Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 1:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 વીસ વર્ષના ને તેથી વધારે ઉમરના ઇઝરાયલમાંના જેટલા લડાઈમાં જવાને શક્તિમાન છે તેમની ગણતરી, તેમનાં સૈન્યો પ્રમાણે, તું તથા હારુન કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 વીસ વર્ષ અને તેથી વધુ ઉંમરના લશ્કરમાં જોડાવાને લાયક હોય એવા પુરુષોની લશ્કરી ટુકડીઓ પ્રમાણે નામવાર ગણતરી કરો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જેઓ વીસ વર્ષ અને તેનાથી મોટી ઉંમરના હોય અને ઇઝરાયલીપુત્રોમાંના જેટલા લડાઈમાં જવાને માટે લાયક હોય તેમની ગણતરી તેમનાં સૈન્ય મુજબ તું તથા હારુન કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 જેઓ વીસ વર્ષ અને તેનાથી મોટી ઉમરના હોય અને જે બધા લશ્કરમાં જોડાવા લાયક હોય તેમની ગણતરી તેમનાં સમૂહો પ્રમાંણે કરીને યાદી તૈયાર કરો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 1:3
16 Iomraidhean Croise  

અને યોઆબે રાજા આગળ લોકોની ગણતરીની કુલ સંખ્યા રજૂ કરી:ઇઝરાયલમાં તરવાર ખેંચનાર શૂરવીર પુરુષો આઠ લાખ હતા. અને યહૂદિયામાં એવા પાંચ લાખ પુરુષો હતા.


રુબેનના પુત્રો, ગાદીઓ, તથા મનાશ્શાનું અર્ધુ કુળ, તેઓમાં ઢાલ તથા તરવાર બાંધી શકે એવા, ધનુર્વિદ્યા જાણનારા, યુદ્ધકુશળ, યુદ્ધમાં જઈ શકે એવા, શૂરવીર પુરુષો ચુમ્માળીસ હજાર સાતસો સાઠ હતા.


પછી અમસ્યાએ યહૂદિયાના લોકોને એકત્ર કર્યા, ને તેઓના પિતૃઓનાં કુટુંબો પ્રમાણે તેઓને, એટલે સર્વ યહૂદિયા તથા બિન્યામીનને સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓના હાથ નીચે નમ્યા. તણે તેઓની, એટલે વીસ વર્ષના તથા તેથી ઉપરનાઓની, ગણતરી કરી, તો ભાલા તથા ઢાલ વાપરી શકે એવા તથા યુદ્ધમાં જઈ શકે એવા ચૂંટી કાઢેલા ત્રણ લાખ માણસો નીકળ્યા.


અને તમારે બેખમીર રોટલી [નું પર્વ] પાળવું; કેમ કે એ જ દિવસે હું તમારાં સૈન્યો મિસર દેશમાંથી કાઢી લાવ્યો છું; એ માટે તમારે વંશપરંપરા એ દિવસને નિત્યના વિધિથી પાળવો.


વીસ વર્ષનો કે તેથી વધારે વયનો જે દરેક પુરુષ ગણમાં દાખલ થાય, તે યહોવાને આ અર્પણ આપે.


વીસ વર્ષના તથા તેથી વધારે વયના જે માણસો ગણતરીમાં દાખલ થયા, એટલે છ લાખ ત્રણ હજાર પાંચસો ને પચાસ, તેઓમાંથી પ્રત્યેક માણસ માથાદીઠ એક બેકા, એટલે પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે અર્ધો શેકેલ [લાવ્યો].


આ અરણ્યમાં તમારી લાસો પડશે. અને તમારામાંના જેઓની ગણતરી થઈ હતી તે બધા, એટલે વીસ વર્ષની ઉમરના તથા તેથી ઉપરના જેઓએ મારી વિરુદ્ધ કચકચ કરી છે તે તમારી આખી સંખ્યામાંનો કોઈ,


“ઇઝરાયલી લોકોમાં વીસ તથા તેથી વધારે વર્ષની ઉમરના, એટલે ઇઝરાયલમાંના જેટલા યુદ્ધમાં જવા શક્તિમાન હોય તેઓની કુલ સંખ્યા તેઓના પિતાનાં ઘર પ્રમાણે કાઢો.”


“લેવીના દિકરાઓની, તેઓના પિતૃઓનાં ઘર પ્રમાણે, તથા તેઓનાં કુટુંબો પ્રમાણે, ગણતરી કર. એક માસના તથા તેથી ઉપરના હરેક નરની ગણતરી તું કર.”


“વીસ વર્ષના ને તે કરતાં વધારે ઉમરના જે માણસો મિસર દેશમાંથી નીકળી આવ્યા તેઓમાંનો કોઈ પણ જે દેશ વિષે મેં ઇબ્રાહિમ, ઇસહાક ને યાકૂબની આગળ સમ ખાધા તેને જોવા પામશે નહિ; કેમ કે તેઓ મારી પાછળ પૂરા મનથી ચાલ્યા નથી.


ઇઝરાયલ પ્રજા પોતાનાં સૈન્યો સહિત મૂસા તથા હારુનની હસ્તક મિસર દેશમાંથી નીકળ્યા ત્યાર પછી તેઓની મુસાફરીઓ આ છે.


એટલે ત્રીસ વર્ષથી પચાસ વર્ષ સુધીની ઉમરના જે સર્વ મુલાકાતમંડપનું કામ કરવાને સેવકપદમાં દાખલ થાય છે તે બધાની [ગણતરી કરો].


જ્યારે કોઈ પુરુષ નવી સ્‍ત્રી પરણે ત્યારે તે લશ્કરમાં ન જાય, તેમ જ તેને કંઈ કામ સોંપવમાં ન આવે. તે એક વર્ષ સુધી ઘરમાં છૂટો રહે, ને, જે સ્‍ત્રી તે પરણ્યો હોય તેને ખુશ કરે.


અને મેં તે સમયે તમને એવી આજ્ઞા આપી, કે યહોવા તમારા ઈશ્વરે તમને આ દેશ વતન કરી લેવા માટે આપ્યો છે, તમે સર્વ શૂરવીર પુરુષો શસ્‍ત્રસજ્જિત થઈને તમારા ભાઈઓની એટલે [બાકીના] ઇઝરાયલીઓની આગળ પેલી બાજુ જાઓ,


Lean sinn:

Sanasan


Sanasan