Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 10:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને યહોવાએ મૂસાને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુએ મોશેને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહોવાહ મૂસાને કહ્યું કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહોવાએ મૂસાને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac




ગણના 10:1
20 Iomraidhean Croise  

અને તેઓ બોલ્યા, “તારા દાસો બાર ભાઈ છીએ, કનાન દેશના એક માણસના દિકરા છીએ. અને જુઓ, નાનો ભાઈ આજે અમારા પિતાની પાસે છે, ને એકનો તો પત્તો નથી.”


એ લેઆના દિકરા છે, જેઓ તેને યાકૂબને પેટે પાદાનારામમાં થયા; વળી તેની દીકરી દીના હતી; તેના દિકરા તથા તેની દીકરીઓ સર્વ મળીને તેત્રીસ જણ હતાં.


એ પ્રમાણે દાઉદ તથા ઇઝરાયલના ઘરના સર્વ [લોક] જ્ય જ્યનો પોકાર કરતા તથા રણશિંગડાં વગાડતા ઈશ્વરનો કોશ લઈને આવતા હતા.


તેણે જોયું તો, જુઓ રિવાજ પ્રમાણે રાજા બાજઠ પર ઊભો હતો, ને સરદારો તથા રણશિંગડા [વગાડનારા] રાજાની પાસે ઊભા હતા. અને દેશના સર્વ લોક ઉત્સવ કરતા હતા, ને રણશિંગડાં વગાડતા હતા. ત્યારે અથાલ્યાએ પોતાના વસ્ત્ર ફાડીને બૂમ પાડી, “વિદ્રોહ! વિદ્રોહ!”


તેણે જોયું, તો રાજા સ્તંભ આગળ બારણામાં ઊભો હતો, ને સરદારો તથા રણશિંગડાં વગાડનારાઓ તેની પાસે ઊભા હતા. અને દેશના સર્વ લોક ઉત્સાહ કરતા હતા તથા રણશિંગડાં વગાડતા હતા.ગવૈયાઓ પણ વાજિંત્ર વગાડતા તથા સ્તુતિનાં ગાયનો ગવડાવતા હતા. ત્યારે અથાલ્યાએ બળવો! બળવો! એમ કહીને પોતાના વસ્ત્ર ફાડ્યાં.


વળી સર્વ ગાનારા લેવીઓ, એટલે આસાફ, હેમાન, યદૂથૂન, તથા તેઓના પુત્રો અને તેઓના ભાઈઓ બારીક શણનાં વસ્ત્ર પહેરીને ઝાંઝો, સિતાર તથા વીણા લઈને વેદીની પૂર્વે ઊભા હતા, તથા તેઓની સાથે એકસો વીસ યાજકો પણ રણશિંગડાં વગાડતા હતા.)


યાજકો પોતપોતાનાં કામ પ્રમાણે ઊભા રહ્યા. દાઉદ રાજાએ લેવીઓની સેવાથી યહોવાની સ્તુતિ કરી ત્યારે, યહોવાની કૃપા સર્વકાળ ટકે છે માટે, આભારસ્તુતિ કરવા માટે દાઉદે જે વાજિંત્રો બનાવ્યાં હતાં, તે લઈને લેવીઓ પણ [ઊભા રહ્યા]. યાજકો તેમની આગળ રણશિંગડાં વગાડતા હતા.અને સર્વ ઇઝરાયલીઓ ઊભા રહ્યા હતા.


જ્યારે બાધનારાઓએ યહોવાના મંદિરનો પાયો નાખ્યો, ત્યારે, યહોવાની સ્તુતિ કરવાને તેઓએ ઇઝરાયલના રાજા દાઉદે ઠરાવ્યા પ્રમાણે, યાજકોને તેઓના પોશાક પહેરાવીને તથા રણશિંગડા આપીને, તથા આસાફના લેવીપુત્રોને ઝાંઝો આપીને ઊભા રાખ્યા.


ઈશ્વર [વિજયના] પોકારસહિત, યહોવા રણશિંગડાના અવાજસહિત, ચઢી ગયા છે.


ચંદ્રદર્શન તેમ પૂનમને સમયે, એટલે આપણા પવિત્ર પર્વને દિવસે, રણશિંગડું વગાડો.


તૂરી તથા રણશિંગડાના નાદથી યહોવા રાજાની આગળ હર્ષનાદ કરો.


અને ઇઝરાયલીઓ, પ્રત્યેક માણસ પોતપોતાની છાવણીની પાસે, ને પ્રત્યેક માણસ પોતપોતાની ધજાની પાસે, પોતાનાં સૈન્યો પ્રમાણે, પોતપોતાનો તંબુ ઊભો કરે.


“તું પોતાને માટે રૂપાનાં બે રણશિંગડાં બનાવ. તે ઘડતર કામનાં બનાવ. અને તું તેઓને લોકોને બોલાવવાના તથા છાવણીઓને ચાલી નીકળવાના કામમાં લે.


અને સાતમા માસને પહેલે દિવસે તમે પવિત્ર મેળાવડો કરો. કંઈ સંસારી કામ ન કરો. તે તમારે માટે રણશિંગડાં વગાડવાનો દિવસ છે.


ઇઝરાયલના અધિપતિઓએ, એટલે તેઓના પિતાનાં ઘરના ઉપરીઓએ, અર્પણ કર્યું. તેઓ કુળોના અધિપતિઓ, અને જેઓની ગણતરી થઈ હતી તેઓના ઉપરીઓ હતા.


યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ છાવણી કરતા, ને યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ ચાલતા. મૂસાની હસ્તક અપાયેલી યહોવાની આજ્ઞાપ્રમાણે તેઓ યહોવાએ સોંપેલી સેવા કરતા.


અને રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના દૂતોને મોકલશે, ને તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેના પસંદ કરેલાઓને એકત્ર કરશે.


અને સાત યાજકો કોશની આગળ આગળ મેંઢાનાં શિંગનાં સાત રણશિંગડાં લઈને ચાલે. અને સાતમે દિવસે સાત વાર નગરની પ્રદક્ષિણા કરો, ને યાજકો રણશિંગડા વગાડે.


અને ઈશ્વરની આગળ ઊભા રહેનારા સાત દૂતોને મેં જોયા. તેઓને સાત રણશિંગડા આપવામાં આવ્યાં.


પછી ત્રણે ટુકડીઓએ રણશિંગડાં વગાડ્યાં, તથા ઘડા ફોડી નાખ્યા, ને ડાબે હાથે દીવા પકડ્યા, ને જમણા હાથમાં વગાડવાનાં રણશિંગડાં લીધાં. અને તેઓએ એવો લલકાર કર્યો કે ‘યહોવાની તથા ગિદિયોનની તરવારની જે!”


Lean sinn:

Sanasan


Sanasan