Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 8:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 વળી યેશૂઆ, બાની, શેરેબ્યા, યામીન, આક્કૂબ, શાબ્બાથાય, હોદિયા, માસેયા, કલીટા, અઝાર્યા, યોઝાબાદ, હાનાન, પલાયા તથા લેવીઓ લોકોને નિયમશાસ્ત્ર સમજાવતા હતા. લોકો પોતાની જગાએ [ઊભા] રહ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 પછી તેઓ ઊભા થયા અને પોતપોતાને સ્થાને ઊભા રહ્યા, અને આ સાથે જણાવેલ લેવીઓ લોકોને નિયમશાસ્ત્ર સમજાવતા હતા: યેશૂઆ, બાની, શેરેબ્યા, યામીન, આક્કૂબ, શાબ્બાથાય, હોદિયા, માસેયા, કલીટા અઝાર્યા, યોઝાબાદ, હાનાન, પલાયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 યેશૂઆ, બાની, શેરેબ્યા, યામીન, આક્કુબ, શાબ્બથાય, હોદિયા, માસેયા, કેલીટા, અઝાર્યા, યોઝાબાદ, હાનાન, પલાયા અને લેવીઓ લોકોને નિયમશાસ્ત્ર સમજવામાં મદદ કરતા હતા. લોકો પોતપોતની જગ્યાએ ઊભા રહેલા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 યેશૂઆ, બાની, શેરેબ્યા, યામીન, આક્કૂબ, શાબ્બથાય, હોદિયા, માઅસેયા, કલીટા, અઝાર્યા, યોઝાબાદ, હાનાન અને પલાયાએ એમ બધા લેવીઓએ પોતપોતની જગ્યાએ ઊભેલા કુળસમૂહોને નિયમશાસ્ત્રની સમજણ આપી.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 8:7
27 Iomraidhean Croise  

પછી રાજાએ પોતાનું મુખ ફેરવીને ઇઝરાયલની સમગ્ર પ્રજાને આશીર્વાદ આપ્યો. અને ઇઝરાયલની આખી સભા ઊભી રહી હતી.


વળી જે લેવીઓ યહોવાની [સેવામાં] વિશેષ પ્રવીણ હતા તેઓને હિઝકિયાએ ઉત્તેજન આપ્યું. માટે તેઓએ શાંત્યાર્પણોનાં બલિદાન આપીને તથા પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાની આભારસ્તુતિ કરીને પર્વ પૂરું થતા સુધી, એટલે સાતે દિવસ સુધી, મિજબાની કરી.


સર્વ ઇઝરાયલીઓને બોધ કરનાર જે લેવીઓ, યહોવાની સેવાને અર્થે પવિત્ર થયેલા હતા, તેઓને તેણે કહ્યું, “ઇઝરાયલના રાજા દાઉદના પુત્ર સુલેમાને બાંધેલા મંદિરમાં પવિત્ર કોશને મૂકો; હવે પછી તમારી ખાંધ ઉપર [તેનો] ભાર [ઊંચકવો] પડશે નહિ, હવે તમારા ઈશ્વર યહોવાની તથા તેમના ઇઝરાયલી લોકની સેવા કરો.


અમારા પર અમારા ઈશ્વરની કૃપાર્દષ્ટિ હોવાથી તેઓ અમારી પાસે [નીચે લખેલાઓને] લાવ્યા, અને ઇઝરાયલના પુત્ર લેવીના પુત્ર માહલીના પુત્રોમાંના એક સમજુ માણસને; શેરેબ્યા તથા તેના પુત્રો તથા તેના ભાઈઓ [બધા મળી] અઢારને;


હોદિયા, હાશુમ, બેસાય;


સરાયા, અઝાર્યા, યર્મિયા;


લેવીઓના વડીલોમાંના શાબ્બાથાય તથા યોઝાબાદ ઈશ્વરના મંદિરના બહારના કામકાજ પર દેખરેખ રાખતા હતા;


તે ઉપરાંત આક્કૂબ, ટાલ્મોન તથા તેમના ભાઈઓ દરવાજાઓ આગળ ચોકી કરનારા દ્વારપાળો હતા, તેઓ એકસો બોતેર હતા.


અઝાર્યા, એઝરા, મશુલ્લામ,


તેના પછી લેવીઓ મરામત કરતા હતા, એટલે બાનીનો પુત્ર રહૂમ. તેની પાસે હશાબ્યા, જે કઈલાના અર્ધા જિલ્લાનો અધિકારી, તે પોતાના ભાગની મરામત કરતો હતો.


અને તેની પાસે યશુઆનો પુત્ર એઝેર, જે મિસ્પાનો અધિકારી હતો, તે [કોટના] ખાંચા આગળના શસ્ત્રાલયના ચઢાવ સામે બીજા એક ભાગની મરામત કરતો હતો.


તેના પછી બિન્યામીન તથા હાશ્શૂબ પોતપોતાના ઘરની સામે મરામત કરતા હતા. તેમના પછી અનાન્યાના પુત્ર માસેયાનો પુત્ર અઝાર્યા તેના પોતાના ઘર આગળ મરામત કરતો હતો.


સર્વ લોક ખાવાપીવાને, હિસ્સા મોકલવાને તથા આનંદ આનંદ કરવાને ગયા, કેમ કે જે વચનો તેઓને વાંચી સંભળાવવામાં આવ્યાં હતાં તે તેઓ સમજ્યા હતા.


એ કાર્યને માટે લોકોએ બનાવેલા લાકડાના ચોતરા પર એઝરા શાસ્ત્રી ઊભો રહ્યો. તેને જમણે હાથે માત્તિથ્યા, શેમા, અનાયા, ઊરિયા, હિલ્કિયા તથા માસેયા; અને તેને ડાબે હાથે પદાયા, મીશાએલ, માલ્કિયા, હાશુમ, હાશ્બાદ્દાના, ઝખાર્યા [તથા] મશુલ્લામ ઊભા રહ્યા.


મહાન ઈશ્વર યહોવાને એઝરાએ ધન્યવાદ આપ્યો. સર્વ લોકે પોતાના હાથ ઊંચા કરીને, “આમીન, આમીન” કહ્યું, લોકોએ માંથા નમાવીને પોતાનાં મુખ ભૂમિ તરફ રાખ્યાં અને યહોવાનું ભજન કર્યું.


લેવીઓએ ઈશ્વરના નિયમશાસ્ત્રના પુસ્તકમાંથી સ્પષ્ટ રીતે વાંચી સંભળાવ્યું, અને તેમને વાચેલું સમજાવ્યું.


તેઓએ પોતાની ગજાએ ઊભા રહીને એક પહોર સુધી પોતાના ઈશ્વર યહોવાના નિયમશાસ્ત્રનું પુસ્તક વાંચ્યું. અન બીજે પહોરે તેઓએ પાપ કબૂલ કરીને પોતાના ઈશ્વર યહોવાનું ભજન કર્યું.


યેશૂઆ, બાની, કાહ્મીએલ, શબાન્યા, બુન્ની, શેરેબ્યા, બાની તથા કનાની, એ સર્વએ લેવીઓની સીડી ઉપરથી મોટે અવાજે પોતાના ઈશ્વર યહોવાની વિનંતી કરી.


અને જે વિધિઓ યહોવાએ મૂસાની હસ્તક તેઓને ફરમાવ્યા છે તે સર્વ તમે ઇઝરાયલી લોકોને શીખવો.”


કેમ કે યાજકના હોઠોમાં ન હોવું જોઈએ, ને લોકોએ તેના મુખમાંથી નિયમ શોધવો જોઈએ; કેમ કે તે સૈન્યોના [ઇશ્વર] યહોવાનો દૂત છે.


તેઓ યાકૂબને તમારા હુકમો, તથા ઇઃઝરાયલને તમારો નિયમ શીખવશે; તેઓ તમારી આગળ ધૂપ બાળશે, અને તમારી વેદી પર દહનીયાર્પણ ચઢાવશે.


Lean sinn:

Sanasan


Sanasan