Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 11:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને યહોવાએ મૂસાને કહ્યું, “ઇઝરાયલના વડીલોમાંના સિત્તેર માણસ કે જેઓને તું લોકોના વડીલો તથા તેઓના ઉપરીઓ તરીકે ઓળખે છે તેઓને મારી રૂબરૂ એકઠા કર, અને મુલાકાતમંડપની પાસે તેઓને લાવ કે, તેઓ ત્યાં તારી સાથે ઊભા રહે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 પ્રભુએ મોશેને કહ્યું, “તું જેમને લોકોના વડીલો અને આગેવાનો તરીકે ઓળખે છે એવા ઇઝરાયલી લોકોના સિત્તેર વડીલોને એકત્ર કર અને તેમને મારા મુલાકાતમંડપ આગળ લઈ આવ અને ત્યાં તારી પાસે તેઓ ઊભા રહે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પછી યહોવાહે મૂસાને કહ્યું, “ઇઝરાયલના વડીલોમાંના સિત્તેર પુરુષો કે જેઓને તું લોકોના વડીલો તથા ઉપરીઓ તરીકે ઓળખાવે છે. તેઓને મારી સમક્ષ એકત્ર કર. અને મુલાકાતમંડપની પાસે તેઓને લાવ. તેઓને ત્યાં તારી સાથે ઊભા રાખ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 પછી યહોવાએ મૂસાને કહ્યું, “ઇસ્રાએલના સિત્તેર વડીલોને માંરી સમક્ષ મુલાકાત મંડપ આગળ લઈ આવ જેઓને વિષે તને ખાતરી હોય, અને ત્યાં તારી સાથે ઊભા રહેવાનું તેઓને કહે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 11:16
14 Iomraidhean Croise  

અને યૂસફના દિકરા જે મિસર દેશમાં તેને થયા તે બે હતા. અને યાકૂબના ઘરનાં સર્વ માણસ જે મિસરમાં આવ્યાં તેઓ સિત્તેર હતાં.


અને મૂસાએ સમગ્ર ઇઝરાયલીઓમાંથી હોશિયાર માણસોને ચૂંટી કાઢીને તેઓને લોકોના અધિકારીઓ ઠરાવ્યા, એટલે હજાર હજારના ઉપરીઓ, સો સોના ઉપરીઓ, પચાસ પચાસના ઉપરીઓ, તથા દશ દશના ઉપરીઓ.


અને યહોવાએ મૂસાને કહ્યું, “યહોવાની પાસે ઉપર આવ, તું તથા હારુન તથા નાદાબ તથા અબીહૂ તથા ઇઝરાયલના વડીલોમાંના સિત્તેર ઉપર આવો; અને દૂર રહીને ભજન કરો.


ત્યારે મૂસા તથા હારુન તથા નાદાબ તથા અબીહૂ તથા ઇઝરાયલના સિત્તેર વડીલો ઉપર ચઢયા.


અને મૂસા તથા હારુને જઈને ઇઝરાયલીઓના સર્વ વડીલોને એકઠા કર્યાં;


યહોવા કહે છે, “તું જઈને કુંભારની એક માટલી વેચાતી લે, ને લોકોમાંના તથા યાજકોમાંના કેટલાક વડીલોને લઈને,


તેઓની આગળ ઇઝરાયલ લોકોના વડીલોમાંના સિત્તેર માણસો ઊભેલા હતા, ને તેઓની સાથે શાફાનનો પુત્ર યાઝનિયા ઊભો હતો, ને દરેક માણસના હાથમાં પોતપોતાની ધૂપદાની હતી. અને ધૂપના ગોટેગોટા [નીકળતા હતા] , અને તેની વાસ બધે પ્રસરતી હતી.


અને મૂસાએ નીકળી જઈને યહોવાનાં વચન લોકોને કહી સંભળાવ્યાં. અને લોકોના વડીલોમાંના સિત્તેર માણસોને તેણે એકત્ર કર્યા, ને મંડપની આસપાસ તેઓને ઊભા કર્યા.


અને મૂસા ઊઠીને દાથાન તથા અબિરામની પાસે ગયો. અને ઇઝરાયલના વડીલો તેની પાછળ ગયા.


આ બિનાઓ બન્યા પછી પ્રભુએ બીજા સિત્તેર શિષ્યોને ઠરાવ્યા, અને જે પ્રત્યેક શહેર તથા જગામાં તે પોતે જવાના હતા, ત્યાં તેઓમાંના બબ્બેને પોતાની આગળ મોકલ્યા.


તે સિત્તેર હરખાતા હરખાતા પાછા આવ્યા, અને તેઓએ કહ્યું, “પ્રભુ, તમારા નામથી દુષ્ટાત્માઓ પણ અમારે તાબે થયા છે.”


તેથી તમારાં કુળોના મુખ્યો જેઓ બુદ્ધિમાન તથા નામીચા પુરુષો હતા તેઓને લઈને મેં તેઓને તમારા અધિકારીઓ ઠરાવ્યા, એટલે જેવાં તમારાં કુળો તે પ્રમાણે હજારહજાના આગેવાનો, તથા સોસોના આગેવાનો, તથા દશદશના આગેવાનો, તથા અમલદારપ [ઠરાવ્યા].


“જે સર્વ ગામો યહોવા તારા ઈશ્વર તને આપે તેમની અંદર તું તારે માટે તારાં કુળો પ્રમાણે ન્યાયાધીશો તથા અમલદારો ઠરાવ. અને તેઓ અદલ ન્યાયીપણાથી લોકોનો ન્યાય ચૂકવે.


તમારા કુળોના સર્વ વડીલોને તથા તમારા સરદારોને મારી પાસે એકત્ર કરો કે, હું તેઓના સાંભળતાં આ વચનો કહું, ને તેઓની વિરુદ્ધ આકાશ તથા પૃથ્વીને સાક્ષી રાખું.


Lean sinn:

Sanasan


Sanasan