નહેમ્યા 9:34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
34 અમારા રાજાઓએ, અમારા સરદારોએ, અમારા યાજકોએ, તેમ જ અમારા પિતૃઓએ તમારો નિયમ પાળ્યો નથી, અને તમારી આજ્ઞાઓ ને તમારાં સાક્ષ્યો, જે વડે તમે તેઓને ચેતવણી આપી, તેમના પર તેઓએ લક્ષ આપ્યું નથી.
34 અમારા રાજાઓએ, અમારા અધિકારીઓએ, અમારા યાજકોએ અને અમારા પૂર્વજોએ તમારો નિયમ પાળ્યો નથી અને તમારી આજ્ઞાઓ તથા તમારાં વચનો, જે વડે તમે તેઓને ચેતવણી આપી હતી તેમના પર તેઓએ લક્ષ આપ્યું નથી.
તેમ છતાં યહોવાએ દરેક પ્રબોધક તથા દરેક ર્દષ્ટા મારફતે ઇઝરાયલને તથા યહૂદિયાને સાક્ષી આપીને કહ્યું હતું, “તમે તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો, અને જે સર્વ નિયમશાસ્ત્ર મેં તમારા પિતૃઓને ફરમાવ્યું હતું, ને જે મેં મારા સેવક પ્રબોધકો મારફતે તમારી પાસે મોકલ્યું હતું, તે પ્રમાણે મારી આજ્ઞાઓ તથા મારા વિધિઓ તમે પાળો.”
[યહોવા] ના વિધિઓનો તથા તેમના પિતૃઓની સાથે યહોવાએ કરેલા કરારનો, તથા તેમણે તેમને આપેલા સાક્ષ્યોનો તેઓએ ત્યાગ કર્યો હતો. અને વ્યર્થતાની પાછળ ચાલીને તેઓ નકામાં થઈ ગયા, અને તેમની આસપાસ રહેનારી પ્રજાઓ જેમના વિષે યહોવાએ તેમને કહ્યું હતું, “તમારે તેમની જેમ કરવું નહિ, ” તેમનું અનુકરણ તેઓએ કર્યું.
કેમ કે આપણા પિતૃઓએ ઉલ્લંઘન કરીને આપણા ઈશ્વર યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું છે તે કર્યું છે, તેમને તજી દીધા છે, ને તેઓએ યહોવાના રહેઠાણ તરફ પોતાની પીઠ ફેરવીને તેમની પરવા કરી નથી.
તમે તેમના પર મોટો ઉપકાર કરીને રાજ્ય આપ્યું તથા વિશાળ અને રસાળ દેશ તેઓને કબજે સોંપ્યો, તે છતાં તેઓએ તમારી સેવા કરી નહિ, અને તેઓ અપકૃત્યો કરતાં પાછા હઠ્યા નહિ.
કેમ કે મેં પ્રાત:કાળે ઊઠીને મારા સેવકો, એટલે મારા પ્રબોધકો મારફતે, જે મારાં વચનો કહેવડાવ્યાં હતાં તે તેઓએ સાંભળ્યાં નથી, એવું યહોવા કહે છે; પણ તમે સાંભળ્યું નહિ, ” એવું યહોવા કહે છે.
પણ અમે, અમારા પૂર્વજો, અમારા રાજાઓ તથ અમારા સરદારો યહૂદિયાનાં નગરોમાં તથા યરુશાલેમના મહોલ્લાઓમાં જેમ કરતા હતા, તેમ આકાશની રાણીની આગળ ધૂપ બાળવા વિષે તથા તેની આગળ પેયાર્પણો રેડવા વિષે અમે જે માનતા લીધી છે, તે પ્રમાણે અમે અવશ્ય કરીશું, કેમ કે તે વખતે તો અમારી પાસે પુષ્કળ રોટલી હતી, અને અમારી સ્થિતિ સારી હતી, ને અમે વિપત્તિ જોઈ નહોતી.
એમ છતાં પણ જે ધિક્કારપાત્ર કામનો હું તિરસ્કાર કરું છું, તે કરશો નહિ, એવું કહેવાને મેં પ્રાત:કાળે ઊઠીને મારા સર્વ સેવકોને, એટલે પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા.
યરુશાલેમ દુષ્ટતા કરીને મારા હુકમોની વિરુદ્ધ બીજી પ્રજાઓના કરતાં વધારે બંડ, ને મારા વિધિઓની વિરુદ્ધ તેની આસપાસના દેશો કરતાં વધારે બંડ કર્યું છે; કેમ કે તેઓએ મારા હુકમોનો અનાદર કર્યો છે, ને મારે વિધિઓ પ્રમાણે તેઓ ચાલ્યા નથી.”
અને જ્યારે ઘણાં દુ:ખ તથા સંકટ તેઓ પર આવી પડશે, ત્યારે એમ થશે, કે આ ગીત સાક્ષીરૂપે તેઓની આગળ શાહેદી પૂરશે; કેમ કે તે તેઓના વંશજો ભૂલી જશે નહિ; કેમ કે હાલ પણ, એટલે જે દેશ વિષે મેં સમ ખાધા તેમાં હું તેઓને લાવું તે પહેલાં, તેઓ જે સંકલ્પવિકલ્પ કરે છે તે હું જાણું છું.”