Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 9:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તેઓની ભૂખ મટાડવા માટે તમે તેઓને આકાશમાથી અન્‍ન આપ્યું. તેઓની તૃષા છિપાવવા માટે ખડકમાંથી પાણી કાઢ્યું, અને જે દેશ તેઓને આપવા માટે તમે સોગન ખાધા હતા, તેને કબજે કરીને તેમાં વસવાની તમે તેઓને આજ્ઞા આપી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 તેઓ ભૂખ્યા થયા ત્યારે તમે તેમને આકાશમાંથી ખોરાક આપ્યો; તેઓ તરસ્યા થયા ત્યારે ખડકમાંથી પાણી આપ્યું. તેમને જે દેશ આપવાનું તમે વચન આપ્યું હતું તેનો કબજો લેવા તમે તેમને જણાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેઓ ભૂખ્યા હતા ત્યારે તમે તેઓને આકાશમાંથી અન્ન આપ્યું. તેઓ તરસ્યા હતા ત્યારે તમે તરસ છીપાવવા ખડકમાંથી પાણી વહેવડાવ્યું. જે દેશ તેઓને આપવા માટે તમે સમ ખાધા હતા તેને કબજે કરીને તેમાં રહેવાની તમે તેઓને આજ્ઞા આપી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તેઓ ભૂખ્યા હતા ત્યારે તેં તેઓને આકાશમાંથી રોટલી આપી. તેઓ તરસ્યા હતા ત્યારે તેં ખડકમાંથી પાણી વહેવડાવ્યું. જે વતન તેં તેઓને આપવા માટે વચન આપ્યું હતું તેમાં પ્રવેશ કરવા તથા તેને જીતી લેવા તમે તેઓને આજ્ઞા આપી.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 9:15
23 Iomraidhean Croise  

અને ઇબ્રામે સદોમના રાજાને કહ્યું, “યહોવા પરાત્પર ઈશ્વર, જે આકાશ તથા પૃથ્વીના ધણી, તેમની તરફ મેં પોતાનો હાથ ઊંચો કરીને સમ ખાધા છે;


વળી બોધ કરવા માટે તમે તમારો ઉત્તમ આત્મા તેઓને આપ્યો, ને તમારું માન્ના તેઓના મોંથી પાછું રાખ્યું નહિ, ને તેઓની તૃષા છિપાવવા માટે તેઓને પાણી આપ્યું.


તેમણે ખડકમાંથી સરોવર કર્યું, અને ચકમકમાંથી ઝરો બનાવ્યો.


ત્યારે યહોવાએ મૂસાને કહ્યું, ‘જો, હું તમારે માટે આકાશમાંથી ખોરાકની વૃષ્ટિ કરીશ. અને લોકો દરરોજ બહાર નીકળીને તે દિવસનો હિસ્‍સો ભેગો કરે, એ માટે કે તેઓ મારા નિયમ પ્રમાણે ચાલશે કે નહિ તે વિષે હું તેઓનિ પરીક્ષા કરું.


અને ત્યાં લોકોને તરસ લાગી. અને લોકોએ મૂસાની વિરુદ્ધ બડબડ કરતાં કહ્યું, “તું શા માટે અમને તથા અમારાં છોકરાંને તથા અમારાં ઢોરોને તરસે મારી નાખવા મિસરમાંથી લાવ્યો છે?”


જો, હું ત્યાં હોરેબમાં ખડક ઉપર તારી સામો ઊભો રહીશ. અને તું ખડકને મારજે, એટલે લોકોને પીવા માટે પાણી નીકળશે.” અને મૂસાએ ઇઝરાયલના વડીલોના જોતાં એ પ્રમાણે કર્યું.


અને જે દેશ આપવાનું પ્રતિ પૂર્વક ઇબ્રાહિમની તથા ઇસહાકની તથા યાકૂબની આગળ મેં વચન આપ્યું છે, તે દેશમાં તમને લઈ જઈને વતનને માટે તે હું તમને આપીશ. હું યહોવા છું.”


તે તેઓને રણમાં દોરી લઈ ગયા, તોપણ તેઓ તરસ્યા રહ્યા નહિ; તેમણે તેઓને માટે ખડકમાંથી પાણી વહેતું કર્યું; વળી તેમણે ખડક ફાડયા, અને [તેમાંથી] પાણી ખળખળ વહ્યું.”


તેઓએ આવીને આ વતન પ્રાપ્ત કર્યું. પણ તેઓએ તમારું વચન સાંભળ્યું નહિ, ને તમારા નિયમશાસ્ત્રને ધોરણે ચાલ્યા નહિ; જે સર્વ કરવાને તમે તેઓને આજ્ઞા આપી હતી તેમાંનું તેઓએ કંઈ પણ કર્યું નહિ:તે માટે આ બધું દુ:ખ તેઓના પર તમે મોકલી આપ્યું છે.


વળી દૂધમધની રેલછેલવાળો દેશ જે મેં તેઓને આપ્યો હતો, ને જે સર્વ દેશોની શોભા છે તેમાં તેઓને ન લઈ જવાને મેં અરણ્યમાં તેઓની આગળ સમ ખાધા.


જે દેશમાં તમને વસાવવાને મેં મારો હાથ ઊંચો કર્યો છે, તેમાં જવા નહિ જ પામશે. કેવળ યફૂનેનો દિકરો કાલેબ તથા નૂનનો દિકરો યહોશુઆ જવા પામશે.


જુઓ, યહોવા તારા ઈશ્વરે તે દેશ તારી આગળ મૂક્યો છે. [માટે] યહોવા તારા પિતૃઓના ઈશ્વરે તને કહ્યું છે તે પ્રમાણે આગળ વધીને સર કર. બીશ નહિ ને ગભરાઈશ પણ નહિ.


જુઓ, તમારી આગળ મેં દેશ મૂક્યો છે. તો તેમાં પ્રવેશ કરો, ને જે વિષે યહોવાએ તમારા પિતૃઓની આગળ, એટલે ઇબ્રાહિમ, ઇસહાક તથા યાકૂબની આગળ પ્રતિજ્ઞા લીધી કે હું તે તમને તથા તમારી પાછળ તમારાં વંશજોને તે આપીશ, તેનું વતન સંપાદન કરો.


અને તેમણે તને નમાવ્યો, ને તને ભૂખ્યો રહેવા દીધો, ને તું નહોતો જાણતો તેમજ તારા પિતૃઓએ પણ નહોતું જાણ્યું એવા માન્‍નાથી તને પોષ્યો, એ માટે કે તે તને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જ જીવતું નથી, પણ યહોવાના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી માણસ જીવે છે.


Lean sinn:

Sanasan


Sanasan