ગણના 10:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને જ્યારે તમે પોતાના દેશમાં તમારા ઉપર જુલમ કરનાર શત્રુઓની સામે યુદ્ધ કરવા જાઓ, ત્યારે ભયસૂચક રણશિંગડાં વગાડો. અને યહોવા તમારા ઈશ્વરની હજૂરમાં તમારું સ્મરણ કરવામાં આવશે, ને તમે પોતાના શત્રુઓથી બચાવ પામશો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 તમારા દેશમાં તમારી ઉપર દુશ્મન ચઢી આવે અને તમે તેમની સામે લડવા જાઓ ત્યારે તમારે રણશિંગડાં વગાડીને યુધની જાહેરાત કરવી. તેથી હું પ્રભુ તમારો ઈશ્વર તમને સંભારીને સહાય કરીશ અને તમારા દુશ્મનોથી તમને બચાવી લઈશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 અને જ્યારે તમે પોતાનાં દેશમાં તમારા પર જુલમ કરનારા દુશ્મનો સાથે યુદ્ધ કરવા જાઓ ત્યારે ભયસૂચક રણશિંગડાં વગાડો. યહોવાહ રણશિંગડાંનો અવાજ સાંભળશે, તમને યાદ કરશે અને તમને તમારા દુશ્મનોથી બચાવશે. Faic an caibideilપવિત્ર બાઈબલ9 “તમાંરી ભૂમિમાં દુશ્મનો સાથે લડતા પહેલાં જોરથી રણશિંગડા ફૂંકો, ત્યારે યહોવા રણશિંગડાંનો અવાજ સાંભળશે અને તમને યાદ કરશે અને તમને તમાંરા દુશ્મનોથી બચાવશે. Faic an caibideil |
જ્યારે યહોવા તેઓને માટે ન્યાયાધીશો ઊભા કરતા હતા, ત્યારે યહોવા તે ન્યાયાધીશની સાથે રહેતા હતા, ત્યારે યહોવા તે ન્યાયાધીશના જીવતાં સુધી તેઓના શત્રુઓના હાથમાંથી તેઓને તે બચાવતા હતા, કેમ કે જેઓ તેમના ઉપર જુલમ કરતા હતા ને તેમને દુ:ખ આપતા હતા તેઓના [જુલમને] લીધે તેઓ નિસાસા નાખતા તેને લીધે યહોવાને દયા આવતી.