Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 9:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 વળી બોધ કરવા માટે તમે તમારો ઉત્તમ આત્મા તેઓને આપ્યો, ને તમારું માન્ના તેઓના મોંથી પાછું રાખ્યું નહિ, ને તેઓની તૃષા છિપાવવા માટે તેઓને પાણી આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 તેમને દોરવણી આપવા માટે તમે તમારો ઉત્તમ આત્મા આપ્યો. તમે તેમને ખાવાને માન્‍ના આપ્યું અને તેમની તરસ છિપાવવા પીવાને પાણી આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 વળી પ્રબોધ કરવા માટે તમે તમારો ઉત્તમ આત્મા તેઓને આપ્યો અને તમારું માન્ના તેઓના મોંથી પાછું રાખ્યું નહિ તેમ જ તેઓની તરસ છીપાવવા તમે તેઓને પાણી આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 વળી બોધ આપવા માટે તેં તારો ઉત્તમ આત્મા તેમને આપ્યો, અને તેં તેમને શ્રેષ્ઠ આહાર પણ ખવડાવવાનું બંધ કર્યુ નહિ; અને તેઓની તૃષા છીપાવવા તેં તેઓને જળ આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 9:20
24 Iomraidhean Croise  

તોપણ તમે તેઓ પ્રત્યે બહુ વરસો સુધી ખામોશી રાખી, ને તમે તેઓને તમરા આત્મા વડે તમારા પ્રબોધકો દ્વારા ચેતવણી આપી; તોપણ તેઓએ સાંભળ્યું નહિ; માટે તમે તેઓને અન્ય પ્રજાઓના હાથમાં સોંપી દીધા.


તેમણે ખડક તોડ્યો, એટલે પાણી નીકળી આવ્યું; તે નદી થઈને સૂકા પ્રદેશમાં વહેવા લાગ્યું,


મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો, કેમ કે તમે મારા ઈશ્વર છો; તમારો ઉત્તમ આત્મા મને સપાટ માર્ગે દોરો.


અને ઇઝરાયલી લોકોએ તે જોઇને એકબીજાને પૂછયું, “એ શું છે?” કેમ કે તેઓ જાણતા નહોતા કે એ શું હશે. અને મૂસાએ તેઓને કહ્યું, “એ તો યહોવાએ તમને ખાવા માટે આપેલું અન્‍ન છે.


અને ઇઝરાયલી લોકોએ વસ્તીવાળા દેશમાં પહોંચતાં સુધી, એટલે ચાળીસ વર્ષ સુધી, માન્‍ના ખાધું. તેઓ કનાન દેશની સરહદમાં પહોંચ્યા ત્યાં સુધી તેઓએ માન્‍ના ખાધું.


ત્યારે યહોવાએ મૂસાને કહ્યું, ‘જો, હું તમારે માટે આકાશમાંથી ખોરાકની વૃષ્ટિ કરીશ. અને લોકો દરરોજ બહાર નીકળીને તે દિવસનો હિસ્‍સો ભેગો કરે, એ માટે કે તેઓ મારા નિયમ પ્રમાણે ચાલશે કે નહિ તે વિષે હું તેઓનિ પરીક્ષા કરું.


અને ત્યાં લોકોને તરસ લાગી. અને લોકોએ મૂસાની વિરુદ્ધ બડબડ કરતાં કહ્યું, “તું શા માટે અમને તથા અમારાં છોકરાંને તથા અમારાં ઢોરોને તરસે મારી નાખવા મિસરમાંથી લાવ્યો છે?”


જો, હું ત્યાં હોરેબમાં ખડક ઉપર તારી સામો ઊભો રહીશ. અને તું ખડકને મારજે, એટલે લોકોને પીવા માટે પાણી નીકળશે.” અને મૂસાએ ઇઝરાયલના વડીલોના જોતાં એ પ્રમાણે કર્યું.


તે તેઓને રણમાં દોરી લઈ ગયા, તોપણ તેઓ તરસ્યા રહ્યા નહિ; તેમણે તેઓને માટે ખડકમાંથી પાણી વહેતું કર્યું; વળી તેમણે ખડક ફાડયા, અને [તેમાંથી] પાણી ખળખળ વહ્યું.”


તેઓને ભૂખ લાગશે નહિ, ને તરસ પણ લાગશે નહિ. અને લૂ તથા તાપ તેઓને લાગશે નહિ; કેમ કે જે તેઓના ઉપર દયા કરે છે, તે તેઓને દોરી લઈ જશે, ને પાણીના ઝરાઓની પાસે તેઓને ચલાવશે.


જ્યારે તમે મિસરમાંથી નીકળ્યા, ત્યારે તમારી સાથે કોલકરાર કરીને જે વચનો મેં કહ્યાં તે પ્રમાણે હું તમારી સાથે છું, ને મારો આત્મા તમારામાં રહે છે; તમે બીહો નહિ.


અને હું ઊતરી આવીશ, ને ત્યાં તારી સાથે વાત કરીશ. અને મારો જે આત્મા તારા પર છે, તેમાંનો લઈને હું તેઓના પર મૂકીશ. અને તેઓ તારી સાથે લોકોનો ભાર ઊંચકે કે, તારે એકલાને તે ઊંચકવો ન પડે.


ઈસુએ તેને ઉત્તર આપ્યો, “ઈશ્વરના દાનને તથા જે તને કહે છે કે, મને પાણી પા, તે કોણ છે એ જો તું જાણતી હોત, તો તું તેમની પાસે માગત, અને તે તને જીવતું પાણી આપત.”


પણ જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ. પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે અનંતજીવન સુધી ઝર્યા કરશે.”


હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતર તથા પવિત્ર આત્માના પ્રેમની ખાતર હું તમને વિનંતી કરું છું કે,


સર્વએ એક જ આત્મિક અન્‍ન ખાધું,


(કેમ કે પ્રકાશનું ફળ સર્વ પ્રકારની ભલાઈમાં તથા ન્યાયીપણામાં તથા સત્યમાં છે.)


અને તેઓએ દેશનું જૂનું અનાજ ખાધા પછી બીજે દિવસે માન્‍ના પડતું બંધ થયું. અને ત્યાર પછી ઇઝરાયલી પ્રજાને માન્‍ના પડતું બંધ થયું. અને ત્યાર પછી ઇઝરાયલી પ્રજાને માન્‍ના મળ્યું નહિ. પણ તે વર્ષે તેઓએ કનાન દેશની પેદાશમાંથી ખાધું.


કેમ કે ભવિષ્યવચન માણસની ઇચ્છા પ્રમાણે કદી આવ્યું નથી; પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો ઈશ્વરનાં વચન બોલ્યા.


Lean sinn:

Sanasan


Sanasan