Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 1:53 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

53 પણ લેવીઓ કરારના મંડપની આસપાસ છાવણી કરે, કે ઇઝરાયલી પ્રજા પર કંઈ કોપ ન આવે. અને લેવીઓ કરારના મંડપની સંભાળ રાખે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

53 પણ લેવીઓએ સાક્ષ્યમંડપની આસપાસ પડાવ નાખવાનો છે; જેથી તેઓ સાક્ષ્યમંડપની ચોકી કરે કે કોઈ તેની નજીક જઈને ઇઝરાયલી લોકોના સમાજ પર મારો કોપ પ્રગટાવે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

53 જો કે, લેવીઓએ પવિત્રમંડપની આસપાસ જ પોતાની છાવણી નાખવી કે જેથી ઇઝરાયલના લોકો પર કંઈ કોપ ન આવે; અને લેવીઓ સાક્ષ્યોના મંડપની સંભાળ રાખે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

53 પણ લેવીઓએ પવિત્રમંડપની આસપાસ જ પોતાની છાવણી નાખવી. તેઓ પવિત્ર મુલાકાત મંડપની રક્ષા કરશે. જેથી ઇસ્રાએલી લોકોનું કશું ખોટું થશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 1:53
26 Iomraidhean Croise  

અને યહોવાના મંદિરની સેવાને માટે મુલાકાતમંડપની, પવિત્રસ્થાનની તથા પોતાના ભાઈઓ હારુનના પુત્રોની સંભાળ રાખવી, એ તેઓનું કામ હતું.


પણ અમારા ઈશ્વર તો યહોવા છે, અમે તેમને તજી દીધા નથી. યહોવાની સેવા કરનાર અમારા યાજકો તો હારુનપુત્રો છે, તથા લેવીઓ પણ પોતપોતાના કામ પર છે.


તેઓ દર સવારે તથા સાંજે યહોવાની આગળ દહનીયાર્પણો તથા સુવાસિત ધૂપ બાળે છે. અર્પિત રોટલી પણ પવિત્ર મેજ પર [તેઓ ગોઠવે છે] , અને દરરોજ સાંજે સોનાના દીપવૃક્ષના દીવા પણ સળગાવે છે. અમે તો અમારા ઈશ્વર યહોવાની આજ્ઞાઓ પાળીએ છીએ; પણ તમે તેને તજી દીધા છે.


તે માટે પ્રબોધકો વિષે સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “જુઓ, હું તેઓને નાગદમણ ખવડાવીશ, ને તેઓને ઝેર પાઈશ; કેમ કે યરુશાલેમના પ્રબોધકોથી આખા દેશમાં અધર્મ ફેલાઈ ગયો છે.”


પ્રબોધકો જૂઠું બોલે છે, ને તેઓના કહ્યા પ્રમાણે યાજકો અધિકાર ચલાવે છે અને મારા લોકને એ ગમે છે; પણ છેવટે તમે શું કરશો?”


અને મૂસાએ હારુનને તથા તેના પુત્રો એલાઝારને તથા ઇથામારને કહ્યું, “તમારા માથાના વાળ છોડી નાખતા નહિ, ને તમારાં વસ્‍ત્રો ફાડતા નહિ, રખેને તમે માર્યા જાઓ, ને રખેને સમગ્ર પ્રજા પર તે કોપાયમાન થાય. પણ જે જવાળા યહોવાએ સળગાવી છે, તેને લીધે તમારા ભાઈઓ, એટલે ઇઝરાયલનું આખું ઘર, વિલાપ કરો.


પણ તું લેવીઓને કરારના મંડપ પર તથા તેના બધા સરસામાન પર, તથા તેને લગતી સર્વ બાબતો પર ઠરાવ. તેઓ મંડપને તથા તેના સર્વ સરસામાનને ઊંચકી લે; અને તેઓ તેની સંભાળ રાખે, ને મંડપની આસપાસ છાવણી કરે.


ઇઝરાયલિ લોકોએ એ પ્રમાણે કર્યું. યહોવાએ જે સર્વ આજ્ઞા મૂસાને આપી હતી, તે પ્રમાણે તેઓએ કર્યું.


અને મૂસાએ હારુનને કહ્યું, “ધૂપપાત્ર લઈને તેમાં વેદી પરથી અગ્નિ લે, ને તેના પર ધૂપ નાખ, ને તે તરત લોકોની પાસે લઈ જઈને તેઓને માટે પ્રાયશ્ચિત્ત કર; કેમ કે યહોવાની આગળથી કોપ નીકળ્યો છે. અને મરકી શરૂ થઈ છે.”


એ શું તમને જૂજ લાગે છે કે ઇઝરાયલના ઈશ્વરે તમને પોતાની નજીક લાવવા માટે, યહોવાના મંડપની સેવા કરવા માટે, ને પ્રજાની સામે ઊભા રહીને તેઓની સેવા કરવા માટે ઇઝરાયલની પ્રજાથી તમને અલગ કર્યા છે.


અને મૂસાએ કરારના મંડપમાં યહોવાની સમક્ષ તે લાકડીઓ રાખી મૂકી.


પછી છાવણીઓની વચમાંની લેવીઓની છાવણી સાથે મુલાકાતમંડપ નીકળે. જેમ તેઓ છાવણીમાં રહે છે તેમ તેઓ પોતપોતાની જગાએ પોતાની ધજા પાસે રહીને ચાલી નીકળે.


મંડપની પાછળ પશ્ચિમ બાજુએ ગેર્શોનીઓનાં કુટુંબો છાવણી કરે.


કહાથના દિકરાઓનાં કુટુંબો મંડપની પાસે દક્ષિણ બાજુએ છાવણી કરે.


અને અબિહાઈલનો દિકરો સુરિયેલ તે મરારીનાં કુટુંબોના પિતાના ઘરનો અધિપતિ હતો. તેઓ ઉત્તર બાજુએ મંડપની પાસે છાવણી કરે.


અને મૂસા તથા હારુન, તથા તેના દિકરા મંડપની સામે પૂર્વની બાજુએ, મુલાકાતમંડપની સામે પૂર્વ બાજુએ છાવણી કરે, ને તેઓ પવિત્રસ્થાનની સંભાળ રાખે, એટલે ઇઝરાયલીઓ [ને માટે તે] ની સંભાળ રાખે. અને જે કોઈ પારકો પાસે આવે તે માર્યો જાય.


અને ઇઝરાયલીઓના અર્ધામાંથી દર પચાસમાંથી ચિઠ્ઠીઓ નાખીને અકેક લો, એટલે માણસોમાંથી, ગોપશુઓમાંથી, ગધેડાંમાંથી, તથા ઘેટાંબકરાંમાંથી, એટલે સર્વ જાતનાં ઢોરઢાંકમાંથી [લો] , ને જે લેવીઓ યહોવાના મંડપની સંભાળ કરે છે તેઓને તે આપો.”


ઇઝરાયલીઓના તે અડધા ભાગના દર પચાસ માણસમાંથી તથા પશુઓમાંથી ચિઠ્ઠીઓ નાખીને અકેક લઈને, મૂસાએ યહોવાના મંડપની સંભાળ રાખનાર લેવીઓને આપ્યાં. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ.


ઇઝરાયલી લોકોમાંથી લેવીઓને મુલાકાત મંડપમાં ઇઝરાયલી લોકોની સેવા કરવાને, તથા ઇઝરાયલી લોકોને માટે પ્રાયશ્ચિત્ત કરવાને મેં હારુનના તથા તેના દિકરાઓના તાબામાં સોંપ્યા છે; કે ઇઝરાલી લોકો પવિત્રસ્થાનની પાસે આવે, ત્યારે ઇઝરાયલી લોકો મધ્યે મરકી ન થાય.


તું સુવાર્તા પ્રગટ કર. અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ ધમકાવ તથા ઉત્તેજન આપ.


અને બેથ-શેમેશના માણસોએ યહોવાના કોશમાં જોયું, તેથી તેણે તે લોકોમાંના પચાસ હજાર ને સિત્તેરને માર્યા. આથી લોકોએ વિલાપ કર્યો, કેમ કે યહોવાએ તેમને મારીને મોટો ઘાણ વાળ્યો હતો.


Lean sinn:

Sanasan


Sanasan