Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 9:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 તમારા નિયમ પ્રમાણે પાછા વર્તવાને તમે તેઓને ચેતવણી આપી. તોપણ તેઓએ ગર્વ કરીને તમારી આજ્ઞાઓનો અનાદર કર્યો, પણ તમારા હુકમો, ( જેમને જે કોઈ પાળે તે તેઓથી જીવે, ) તેઓની વિરુદ્ધ તેઓએ પાપ કર્યા, ને હઠીલા થઈને પોતાની ગરદન અક્કડ કરી, અને સાંભળવા ચાહ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 તમારા શિક્ષણ પ્રમાણે વર્તવાને તમે તેમને ચેતવણી આપી, પણ પોતાના ઘમંડમાં તેમણે તમારા નિયમનો અનાદર કર્યો; - જો કે તમારા નિયમનું પાલન તો જીવનપ્રાપ્તિનો માર્ગ છે! તુમાખીભર્યા અને હઠીલા હોવાથી તેઓ આધીન થયા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 તમારા નિયમ પ્રમાણે આચરણ કરવાને તમે તેઓને ચેતવણી આપી. પણ તેઓએ ઘમંડ કરીને તમારી આજ્ઞાઓનો અનાદર કર્યો. તમારા હુકમોને જે કોઈ પાળે તેનાથી તેઓને જીવન મળે છે, પરંતુ તેની વિરુદ્ધ વર્તીને તેઓએ પાપ કર્યાં. પોતાની ગરદન અક્કડ રાખીને સાંભળવા ચાહ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 અને તેં તેમને તારી સંહિતાનું પાલન કરવા માટે ફરી ચેતવણી આપી. પરંતુ ઘમંડી વર્તણૂક કરીને તેઓએ તારા વિધિઓનું પાલન ન કર્યુ; જેના પાલનથી મનુષ્યને જીવન મળે છે એવા તારા નિયમોના વિરૂદ્ધ તેમણે પાપ કર્યુ, ને તેઓના ખભા હઠીલા હતા, તેઓની ગરદન અક્કડ હતી અને તેમણે તારું કહ્યું માન્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 9:29
34 Iomraidhean Croise  

તેમ છતાં યહોવાએ દરેક પ્રબોધક તથા દરેક ર્દષ્ટા મારફતે ઇઝરાયલને તથા યહૂદિયાને સાક્ષી આપીને કહ્યું હતું, “તમે તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો, અને જે સર્વ નિયમશાસ્ત્ર મેં તમારા પિતૃઓને ફરમાવ્યું હતું, ને જે મેં મારા સેવક પ્રબોધકો મારફતે તમારી પાસે મોકલ્યું હતું, તે પ્રમાણે મારી આજ્ઞાઓ તથા મારા વિધિઓ તમે પાળો.”


તોપણ તેઓએ યહોવાનું સાંભળ્યું નહિ, પણ તેઓના પિતૃઓ કે જેઓ પોતાના ઈશ્વર યહોવા પર વિશ્વાસ રાખતા નહોતા, તેઓના જેવા તેઓ સ્વચ્છંદી થઈ ગયા હતા.


તોપણ તેઓને પોતાની તરફ ફેરવી લાવવાને યહોવાએ તેઓની પાસે પ્રબોધકોને મોકલ્યા, અને તેઓએ તેઓને ચેતવણી આપી, પણ તેઓએ તેઓનું કંઈ સાંભળ્યું નહિ.


યહોવાએ મનાશ્શાને તથા તેના લોકને ચેતવ્યા, પણ તેઓએ બિલકુલ ગણકાર્યું નહિ.


તેઓના પિતૃઓના ઈશ્વર યહોવાએ પોતાના સંદેશિયાની મારફતે કાળજીથી તેઓને વખતસર ચેતવણી આપી; કેમ કે તેમને પોતાના લોક ઉપર તથા પોતાના નિવાસ ઉપર દયા આવી.


તે સમયે યહૂદિયામાં મેં કેટલાક લોકને સાબ્બાથે દ્રાક્ષો પીલતાં, તથા ગધેડાં પર પૂળીઓ લાદતાં તથા દ્રાક્ષારસ, દ્રાક્ષો, અંજીર તથા સર્વ પ્રકારના બોજા યરુશાલેમમાં લાવતાં જોયા, ત્યારે મેં તે જ દિવસે તેઓની સામે વાંધો લીધો.


તમે ફારુન પર, તેના સર્વ ચાકરો પર, અને તેના દેશના સર્વ લોકો પર ચિહ્‍નો તથા ચમત્કારો દેખાડ્યાં; કારણ કે તમે જાણતા હતા કે, તેઓ તેમની પ્રત્યે ગર્વથી વર્તતા હતા; અને આજની જેમ તમે તમારું નામ પ્રતિષ્ઠિત કર્યું.


પણ અમારા પૂર્વજોએ તથા તેઓએ ગર્વ કરીને પોતાની ગરદન અક્કડ કરી, ને તમારી આજ્ઞાઓની દરકાર કરી નહિ.


તોપણ તેઓએ તમારી આજ્ઞા પાળી નહિ, તમારી વિરુદ્ધ તેઓએ બંડ કર્યુ. તમારા નિયમશાસ્ત્રને તેઓએ પોતાની પીઠ પાછળ ફેંક્યું, ને જે તમારા પ્રબોધકો તેઓને ફરીથી તમારી તરફ પાછા વાળવાને તેઓને ચેતવણી આપતા હતા તેઓને તેમણે મારી નાખ્યા, ને તેઓએ ઘણા ક્રોધજનક કામો કર્યા.


તોપણ તમે તેઓ પ્રત્યે બહુ વરસો સુધી ખામોશી રાખી, ને તમે તેઓને તમરા આત્મા વડે તમારા પ્રબોધકો દ્વારા ચેતવણી આપી; તોપણ તેઓએ સાંભળ્યું નહિ; માટે તમે તેઓને અન્ય પ્રજાઓના હાથમાં સોંપી દીધા.


અને મૂસા તથા હારુને ફારુનની હજૂરમાં જઈને તેને કહ્યું, “હિબ્રૂઓના ઈશ્વર યહોવા એમ કહે છે કે, કયાં સુધી તમે મારી આગળ નમી જવાનો ઇનકાર કરશો? મારા લોકોને મારી સેવા કરવા માટે જવા દો.


પણ તેઓએ સાંભળ્યું નહિ, ને કાન ધર્યો નહિ, પણ પોતાની ગરદન અક્કડ કરીને તેઓએ સાંભળ્યું નહિ ને શિખામલણ માની નહિ.


“સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, જુઓ, આ નગર પર તથા તેનાં સર્વ ગામો પર, જે આવનારી સર્વ વિપત્તિ વિષે હું બોલ્યો છું તે હું લાવીશ, કેમ કે તેઓએ પોતાની ગરદન અક્કડ કરીને મારાં વચનો સાંભળ્યાં નથી.”


હે યહૂદિયાના બાકી રહેલા લોકો, તમારા વિષે યહોવાએ કહ્યું છે, “તમે મિસરમાં ન જાઓ; આજ મેં તમને ચેતવ્યા છે એવું ખચીત જાણો.”


ત્યારે હોશાયાના પુત્ર અઝાર્યાએ, કારેઆના પુત્ર યોહાનાને તથા સર્વ ગર્વિષ્ઠ માણસોએ યર્મિયાને કહ્યું, “તું જૂઠું બોલે છે; મિસરમાં જઈ રહેવાની મના કરવા માટે આપણા ઈશ્વર યહોવાએ તને મોકલ્યો નથી.


આજ સુધી તેઓ દીન થઈ ગયા નથી, ને બીધા પણ નથી, ને મારું નિયમશાસ્ત્ર તથા મારા વિધિઓ મેં તમારી આગળ તથા તમારા પૂર્વજોની આગળ મૂક્યાં છે, તે પ્રમાણે ચાલ્યા નથી.”


તોપણ તેઓએ મારું સાંભળ્યું નહિ, ને કાન ધર્યો નહિ; ઊલટું તેઓએ હઠીલા થઈને પોતાના પૂર્વજોના કરતાં વધારે દુષ્ટતા કરી.


મેં તેઓને મારા એવા વિધિઓ આપ્યા, ને તેઓને એવી આજ્ઞાઓ ફરમાવી કે જો કોઈ માણસ તેઓને પાળે તો તેઓ વડે તે જીવે.


પણ જ્યારે તેમનું મન ગર્વિષ્ઠ થયું, ને તેમનો મિજાજ કરડો થયાથી તે મગરૂરીથી વર્તવા લાગ્યા, ત્યારે તેમને પોતાનાં રાજ્યાસન પરથી પદભ્રષ્ટ કરવામાં આવ્યા, ને તેમનો બધો માનમરતબો તેમની પાસેથી લઈ લેવામાં આવ્યો.


એ માટે મેં તેઓને પ્રબોધકોની મારફતે કતલ કર્યા છે; મારા મુખનાં વચનોથી મેં તેઓનો સંહાર કર્યો છે! અને મારા ન્યાયચૂકાદા પ્રગટતા અજવાળારૂપ છે.


માટે તમારે મારા વિધિઓ તથા હુકમો પાળવા; કેમ કે જો કોઈ મનુષ્ય તેમને પાળે તો તે તેઓ વડે જીવન પામે. હું યહોવા છું.


ત્યારે તેમણે તેને કહ્યું, “તું મને સારા વિષે કેમ પૂછે છે? સારો તો એક જ છે, પણ જો તું જીવનમાં પેસવા ચાહે છે, તો આજ્ઞાઓ પાળ.”


તેમણે તેને કહ્યું, “તેં ઠીક ઉત્તર આપ્યો છે. એમ કર, એટલે તું જીવશે.”


કેમ કે મૂસા લખે છે, “જે માણસ નિયમશાસ્‍ત્ર પ્રમાણેના ન્યાયીપણાનાં કામ કરે છે, તે તે વડે જીવશે.”


પણ નિયમ વિશ્વાસને આધારે નથી; પણ આવો છે, “જે કોઈ તેમાંની [આજ્ઞાઓ] પાળશે, તે તેઓ વડે જીવશે.”


અને જ્યારે ઘણાં દુ:ખ તથા સંકટ તેઓ પર આવી પડશે, ત્યારે એમ થશે, કે આ ગીત સાક્ષીરૂપે તેઓની આગળ શાહેદી પૂરશે; કેમ કે તે તેઓના વંશજો ભૂલી જશે નહિ; કેમ કે હાલ પણ, એટલે જે દેશ વિષે મેં સમ ખાધા તેમાં હું તેઓને લાવું તે પહેલાં, તેઓ જે સંકલ્પવિકલ્પ કરે છે તે હું જાણું છું.”


કેમ કે હું તારું બંડ તથા તારી હઠીલાઈ જાણું છું. જેઓ, હું આજે હજી તો જીવતો તથા તમારી મધ્યે હયાત છું, તેમ છતાં તમે યહોવાની સામે બંડખોર થયા છો, તો મારા મરણ પછી કેલા વિશે થશો!


તો હું આજે આકાશ તથા પૃથ્વીને તમારી સામે સાક્ષી રાખીને કહું છું કે, યર્દન ઊતરીને જે દેશનું વતન પ્રાપ્ત કરવાને તમે જાઓ છો, તેમાંથી જલદી તમારો પૂરો નાશ થઈ જશે. તેમાં તમે દીર્ધાયુષ્ય ભોગવશો નહિ, પણ તમારો પૂરો નાશ કરી નાખવામાં આવશે.


અને મેં તમને કહ્યું કે, હું તમારો ઈશ્વર યહોવા છું. જે અમોરીઓના દેશમાં તમે વસો છો તેઓના દેવોથી તમે ન બીહો. પણ તમે મારી વાણી સાંભળી નથી.”


Lean sinn:

Sanasan


Sanasan