Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 8:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 સર્વ લોક ખાવાપીવાને, હિસ્સા મોકલવાને તથા આનંદ આનંદ કરવાને ગયા, કેમ કે જે વચનો તેઓને વાંચી સંભળાવવામાં આવ્યાં હતાં તે તેઓ સમજ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 તેથી સઘળા લોકો ઘેર ગયા અને આનંદથી ખાધુંપીધું અને પોતાની પાસે જે કંઈ હતું તેમાંથી બીજાઓને પણ આપ્યું; કારણ, તેમને નિયમશાસ્ત્રમાંથી જે વાંચી સંભળાવવામાં આવ્યું હતું તે તેઓ સમજ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેથી બધા લોકોએ જઈને ખાધુંપીધું, બીજાઓને તેઓના હિસ્સા મોકલ્યા અને તેઓએ ઘણા આનંદ સાથે ઉજવણી કરી. કેમ કે તેઓને જે શાસ્ત્રવચનો વાંચી સંભળાવવામાં આવ્યાં હતાં તે તેઓ સમજ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 આથી બધાં લોકોએ જઇને ખાધુંપીધું, બીજાઓને તેમના હિસ્સા મોકલ્યા અને તેઓ ઘણાં જ આનંદમાં હતા. કારણ તેમને જે શાસ્ત્રવચનો વાંચી સંભળાવવામાં આવ્યાં હતાં તે તેઓ સમજ્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 8:12
25 Iomraidhean Croise  

તેઓએ તે દિવસે મોટા હર્ષથી યહોવાની આગળ ખાધુંપીધું. તેઓએ દાઉદના પુત્ર સુલેમાનને બીજીવાર રાજા ઠરાવ્યો, તેઓએ તેને અધિપતિ તરીકે તથા સાદોકને યાજક તરીકે યહોવાની આગળ અભિષિક્ત કર્યા.


પછી તેણે તેઓને કહ્યું, “હવે જાઓ, સ્વાદિષ્ઠ ભોજન કરો, મિષ્ટપાન કરો, અને જેઓએ કંઈ તૈયાર કરેલું ન હોય તેઓને માટે [તમારામાંથી] હિસ્સા મોકલી આપો; કેમ કે આપણા ઈશ્વર યહોવાને માટે આજનો દિવસ પવિત્ર છે; એથી તમારે ઉદાસ પણ ન થવું, કેમ કે, યહોવાનો આનંદ તે જ તમારું સામર્થ્ય છે.


છાના રહો કેમ કે આજનો દિવસ પવિત્ર છે; માટે ઉદાસ ન થાઓ.” એમ કહીને લેવીઓએ સર્વ લોકને શાંત પાડ્યા.


બીજે દિવસે લોકોના પિતૃઓનાં કુટુંબોના વડીલો, યાજકો તથા લેવીઓ, નિયમશાસ્ત્રની વાતોને સમજવા માટે એઝરા શાસ્ત્રીની પાસે ટોળે મળ્યા.


કેમ કે તે દિવસોમાં યહૂદીઓને તેમના શત્રુઓ તરફથી નિરાંત વળી હતી, અને તે માસ તેઓને માટે ખેદને બદલે આનંદનો, તથા શોકને બદલે હર્ખનો, થઈ ગયો હતો. તમારે તે દિવસોને મિજબાનીના તથા આનંદના, અને એકબીજા પર ભેટો મોકલવાના, અને દરિદ્રીને દાન આપવાના દિવસો ગણવા.”


તેમના હોઠોની આજ્ઞાથી હું પાછો હઠયો નથી; મારા આવશ્યક ખોરાક કરતાં તેમના મુખના શબ્દો મેં વિશેષ આવશ્યક ગણીને તેને સંઘરી રાખ્યા છે.


મેં તમારાં સાક્ષ્યોને મારો સદાકાળનો વારસો માન્યાં છે; કેમ કે તેઓ મારા હ્રદયનો આનંદ છે.


તેથી હું સોના કરતાં, ચોખ્ખા સોના કરતાં પણ તમારી આજ્ઞાઓ પર વધારે પ્રેમ રાખું છું.


તમારાં વચનોનો ખુલાસો પ્રકાશ આપે છે તે ભોળાને સમજણ આપે છે.


તમારાં સાક્ષ્યોના માર્ગમાં મને પુષ્કળ ધનદોલત જેટલો આનંદ મળ્યો છે.


તમારા વિધિઓ [પાળવા] માં મને આનંદ થશે; હું તમારું વચન વીસરીશ નહિ. ગિમેલ


મારા હોઠો તમારી સ્તુતિ ઉચ્ચારો; કેમ કે તમે મને તમારા વિધિઓ શીખવો છો.


હે યહોવા, હું તમારા તારણને માટે અભિલાષી છું; તમારો નિયમ મારો આનંદ છે.


હજારો સોનારૂપા કરતાં તમારા મુખનો નિયમ મારે માટે વધારે મૂલ્યવાન છે. યોદ


હું તમારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું! આખો દિવસ તેનું જ મનન કરું છું.


તમારાં વચનો મને પ્રાપ્ત થયાં ને મેં તેઓને ખાધાં; અને તમારાં વચનોથી મારા હ્રદયમાં આનંદ તથા હર્ષ ઉત્પન્ન થયો; કેમ કે, હે યહોવા, સૈન્યોના ઈશ્વર, તમારા નામથી હું ઓળખાઉં છું.


તેઓએ એકબીજાને કહ્યું, “જ્યારે તે માર્ગે આપણી સાથે વાત કરતા હતા, અને ધર્મલેખોનો ખુલાસો આપણને કરી બતાવતા હતા, ત્યારે આપણાં મન આપણામાં ઉલ્લાસી નહોતાં થતાં શું?”


કેમ કે હું જાણું છું કે, મારામાં, એટલે મારા દેહમાં, કંઈ જ સારું વસતું નથી; કારણ કે ઇચ્છવાનું તો મારામાં છે, પણ સારું કરવાનું [મારામાં] નથી.


પૃથ્વી પરનાં રહેનારાંઓ તેઓને લીધે ખુશી થાય છે અને આનંદ કરે છે. તેઓ એકબીજા પર ભેટ મોકલશે, કેમ કે તે બે પ્રબોધકોએ પૃથ્વી પરનાં રહેનારાંઓને દુ:ખ દીધું હતું.


Lean sinn:

Sanasan


Sanasan