Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 9:37 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 અમારાં પાપોને લીધે જે રાજાઓ તમે અમારા ઉપર ઠરાવ્યા છે, તેઓને તે દેશમાંથી બહુ ઊપજ પ્રાપ્ત થાય છે. વળી તે રાજાઓ પોતાની ઈચ્છા પ્રમાણે અમારા પંડ પર તથા અમારા જાનવર પર સત્તા ચલાવે છે. આ પ્રમાણે અમે મોટા સંકટમાં આવી પડ્યા છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

37 તેઓ અમારો અને અમારાં ઢોરઢાંકનો તેમને ફાવે તેવો ઉપયોગ કરે છે, અને અમે ભારે વિપત્તિમાં છીએ!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 અમારા પાપોને કારણે જે રાજાઓને તમે અમારા ઉપર નીમ્યા છે, તેઓને તે દેશમાંથી પુષ્કળ ઊપજ પ્રાપ્ત થાય છે. વળી તે રાજાઓ પોતાની ઇચ્છા પ્રમાણે અમારા શરીરો પર તથા અમારા જાનવરો પર અધિકાર ચલાવે છે. તેનાથી અમે ભારે સંકટમાં આવી પડ્યા છીએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

37 અમારાં પાપોને કારણે જે રાજાઓને તેં અમારા પર વિજય અપાવ્યો છે, તેઓ આ દેશમાંથી પુષ્કળ ઊપજ પ્રાપ્ત કરે છે, તેઓનો અમારા શરીરો તથા અમારાં ઢોરઢાંખર પર અધિકાર છે અને અમે તેઓની ઇચ્છા મુજબ તેઓની સેવા કરીએ છીએ. અમે મોટાં સંકટમાં આવી પડ્યાં છીએ!

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 9:37
11 Iomraidhean Croise  

તો હવે આપને વિદિત થાય કે, જો એ નગર બંધાશે અને એને એના કોટ પૂરા થશે, તો તેઓ ખંડણી, કર કે, જકાત આપશે નહિ, તેથી આખરે રાજ્યની પદાશમાં ઘટાડો થશે.


વળી, ઈશ્વરનું એ મંદિર બાંધવા માટે યહૂદિઓના વડીલોને તમારે શી મદદ કરવી, તે વિષે હું હુકમ કરું છું કે, રાજ્યની મિલકતમાંથી, એટલે નદી પારના દેશની ખંડણીમાંથી, એ માણસોને બનતી તાકીદે ખરચ આપવો કે, તેઓને અટકાવ ન થાય.


અમે તમને જણાવીએ છીએ કે, સર્વ યાજકો, લેવીઓ, ગવૈયાઓ, દ્વારપાળો, નથીનીમ કે ઈશ્વરના આ મંદિરના બીજા સેવકો પાસેથી ખંડણી, કર કે જકાત લેવી તે કાયદા વિરુદ્ધ ગણાશે.


મેં તેઓને કહ્યું, “આપણા જે યહૂદી ભાઈઓ વિદેશીઓના ગુલામ થયા હતા, તેઓને અમે અમારી શક્તિ પ્રમાણે મૂલ્ય આપી છોડાવ્યા; છતાં તમે પોતાના ભાઈઓને પોતે જ વેચવા માગો છો? શું તેઓ અમને વેચાવા જોઈએ?” ત્યારે તેઓ છાના રહ્યા. તેમને એક શબ્દ પણ બોલવો સૂઝ્યો નહિ.


જેઓ અમારી પાછળ પડ્યા છે તેઓ અમને પકડી પાડવાની તૈયારીમાં છે. અમે થાકી ગયા છીએ, અને અમને વિશ્રામ મળતો નથી.


અને હું તમારી વિરુદ્ધ મારું મુખ રાખીશ, ને તમે તમારા શત્રુઓની આગળ માર્યા જશો. જેઓ તમારો દ્વેષ કરે છે તેઓ તમારા ઉપર રાજ કરશે, અને તમારી પછવાડે કોઈ લાગેલો નહિ હોવા છતાં તમે નાસશો.


તેઓએ તેમને ઉત્તર આપ્યો, “અમે ઇબ્રાહિમના વંશજો છીએ, અને હજી કદી કોઈના દાસત્વમાં આવ્યા નથી. તો તમે કેમ કહો છો કે, ‘તમને મુક્ત કરવામાં આવશે?’”


જે દેશજાતિને તું ઓળખતો નથી તે તારી ભૂમિનું ફળ તથા તારી સર્વ મહેનતનું ફળ ખાઈ જશે. અને તું સર્વદા ફક્ત જુલમો વેઠ્યા કરશે તથા કચરી નંખાશે:


તું દ્રાક્ષાવાડીઓને રોપશે ને તેને કેળવશે, પણ તું તેમનો દ્રાક્ષારસ પીવા પામશે નહિ, અથવા [દ્રાક્ષો] વીણવા નહિ પામે; કેમ કે કાતરા તે ખાઈ જશે.


માટે ભૂખમાં તથા તરસમાં તથા નગ્નતામાં તથા સંપૂર્ણ દરિદ્રતામાં તું તારા શત્રુ કે, જેઓને યહોવા તારી વિરુદ્ધ મોકલશે, તેઓની સેવા કરશે. અને તારો નાશ કરતાં સુધી તે તારા ખભા પર લોઢાની ઝૂંસરી મૂકશે.


અને તે તારાં ઢોરઢાંકનું ફળ તથા તારી ભૂમિનું ફળ ખાઈને તારું સત્યાનાશ વાળશે. વળી તારો વિનાશ કરતાં સુધી તે તારી પાસે ધાન્ય, દ્રાક્ષારસ, અથવા તેલ, તારાં ગોપશુઓનો વિસ્તાર, કે તારાં ઘેટાંબકરાંનાં બચ્ચાં રહેવા નહિ દે.


Lean sinn:

Sanasan


Sanasan