Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 9:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 તોપણ તમે મહાન દયાળુ હોવાથી તમે તેઓનો છેક અંત લાવ્યા નહિ કે, તેઓને તજી દીધા નહિ; કેમ કે તમે કૃપાળુ તથા કરુણાળુ ઈશ્વર છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

31 છતાં, તમારી દયા મહાન હોવાથી તમે તેમનો ત્યાગ કર્યો નહિ, કે તેમનો નાશ કર્યો નહિ. તમે તો કૃપાવંત અને દયાવંત ઈશ્વર છો!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 પરંતુ તમે મહાન, દયાળુ, કૃપાળુ અને કરુણા કરનાર ઈશ્વર હોવાથી તમે તેઓને નષ્ટ કર્યા નહિ કે, તેઓનો ત્યાગ કર્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 “છતાં પણ તું મહાન દયાળુ દેવ હોવાથી તે લોકોનો છેક અંત આણ્યો નહિ. કે તેઓનો ત્યાગ કર્યો નહિ, કારણકે તું કૃપાળુ તથા દયા કરનારો દેવ છે.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 9:31
15 Iomraidhean Croise  

પણ યહોવાએ ઇબ્રાહિમ, ઇસહાક, તથા યાકૂબ સાથેના પોતાના કરારને લીધે તેઓ પર કૃપા કરી, તેઓ પર દયા રાખી, ને તેઓનો પક્ષ કર્યો, ને તેઓનો નાશ કરવાનું ચાહ્યુ નહિ, તેમ જ તેમણે તેમને હજી સુધી પોતાની હજૂરમાંથી દૂર કર્યા નહિ.


કેમ કે જો તમે યહોવાની તરફ પાછા ફરશો, તો તમારા ભાઈઓ તથા તમારાં છોકરાં તેમને પકડી લઈ જનારાંઓની નજરમાં કૃપા પામશે, ને તેઓ આ દેશમાં પાછા આવશે; કેમ કે તમારા ઈશ્વર યહોવા કૃપાળુ તથા દયાળું છે, ને જો તમે તેમની પાસે પાછા આવો, તો તે પોતાનું મુખ તમારી તરફથી અવળું નહિ ફેરવે.”


[તમારું] કહ્યું માન્યું નહિ, અને તમારા જે ચમત્કારો તમે તેઓને બતાવ્યા, તે તેઓએ ધ્યાનમાં લીધા નહિ. પણ તેઓએ પોતાની ગરદન અક્કડ કરી, અને પોતાની ગુલામી સ્થિતિમાં પાછા જવા માટે બંડ કરીને પોતાને માટે એક આગેવાન ઠરાવ્યો; પણ તમે ક્ષમા કરવા તત્પર, કૃપાળુ, રહેમદિલ, મંદક્રોધી તથા પુષ્કળ દયાળુ ઈશ્વર છો. તેથી તમે તેઓને તજી દીધા નહિ.


તોપણ તમે પુષ્કળ દયાળુ હોવાથી તેઓને તમે અરણ્યમાં તજી દીધા નહિ. તેઓને માર્ગ બતાવવાને દિવસે મેઘસ્તંભ અને રાત્રે તેઓને પ્રકાશ આપવાને આગ્નિસ્તંભ તેઓના ઉપરથી ખસતો નહિ.


મારા પોતાના નામની ખાતર હું મારો કોપ શમાવીશ, ને મારી સ્તુતિને અર્થે તારા પ્રત્યે મારા [રોષને] હું કબજામાં રાખીશ કે, જેથી હું તને નાબૂદ ન કરું.


કેમ કે યહોવા એવું કહે છે, “આખો દેશ ઉજ્જડ થશે, તોપણ એટલેથી હું તેનો અંત લાવીશ નહિ.


તેના કોટ પર ચઢો, ને તેનો નાશ કરો; પણ સંપૂર્ણ નાશ કરશો નહિ: તેની ડાંખળીઓ લઈ જાઓ, કેમ કે તેઓ યહોવાની નથી.


તોપણ તે સમયમાં હું તમારો સંપૂર્ણ નાશ કરીશ નહિ, એવું યહોવા કહે છે.”


યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી. કેમ કે તેમની દયા અખૂટ છે.


દયા તથા ક્ષમા અમારા ઈશ્વર પ્રભુની છે, કેમ કે અમે તેમની વિરુદ્ધ બળવો કર્યો છે;


કેમ કે યહોવા તારા ઈશ્વરને તે દયાળુ ઈશ્વર છે તે તારો ત્યાગ કરશે નહિ, ને તારો નાશ કરશે નહિ, તેમજ જે કરાર તેમણે પ્રતિ પૂર્વક તારા પિતૃઓની સાથે કર્યો તેને તે વીસરી જશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan