Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 9:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 તમે એકલા, હા, તમે એકલા જ યહોવા છો. આકાશ, આકાશોનું આકાશ, તથા તેઓનું સર્વ તારામંડળ, પૃથ્વી તથા તે પરનાં સર્વ પ્રાણીપદાર્થો, સમુદ્ર તથા તેઓમાંના સર્વ જીવજંતુઓ તમે ઉત્પન્ન કર્યા છે, તમે તે સર્વનું રક્ષણ કરો છો; અને આકાશનું સૈન્ય તમને ભજે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 પછી ઇઝરાયલના લોકોએ આવી પ્રાર્થના કરી: “હે યાહવે, તમે એક માત્ર પ્રભુ છો; તમે આકાશો અને તારામંડળોનું સર્જન કર્યું છે. પૃથ્વી, સમુદ્ર અને તેમાંનું સર્વસ્વ પણ તમે જ બનાવ્યું છે; તમે સૌના જીવનદાતા છો. આકાશનાં સૈન્યો નમીને તમારું ભજન કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તમે જ એક માત્ર યહોવાહ છો, આકાશ, આકાશોનું આકાશ તથા સર્વ તારા મંડળ અને પૃથ્વી તથા જે સર્વ તેમાં છે, સમુદ્ર અને તેમાંના સર્વ જીવજંતુ તમે બનાવ્યાં છે અને બધાંને જીવન આપ્યું છે. અને આકાશનું સૈન્ય તમારી આરાધના કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તું જ એક માત્ર યહોવા છે, તેં આકાશ અને સૌથી ઉંચુ સ્વર્ગ, તારા, પૃથ્વી અને જે બધી વસ્તુ તેમાં છે, અને સમુદ્ર અને તેમાં જે બધું છે, તેં બધું બનાવ્યું. બધાંને જીવતા રાખ્યાં છે, અને આકાશના તારાઓ પણ તને નમન કરે છે!

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 9:6
43 Iomraidhean Croise  

આદિએ ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કર્યા.


અને ઈશ્વરે કહ્યું, “આકાશ નીચેનાં પાણી એક જગામાં એકત્ર થાઓ, ને કોરી ભૂમિ દેખાઓ, ” અને તેવું થયું.


અને આકાશ તથા પૃથ્વી, અને તેઓનાં સર્વ સૈન્ય પૂરાં થયાં.


અને યાકૂબ તેઓને જોઈને બોલ્યો, “આ તો ઈશ્વરનું સૈન્ય છે.” અને તેણે તે જગાનું નામ માહનાઈમ પાડયું.


અને મિખાયાએ કહ્યું, “એ માટે તમે યહોવાની વાત સાંભળો. મેં યહોવાને તેમના રાજ્યાસન પર બેઠેલા અને આકાશનું સર્વ સૈન્ય તેમને જમણે તથા ડાબે હાથે તેમની પાસે ઊભેલું જોયું.


પણ શું ઇશ્વર ખરેખર પૃથ્વી પર વસશે? આકાશ તથા આકાશોનું આકાશ તમારો સમાવેશ કરી શકતું નથી; તો આ મારું બાંધેલું મંદિર [તમારો સમાવેશ] કરે એ કેટલું બધું અશક્ય છે.!


અને હિઝકિયાએ યહોવા આગળ પ્રાર્થના કરી, “હે ઇઝરાયલના ઈશ્વર યહોવા, કરૂબો પર બિરાજમાન, પૃથ્વીના સર્વ રાજ્યોના તમે, એકલા તમે જ ઈશ્વર છો; તમે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે.


તો હવે હે અમારા ઈશ્વર યહોવા, હું તમને કાલાવાલા કરું છું કે, તમે અમને તેના હાથમાંથી બચાવો કે, પૃથ્વીના સર્વ રાજ્યો જાણે કે, તમે, હે યહોવા, એકલા તમે જ, ઈશ્વર છો.”


યેશૂઆ, કાહ્મીએલ, બાની, હશાબ્નયા, શેરેબ્યા, હોદિયા, શબાન્યા તથા પથાહ્યા, એ લેવીઓએ કહ્યું, “ઊભા થઈને આપણા ઈશ્વર યહોવા જે અનાદિ અને અનંત છે તેમની સ્તુતિ કરો; અને એમ બોલો કે, તમારું બુલંદ નામ કે કે જે સર્વ ધન્યવાદ અને પ્રશંસાની પરિસીમાથી પર છે, તેને ધન્ય હો!


પૂર્વે તમે પૃથ્વીનો પાયો નાખ્યો છે; અને આકાશો તમારા હાથનું કામ છે.


હે યહોવાનાં સર્વ સૈન્યો, તેમની ઇચ્છાને અનુસરનારા તેમના સેવકો, તમે તેમને સ્તુત્ય માનો.


તમે આકાશ તથા પૃથ્વીના ઉત્પન્‍નકર્તા યહોવાના આશીર્વાદ પામ્યા [છો].


અમારી સહાય તો આકાશ તથા પૃથ્વીના સરજનહાર યહોવાના નામમાં છે.


આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેઓમાં જે કંઈ છે તેના ઉત્પન્‍નકર્તા યહોવા છે; તે સદા સત્ય પાળનાર છે.


આ ગૌરવવાન રાજા તે કોણ? સૈન્યોના યહોવા; તે જ ગૌરવવાન રાજા છે. (સેલાહ)


યહોવાના શબ્દ વડે આકાશો તથા તેમના મુખના શ્વાસ વડે તેઓનાં સર્વ સૈન્યો ઉત્પન્ન થયાં.


તમારું ન્યાયીપણું મોટા પર્વતોના જેવું [અચળ] છે, તમારાં ન્યાયકૃત્યો ઘણાં ગહન છે, હે યહોવા, તમે માણસનું તથા પશુનું રક્ષણ કરો છો.


કેમ કે તમે મોટા છો ને આશ્ચર્યકારક કૃત્યો કરો છો; તમે એકલા જ ઈશ્વર છો.


“હે કરૂબો પર બિરાજમાન, સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, પૃથ્વીનાં સર્વ રાજ્યોના તમે જ એકલા ઈશ્વર છો; તમે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યં છે.


હવે, હે અમારા ઈશ્વર યહોવા, તેના હાથમાંથી અમારો બચાવ કરજો કે, પૃથ્વીનાં સર્વ રાજ્યો જાણે કે તમે જ એકલા યહોવા છો.”


યહોવા કહે છે, “તમે મારા સાક્ષી છો, ને મારા સેવકને મેં પસંદ કર્યો છે કે જેથી તમે મને જાણો, ને મારો ભરોસો કરો, ને સમજો કે હું તે છું; મારા પહેલાં કોઈ ઈશ્વર થયો નથી, ને મારી પાછળ કોઈ થવાનો નથી.


ઇઝરાયલનો રાજા, તેનો ઉદ્ધાર કરનાર, સૈન્યોના [ઈશ્વર] યહોવા એવું કહે છે, “હું આદિ છું, હું અંત છું; મારા વિના બીજો કોઈ ઈશ્વર નથી.


ગભરાશો નહિ, ને બીશો નહિ; શું મેં ક્યારનું સંભળાવીને તને જાહેર કર્યું નથી? તમે મારા સાક્ષી છો. શું મારા વિના બીજો કોઈ ઈશ્વર છે? કોઈ ખડક નથી; હું કોઈને જાણતો નતી.


પૃથ્વીને મેં બનાવી, ને તે પર મેં માણસને ઉત્પન્ન કર્યું; મેં હા, મારા હાથે જ આકાશોને પ્રસાર્યાં, ને તેમનાં સર્વ સૈન્યોને આજ્ઞા આપી.


“હે પ્રભુ યહોવા! તમે તમારા મહાન બળથી તથા તમારા લાંબા કરેલા ભુજથી આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે! તમને કંઈ અશક્ય નથી.


મેં તેઓને મારા એવા વિધિઓ આપ્યા, ને તેઓને એવી આજ્ઞાઓ ફરમાવી કે જો કોઈ માણસ તેઓને પાળે તો તેઓ વડે તે જીવે.


તેણે તેઓને કહ્યું, “હું હિબ્રૂ છું; અને હું સમુદ્ર તથા કોરી ભૂમિના કર્તા સૈન્યોના ઈશ્વર યહોવાનો ભક્ત છું.”


હું તથા પિતા એક છીએ.”


તે સાંભળીને તેઓએ એકચિત્તે ઈશ્વરની આગળ મોટે સ્વરે કહ્યું, “ઓ પ્રભુ, આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા તેઓમાંનાં સર્વને ઉત્પન્‍ન કરનાર [તમે છો].


જો, આકાશ તથા આકાશોનું આકાશ, પૃથ્વી તથા તેમાંનું સર્વ, તેયહોવા તારા ઈશ્વરનું છે.


હવે જુઓ, એ તો હું, હા, હું જ તે છું, અને મારા વગર કોઈ ઈશ્વર નથી. હું મારું છું, ને હું જીવાડું છું; મેં ઘાયલ કર્યાં છે, ને હું સાજાં કરું છું; અને મારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ નથી.


હે ઇઝરાયલ, સાંભળ:યહોવા આપણા ઈશ્વર તે એકલા જ યહોવા છે.


તે ઈશ્વરના ગૌરવનું તેજ તથા તેમના સત્વની આબેહૂબ પ્રતિમા છે, અને પોતાના પરાક્રમના શબ્દથી સર્વને નિભાવી રાખે છે, તે પાપનું પ્રાયશ્ચિત કરીને મહાન [પિતા] ની જમણી તરફ ઉચ્‍ચસ્થાને બેઠા છે.


વળી જયારે તે પ્રથમજનિતને જગતમાં લાવે છે, ત્યારે તે કહે છે. “ઈશ્વરના સર્વ દૂતો તેનું ભજન કરો.”


તે મોટે સ્વરે કહે છે, “ઈશ્વરથી બીહો ને તેમને મહિમા આપો, કેમ કે તેમના ન્યાયીકરણનો સમય આવ્યો છે. અને જેમણે આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા પાણીના ઝરાઓને ઉત્પન્‍ન કર્યા, તેમની આરાધના કરો.”


“ઓ અમારા પ્રભુ તથા ઈશ્વર, મહિમા, માન તથા સામર્થ્ય પામવાને તમે જ યોગ્ય છો. કેમ કે તમે સર્વને ઉત્પન્‍ન કર્યા, અને તમારી ઇચ્છાથી તેઓ હતાં, ને ઉત્પન્‍ન થયાં.”


Lean sinn:

Sanasan


Sanasan