Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 1:46 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

46 તેઓની ગણતરી છ લાખ ત્રણ હજાર પાંચસો ને પંચાસની થઈ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

46 તેઓની ગણતરી છ લાખ ત્રણ હજાર પાંચસો પચાસની હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

46 તો તેઓની કુલ સંખ્યા 6,03,550 હતી.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 1:46
24 Iomraidhean Croise  

અને હું તારામાંથી એક મોટી કોમ ઉત્પન્‍ન કરીશ, ને તને આશીર્વાદ આપીશ, ને તારું નામ મોટું કરીશ; અને તું આશીર્વાદરૂપ થશે:


અને હું તારો વંશ પૃથ્વીની રજના જેટલો કરીશ; એવો કે જો કોઈ પૃથ્વીની રજને ગણી શકે તો તારો વંશ પણ ગણાય.


અને તેમણે ઇબ્રામને બહાર લઈ જઈને કહ્યું, “હવે તું આકાશ તરફ જો, ને તું તારાઓ ગણી શકે, તો ગણ.” અને યહોવાએ તેને કહ્યું, “તેટલા તારાં સંતાન થશે.”


અને હું તને અતિશય સફળ કરીશ, ને તારાથી હું દેશજાતિઓને પેદા કરીશ, ને તારામાંથી રાજાઓ ઉત્પન્‍ન થશે.


તે માટે ખચીત હું તને આશીર્વાદ પર આશીર્વાદ આપીશ, ને આકાશના તારા જેટલાં તથા સમુદ્રના કાંઠાની રેતી જેટલા તારાં સંતાન વધારીશ જ વધારીશ; અને તારાં સંતાન તેઓના શત્રુઓની ભાગળ કબજામાં લેશે.


આ દેશમાં તું પ્રવાસી થઈ રહે, ને હું તારી સાથે રહીશ ને તને આશીર્વાદ આપીશ; કેમ કે તને તથા તારાં સંતાનને હું આ બધો દેશ આપીશ, ને તારા પિતા ઇબ્રાહિમની આગળ જે સમ મેં ખાધા છે તે હું પૂરા કરીશ;


અને પૃથ્વીની રજ જેટલાં તારાં સંતાન થશે, ને તું પૂર્વપશ્ચિમ તથા ઉત્તરદક્ષિણ ફેલાશે, ને તારામાં તથા તારાં સંતાનમાં પૃથ્વીનાં સર્વ ગોત્રો આશીર્વાદ પામશે.


અને યોઆબે રાજા આગળ લોકોની ગણતરીની કુલ સંખ્યા રજૂ કરી:ઇઝરાયલમાં તરવાર ખેંચનાર શૂરવીર પુરુષો આઠ લાખ હતા. અને યહૂદિયામાં એવા પાંચ લાખ પુરુષો હતા.


યહૂદિયા તથા ઇઝરાયલ સંખ્યામાં સમુદ્રકાંઠાની રેતી જેટલા [અગણિત] હતા; તેઓ ખાઈપીને આનંદ કરતા હતા.


તેણે દાઉદને લોકની ગણતરીનો કુલ આંકડો કહ્યો. એટલે ઇઝરાયલમાં બધા મળીને અગિયાર લાખ તરવરિયા પુરુષો હતા. અને યહૂદિયામાં તરવરિયા માણસો ચાર લાખ સિત્તેર હજાર હતા.


અબિયા ચાર લાખ શૂરવીર તથા ચૂંટી કાઢેલા લડવૈયાઓનું સૈન્ય ભેગું કરીને યુદ્ધ શરૂ કર્યું. યરોબામે તેની સામે આઠ લાખ ચૂંટી કાઢેલા તથા શૂરવીર લડવૈયાઓ લઈને વ્યૂહ રચ્યો.


અને ઇઝરાયલીઓ રામસેસથી સુક્કોથ આવ્યા; તેઓ બાળકો સિવાય સુમારે છ લાખ પાયદળ પુરુષો હતા.


વીસ વર્ષના તથા તેથી વધારે વયના જે માણસો ગણતરીમાં દાખલ થયા, એટલે છ લાખ ત્રણ હજાર પાંચસો ને પચાસ, તેઓમાંથી પ્રત્યેક માણસ માથાદીઠ એક બેકા, એટલે પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે અર્ધો શેકેલ [લાવ્યો].


અને ઇઝરાયલીઓમાંના જે સર્વની ગણતરી તેઓનાં પિતાના ઘર પ્રમાણે થઈ, એટલે વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરના જેટલા લડાઈમાં જવાને શક્તિમાન હતા,


અને મૂસાએ કહ્યું, “જે લોક મધ્યે હું છું તેઓ છ લાખ પાયદળ છે. અને તમે કહ્યું છે કે, ‘હું તેઓને એટલું બધું માંસ આપીશ કે તેઓ એક આખા માસ સુધી તે ખાશે.’


આ અરણ્યમાં તમારી લાસો પડશે. અને તમારામાંના જેઓની ગણતરી થઈ હતી તે બધા, એટલે વીસ વર્ષની ઉમરના તથા તેથી ઉપરના જેઓએ મારી વિરુદ્ધ કચકચ કરી છે તે તમારી આખી સંખ્યામાંનો કોઈ,


ઇઝરાયલી પ્રજા જેઓની ગણતરી તેઓના પિતાઓનાં ઘર પ્રમાણે થઈ, તેઓ એ છે. છાવણીઓમાં જે સર્વની પોતપોતાનાં સૈન્યો પ્રમાણે ગણતરી થઈ તેઓ છ લાખ ત્રણ હજાર પાંચસો ને પચાસ હતા.


યાકૂબની રજને કોણ ગણી શકે? અથવા ઇઝરાયલના ચતુર્થાંશની ગણતરી કોણ કરી શકે? મારો પ્રાણ ન્યાયને મોતે મરે, અને તેના જેવો મારો અંત આવે!”


ઇઝરાયલી લોકોમાંના જેઓની ગણતરી થઈ તેઓ એ છે, ને તેઓ છ લાખ, એક હજાર, સાતસો ને ત્રીસ હતા.


તારા પિતૃઓ બધા મળીને સિત્તેર મનુષ્યો મિસરમાં ગયા હતા, અને હાલ યહોવા તારા ઈશ્વરે તારી સંખ્યા આકાશના તારાઓ જેટલી વધારી દીધી છે.


Lean sinn:

Sanasan


Sanasan