તથા યબૂસીઓ તથા અમોરીઓ રહે છે. અને સમુદ્રની પાસે તથા યર્દનને કાંઠે કનાનીઓ રહે છે.”


અને તેઓ વહેલી સવારે ઊઠ્યા, ને પર્વતના શિખર પર જઈને કહ્યું, “જુઓ આપણે અહીં આવ્યા છીએ, ને જે જગાનું યહોવાએ વચન આપ્યું છે ત્યાં આપણે જઈએ; કેમ કે આપણે પાપ કર્યું છે.”


અને તે પહાડી પ્રદેશમાં રહેનાર અમોરીઓ તમારી વિરુદ્ધ નીકળી આવ્યા, ને માખીઓની જેમ તમારી પાછળ લાગ્યા, ને સેઈરમાં છેક હોર્મા સુધી તમને મારીને હાર ખવડાવી.


એમ યહોશુઆએ આખા દેશને, એટલે પહાડી પ્રદેશને, તથા નેગેબને, તથા નીચાણના પ્રદેશને, તથા ઢોળાવને, તથા તેઓના સર્વ રાજાઓને માર્યા. તેણે કોઈને જીવતું રહેવા દીધું નહિ. પણ જેમ ઇઝરાયલના ઇશ્વર યહોવાએ આજ્ઞા આપી હતી, તેમ તેણે સર્વ શ્વાસોચ્છવાસ કરનારનો પૂરો નાશ કર્યો.


અને ત્યાંથી તે [સીમા] આક્રાબ્બીમના ઘાટની દક્ષિણે થઈને આગળ સીન સુધી ગઈ, ને કાદેશ-બાર્નેઆની દક્ષિણે થઈને ઉપર ગઈ, ને હેસ્‍ત્રોનની પાસે થઈને આગળ ગઈ, ને આદ્દાર સુધી ગઈ, ને ચકરાવો ખાઈને કાર્કાને લાગી.


અને નૂનના પુત્ર યહોશુઆએ શિટ્ટિમમાંથી બે માણસોને જાસૂસો તરીકે, છૂપી રીતે એમ કહીને મોકલ્યા, “તમે જઈને દેશની તથા યરીખોની બાતમી કાઢો.” અને તેઓ જઈને રાહાબ નામે એક વેશ્યાને ઘેર ઊતર્યા.


તેણે તેને કહ્યું, “મને આશીર્વાદ આપ; તેં મને નેગેબની ભૂમિ આપી છે, તો પાણીના ઝરા પણ મને આપ.” અને કાલેબે તેને ઉપરના તેમ જ નીચેના ઝરા આપ્યા.


અને યહોવા યહૂદાની સાથે હતા; અને તેણે પહાડી પ્રદેશ [ના રહેવાસીઓ] ને હાંકી કાઢ્યા, પણ નીચાણમાં રહેનારાને તે હાંકી કાઢી શક્યો નહિ, કેમ કે તેઓની પાસે લોઢાના રથ હતા.


ત્યાર પછી યહૂદાપુત્રો પહાડી પ્રદેશમાં, નેગેબમાં, તથા નીચાણના પ્રદેશમાં રહેનારા કનાનીઓની સાથે લડવાને ઊતરી પડ્યા.


Lean sinn:

Sanasan


Sanasan