Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નહેમ્યા 7:70 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

70 પિતૃઓના કુટુંબોમાંના મુખ્યોમાંથી કેટલાકે આ કામને માટે [દ્રવ્ય] આપ્યું. સરસૂબાએ એક હજાર દારીક સોનું, પચાસ પાત્રો અને પાંચસો ત્રીસ યાજકવસ્ત્રો ભંડારમાં આપ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

70-72 મંદિરના પુનરોદ્ધાર માટે ઘણા લોકોએ ફાળો આપ્યો: રાજ્યપાલ તરફથી 8.5 કિલોગ્રામ સોનું 50 ક્રિયાકાંડમાં વપરાતા પ્યાલા 530 યજ્ઞકારો માટેના ઝભ્ભા ગોત્રોના આગેવાનો તરફથી 170 કિલોગ્રામ સોનું 1.2 મેટ્રિક ટન ચાંદી બાકીના લોકો તરફથી 170 કિલોગ્રામ સોનું 1.1 મેટ્રિક ટન ચાંદી 67 યજ્ઞકારો માટેના ઝભ્ભા

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

70 પૂર્વજોનાં કુટુંબોમાંના મુખ્ય આગેવાનોમાંથી કેટલાકે આ કામને માટે ભેટ આપી હતી. મુખ્ય સૂબાએ એક હજાર દારીક સોનું, પચાસ પાત્રો અને પાંચસો ત્રીસ યાજકવસ્ત્રો ભંડારમાં આપ્યાં હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

70 પૂર્વજોના કુટુંબોમાંના મુખ્ય આગેવાનોમાંથી કેટલાકે આ કામ માટે ભેટ આપી હતી. પ્રશાસકે 8-1/2 કિલો સોનું, પચાસ પાત્રો અને 530 યાજકવસ્ત્રો ભંડારમાં આપ્યાં હતા.

Faic an caibideil Dèan lethbhreac




નહેમ્યા 7:70
15 Iomraidhean Croise  

દેગડા, પાવડા તથા તપેલાં; યહોવાના મંદિરને લગતાં આ બધાં વાસણો જે હુરામે સુલેમાન રાજાને માટે બનાવ્યાં, તે ઓપેલા પિત્તળનાં હતાં.


વળી ચોખ્ખા સોનાનાં ત્રિશૂળો, થાળીઓ, વાટકાઓ તથા પ્યાલાંને માટે સોનું ને રૂપાનાં પ્યાલાને માટે રૂપું તોળીને આપ્યું.


હિરામે દેગડા, પાવડા તથા તપેલાં બનાવ્યાં. એ પ્રમાણે ઈશ્વરનાં મંદિરમાં સુલેમાન રાજાને માટે હિરામ જે કામ કરતો હતો તે તેણે પૂરું કર્યું.


વળી તેણે દશ મેજ બનાવી, ને તેમને મંદિરમાં પાંચ જમણી બાજુએ તથા પાંચ ડાબી બાજુએ મૂકી. તેણે સોનાનાં એકસો તપેલાં બનાવ્યાં.


જેઓએ મુદ્રા કરી તેઓ આ હતા : હખાલ્યાનો પુત્ર નહેમ્યા સરસૂબો, સિદકિયા;


સરસૂબાએ તેઓને કહ્યું, “ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઊભો થાય ત્યાં સુધી તમારે પરમ પવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.”


ઊંટ ચારસો પાત્રીસ હતાં. અને ગધેડાં છ હજાર સાતસો વીસ હતાં.


પિતૃઓનાં કુટુંબોના મુખ્યોમાંથી કેટલાકે વીસ હજાર દારીક સોનું તથા બે હજાર માનેહ રૂપું આ કામને માટે ભંડારમાં આપ્યાં.


સર્વ લોક નિયમશાસ્ત્રનાં વચનો સાંભળીને રડતા હતા. તેથી સરસૂબા નહેમ્યાએ, યાજક એઝરા શાસ્ત્રીએ તથા લોકને કહ્યું, “ આ દિવસ તમારા ઈશ્વર યહોવાને માટે પવિત્ર છે. માટે શોક કરવો નહિ અને રુદન પણ કરવું નહિ.”


અને ગુફાની એક ઝૂડી લઈને તેને વાસણમાંનઅ રક્તમાં બોળીને ઓતરંગ પર તથા બન્‍ને બારસાખ પર તે વાસણમાંના રક્તમાંથી છાંટો; અને સવાર સુધી તમારામાંના કોઈએ ઘરના બારણાની બહાર જવું નહિ.


અને મૂસાએ અર્ધું રક્ત તેણે વેદી પર છાંટયું.


વળી પ્યાલા, સગડીઓ, થાળીઓ, તપેલાં, દીવીઓ, ચમચા તથા કટોરા; એટલે જે સોનાનું તેનું સોનું, ને જે રૂપાનું તેનું રૂપું, રક્ષકટુકડીનો સરદાર લઈ ગયો.


Lean sinn:

Sanasan


Sanasan